________________
૪૫ર
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની મૂંઝવણનો ઉકેલ
૪પ૩
નહીં તો તમારું કશું કામ થાય નહીં.
એને અધ્યવસાન કહે છે. એ અધ્યવસાન ઊભા થાય છે, એના આધારે ક્રિયા ને બધું થઈ જાય છે. એમાં કશાં વિચાર કરવા પડે નહીં, વિચાર વગર. આપણે અહીં રસ્તે કંઈક બીજા વિચાર કરતાં કરતાં જતાં હોય અને તે જોવામાંયે ના આવ્યું હોય, અને એકદમ છે તે એક ખાડો આવ્યો ત્યાં એકદમ કુદકો મારી દે છે, વિચાર્યા વગરનો કૂદકો મારી દે છે. કેટલી શક્તિઓ હોય છે અંદર ! આવી તો, એ શક્તિઓનાં આધારે તો આ જગત ચાલી રહ્યું છે.
એટલે વિચારવું એ જ ગુનો છે. એની મેળે જ વિચાર આવે એટલો જ આપણે ચલાવીએ. પણ તેય ઘણાંય વિચાર આવે પણ આપણે જરૂરિયાત પૂરતું જ લઈ લેવું. બીજું બધું બહારનું. તેમાં પડવાનું નહીં. વિચારવું તેમાં આત્માની શક્તિ ઓછી થઈ જાય. ખલાસ થઈ જાય. આત્મા તે ઘડીએ વિચરે, એટલે નહીં ચરવાનું તે ચરે. અમારે કશુંય નહીં, અમારે વિચાર-બિચાર કશુંય નહીં અને અમારે ડખોય નહીં ને ડખલેય નહીં.
હું લોસ એંજલસથી વિચાર કરું કે લંડનમાં સૂવા ક્યાં મળશે તો કેમ થાય ? તે મારે ક્યાં સુધી વિચાર કરવા પડે, લોસ એંજલસથી શરૂ થયું છે ?
પ્રશ્નકર્તા : પથારી મળતાં સુધી.
દાદાશ્રી : ત્યારે મરવાના વિચાર કેમ નથી આવતા ? વગર વિચારે મરણ આવે છે. અરે, મરણ તો આવે છે, જોડે સુખડનાં લાકડાં હઉ આવે છે, વગર વિચારે ! કોઈને સુખડનાં લાકડાં આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા : આવે.
દાદાશ્રી : એટલે નિર્વિચાર ભૂમિકા છે આપણી. આ જ્ઞાન આપ્યા પછી આપણી ભૂમિકા કઈ છે ?
પ્રશ્નકર્તા : નિર્વિચાર ભૂમિકા !
દાદાશ્રી : આપણે એકનો એક છોકરો હોય ને આઠ વર્ષનો થાય ત્યારથી પૈણવાનું મળશે કે નહીં, તેના વિચાર કરીએ તો ક્યારે પાર આવે ?
પ્રશ્નકર્તા : ના મેળ પડે.
દાદાશ્રી : એને પૈણવાનું મળે ? ના મળે. વિચાર કરવાની જરૂર નહીં ત્યાં સુધી વિચાર કરે છે, તેનાથી ઊલટાં અંતરાય પડે. આપણને વિચારવાની ભૂમિકા જ નથી રહી ને !
જ્ઞાતાંક્ષેપકવંત ! પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે, ‘કર વિચાર તો પામ'.
દાદાશ્રી : ‘કર વિચાર તો પામ', એ ભૂમિકા આપણને રહી નથી. વિચાર એ તો જડ વસ્તુ થઈ. એટલે આપણે લેવાદેવા નહીં ને !
જગત અવળા વિચાર કરે છે. તે અવળા વિચાર કરે, એ પણ વિચાર જ છે ને ? જગતને માટે, ક્રમિકમાં એવું જ હોય. વિચાર કરો તો કંઈક સમજણ પડે. બીજું પોતાની પાસે જોવાનું સાધન નથી. અને એ વિચાર તો પછી ધીમે ધીમે એવા થઈ જાય કે એ વિચારની ધારા જ ના તૂટે.
પ્રશ્નકર્તા : જ્ઞાનાંક્ષેપકવંત.
દાદાશ્રી : હા, જ્ઞાનાક્ષેપકવંત કહેવાય એને. ધારા જ ના તૂટે. એ ધારા મારે હતી, તે દશા હતી. હા, દિવસોના દિવસો સુધી એની એ જ ચીજ ચાલુ. ધારા જ તૂટે નહીં. મેં શાસ્ત્રમાં જોયેલું કે ભઈ, આ દશા કઈ !
પ્રશ્નકર્તા : એ કયા વિચાર હતા ? દાદાશ્રી : એ આભાસંબંધી. આત્મા કેવો હશે, કેવો નહીં.