________________
૧૬૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
૧૬૩
આનંદ જ આપ્યો છે, તમને ! પણ એમાં જે બુદ્ધિ છે, તે સંસારમાં મોટા બનાવતી હતી, જે બુદ્ધિ આપણને વધુ મોટો ઝંડો દેખાડતી હતી, એ બુદ્ધિ અત્યારે રહી નહીં. | આટલું બધું સુખ ઉત્પન્ન થયું, કેટલી બધી સમાધિ વર્તે છે છતાં પછી જો કદિ બુદ્ધિ ગાંડાં કાઢે ને, તો આપણે બુદ્ધિને કહીએ કે, “હે બુદ્ધિ, તને તો મૂકી આવીશ આંદામાનના ટાપુમાં.’
ત કરાય વિલ્પ કદી ‘ત્યાં' ! બુદ્ધિનો ઉપયોગ કરવાની ના પાડી છે. બુદ્ધિનો ઉપયોગ જ કરાય નહીં. અત્યારે જે આ પાંચ આશા, એનું કશું જાણવા જેવું જ નથી રહ્યું. મેં તમારું કશું જાણવાનું બાકી રાખ્યું નથી. પેલું ચિંતા ના થાય, છતાંય એની ચરબી પાછી ઊંચી થાય. નવરો ખોળી કાઢે કંઈનું કંઈ.
આ તો બધી વૈજ્ઞાનિક રીત છે. તેથી જ ભગવાને કહેલું ને કે, જ્ઞાની પુરુષના, ભેદવિજ્ઞાની પુરુષના બધાં કર્મો દિવ્યકર્મ છે. મહીં બુદ્ધિ પૂરવા ના દેશો.
પ્રશ્નકર્તા : બરોબર છે, બુદ્ધિથી નહીં જોવાનું. દાદાશ્રી : દિવ્યકર્મ છે. એ બુદ્ધિથી જોવા જશો ને, તો શું થઈ
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
પ્રશ્નકર્તા : કોઈ દિવસ ના જુએ. દાદાશ્રી : હા, બુદ્ધિને સમજાવી દઈએ. પ્રશ્નકર્તા : સમજાવવી જ પડે છે.
દાદાશ્રી : નહીં તો પાછું પોતાને ખબર ના હોય ને કે બુદ્ધિ એ શું જોવું ને શું ના જોવું ? વિવેક ના હોય ને ?
પ્રશ્નકર્તા : નહીં જ વળી. દાદાશ્રી : જોખમ ત્યાં. પ્રશ્નકર્તા : હા, જોખમ, જોખમ. લપસવાનું જ છે બધે.
દાદાશ્રી : લપસવાનું. લપસેલા તો સારા. પેલું તો એક જ અવતાર બગડે ને આ તો અનંત અવતાર ખલાસ કરે !
બુદ્ધિને બેસાડો ચંપલ કહે ! પ્રશ્નકર્તા : સંયોગો બહુ જ અનુકૂળ મળ્યા અને પ્રગટ પરમાત્મા સ્વરૂપ મળી ગયા, એ વાત બિલકુલ નિઃશંક રીતે બેસી ગઈ, એટલે પછી બીજી બધી ભાંજગડમાંથી વૃત્તિઓ બધી ખસી ગઈ.
દાદાશ્રી : એ ભાંજગડ બધી બુદ્ધિ કરાવડાવે છે. જેની બુદ્ધિ સીધી બેસે ને, તો બધું કામ નીકળી જાય. બુદ્ધિ પાંસરી બેસે નહીંને ! રાતે ઊંઘવા ના દે. આપણે કહીએ, પરમાત્મા સ્વરૂપ છે, ત્યારે એ કોચ કોચ કરે. અલ્યા, શું કરવા પજવે છે તે ? જંપીને બેસવા દે ને ? તે તમને કોચતી નથી, એટલી તમારી બુદ્ધિ સારી. નહીં તો એ બુદ્ધિ કેવી કેવી વકીલાત કરે છે ? કંઈ પાર વગરની વકીલાતો કરે.
પ્રશ્નકર્તા : આપની નવ વાત સમજાઈ તો છેલ્લી દસમી ના સમજાઈ, ત્યારે એવું લાગે કે નવ સમજાઈ તો દસમી આપોઆપ સમજાશે. એટલે દસમી માટે આપના ખુલાસા માગવા નથી આવતો.
દાદાશ્રી : નવ વાત સમજાઈ છે, તો એક વાત સિલક રહેવા
જાય ?
પ્રશ્નકર્તા : જ્ઞાન ઊડી જાય.
દાદાશ્રી : જ્ઞાન ઊડી જાય પણ એને એમાં વિરાધના બેસી જાય. ત્યાં જોવાનું જ નહીં. આમ ઊંધું નહીં જોવાનું. જેના થકી આપણે તર્યા, તોય અવળું જોયું ? જેના થકી આપણે તર્યા, ત્યાં તો એ મારી નાખે તોય બીજો વિકલ્પ ના કરીશ, એવું કહે છે. બુદ્ધિ તારી પાંસરી રહે છે કે ?
પ્રશ્નકર્તા : રહે છે. દાદાશ્રી : ઊંધું-ચતું જોઈ લે કંઈ ?