________________
મનનું સાયટિફિક સ્વરૂપ !
૧૩૧
મનનો સ્વભાવ કેવો ? બસ, વિચારવું. વિચારવાનું કાર્ય થતું હોય એટલે જાણવું કે અત્યારે મન ચાલી રહ્યું છે. વિચારવા સિવાય બીજું કોઈ કામ મનનું નથી. પશ્ચાત્તાપેય એનું કામ નથી. પસ્તાવો કરવાનું કામ એનું નથી, ખાલી વિચારવાનું. અત્યારે વિચારની ભૂમિકામાં હોય, વિચારનું ગૂંચળું એનું નામ મન. અને મન તો બિચારું ભોળું, મહીં એકલું ગૂંચાળા વાળ્યા કરે, એટલું જ છે. આ ફોડ નથી પડે એવો. તેથી જ જગત આખું ગૂંચાયું છે.
પ્રશ્નકર્તા : પણ આ ફોડ પડે એવો જ નથી. દાદાશ્રી : ભાન જ નથી ને આનું કંઈ !
વિચરે તો વિચાર
સ્વરૂપ, વિચારતી ભૂમિકાનું ! પ્રશ્નકર્તા : મન એ વિચારોનું ગૂંચળું છે, તો એ વિચારમાં અહંકાર ભળે તો જ એ ટકે ને ? નહીં તો ટકે નહીં ને ?
દાદાશ્રી : મનમાં વિચાર આવતાં જ નથી. મનમાં સ્પંદન જ થયા કરે. એ અંદન છે ને, તે અહંકારેય વાંચી શકે છે. અહંકાર છે તે બુદ્ધિની લાઈટથી એ બધું વાંચી શકે છે કે શું આવે છે આ, શું કહેવા માંગે છે આ. અને મૂળ આત્મા ડિરેક્ટ (સીધું) વાંચી શકે છે.
મન છે એ કેટલી બધી ગ્રંથિઓ ભેગી થઈને બનેલું છે. એક જાતના, એક જ વિચારને અનુમોદના આપે એવી જુદી જુદી ગ્રંથિઓ હોય. નર્યા વિચારો નીકળ્યા કરે. હવે ખરેખર વિચાર નીકળતા નથી પણ ગ્રંથિઓ ફૂટે છે, તે ઘડીએ પરમાણુ ઊંડે છે. આ કોઠી ફૂટે છે ને, એમ બધું ફૂટે છે. એ આપણને આમ ફૂટતું દેખાય. પણ આ મન ફૂટે છે ને, તે આપણને ના ખબર પડે, પણ એ વાંચી શકાય. જે રીતે ભર્યું છે, એ રીતે ફૂટે છે. એટલે એ વાંચી શકાય.
સારા-ખોટા, ગમે તેવાં પણ વિચાર હોય એ મનમાંથી એક્ઝોસ્ટ (ખાલી) થાય છે. મનનું મહીં જે સ્થાન છે, જે સૂક્ષ્મ સ્થાન છે, એમાંથી એક્ઝોસ્ટ થાય છે, પરમાણુ ઊંડે છે. તે આપણે જેમ લોકો કોડવર્ડ લખી લાવે છે કે, તેને બધાં માણસ વાંચી શકતા નથી ને ?