________________
ના ગમતા વિચારો સામે...
૩૧૫
૩૧૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મનનું, બીજા કોનું? બુદ્ધિ તો સંકોરી આપે. આ બૈરી ધણીને ચઢાવેને, એવું બુદ્ધિ ચઢાવે.
પ્રશ્નકર્તા : આમાં બુદ્ધિ શું કહે ?
દાદાશ્રી : ‘એ તો રાગે પાડી દેવા જેવો છે.” એવું બોલે એટલે પછી આપી દે ગમે તેવું. ‘રાગે પાડી દેવું છે' કહ્યું એટલે આ બાજુ અવળું ચાલ્યું, હડહડાટ !
પ્રશ્નકર્તા : એમાં અહંકાર શું કરે ?
દાદાશ્રી : અહંકાર તો આપી દે. અહંકાર તો આંધળો છે. બુદ્ધિ કહે એ પ્રમાણે એ સહી કરી આપે.
પ્રશ્નકર્તા : આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને બધું ચાલતું હોય, તે વખતે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવાનું કઈ રીતે ?
દાદાશ્રી : રહેવાય ને ! ‘હોમ ડિપાર્ટમેન્ટ’ તો આપણું સ્વરૂપ જ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ છે, જાગૃતિ છે. ‘હોમ ડિપાર્ટમેન્ટમાં તો ડીશો ખાવાની છે, ડીશો છોડી દેવાની નથી.
પ્રશ્નકર્તા : જ્યાં ભય લાગે ને, ત્યાં મન તો જયા જ કરે.
દાદાશ્રી : મનને અને આપણે લેવાય નહીં ને દેવાય નહીં, નહાવાનુંય નહીં ને નીચોવવાનુંય નહીં. બાજુની રૂમમાં લોક ધાંધલ કરતાં હોય, વાતો કરતાં હોય, ઉપર માથાફોડ કરતાં હોય તો આપણે શું લેવાદેવા ? એવું આ જોડેની રૂમમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, બધા કૂદાકૂદ કરતાં હોય ને તો આપણે શું ? આપણે જોયા કરવાનું. એ આપણી સાત પેઢીનો પિતરાઈ નથી. એ તો સાત પેઢીનો પિતરાઈ હોય ત્યાં નહાવાનું હોય !
(આ જ્ઞાન પછી) આપણે શુદ્ધાત્મા થયા. અનાદિનો અજ્ઞાનનો પરિચય હતો કે, તે હજુ અજ્ઞાન ઊભું થયા કરે. તે આપણે એમને કહીએ કે ‘હવે તમે ગમે તેવી બૂમો પાડો તોય અમે સાંભળવાનાં નથી.”
તો પણ અનાદિનો પરિચય, તે ટેવ જાય નહીં.
પ્રતિકૂળતામાં તિરાકુળતા ! પ્રશ્નકર્તા (મહાત્મા) : જેવી રીતે મનને ફાવતું થાય છે ત્યારે જે પ્રસન્નતા અનુભવાય છે, તેવી જ પ્રસન્નતા મનને ના ગમતું થાય ત્યારે શી રીતે અનુભવાય ? ના ગમતું થાય ત્યારે મન નિરાકુળ કેમ નથી રહેતું?
દાદાશ્રી : આ તો પાછલી આદત છે તમને. આ જ્ઞાન પછી મન નિરંતર નિરાકુળ રહે છે. પણ પાછલી આદત જે છે ને તમારી તે જતી નથી. એટલે મેં શું કહ્યું કે હેન્ડલ મારો. ઉપયોગ મૂકો. પાછલી આદતો નડે છે, નહીં તો નિરાકુળપદ આપ્યું છે તમને. એક સેકન્ડ પણ તમને આકુળતા તો ન થાય, પણ વ્યાકુળતા પણ ન થાય. જે મોક્ષનો ૧૮મો ભાગ છે, બે આની મોક્ષ તે તો તમને અહીં બેઠાં આપેલો છે, નિરાકુળ પદ આપેલું છે.’ નહીં તો આખું જગત આકુળવ્યાકુળ હોય. મોટા મોટા સંતો-આચાર્યો, બધાંય આકુળતામાં હોય પણ જ્યારે શિષ્ય જરા કશુંક ઊંધું બોલે ત્યારે વ્યાકુળ થઈ જાય પાછા ! અને તમને તો નિરાકુળતા જાય નહીં એ પદ આપેલું છે.
મત સમાધાતતા ફાંફા ! પ્રશ્નકર્તા : મનને મનાવવું કેવી રીતે ? અને શાંતિ માણસ કેવી રીતે લાવે ?
દાદાશ્રી : એ તો બધું કહીશ તમને. હજુ જમો તો ખરા. એમ ને એમ ભૂખ્યા પેટે ફરી પાછા અહીં આવજો.
વર્લ્ડના તમામ પ્રશ્નોનું સોલ્યુશન (ઉકેલ) કરનારી આ ઑઝરવેટરી છે. ધીસ ઈઝ ધી વર્લ્ડસ ઑક્ઝરવેટરી. (આખા જગતની આ અવલોકનશાળા છે.)
પ્રશ્નકર્તા ઃ દાદા, મનમાં અનેક જાતના ગૂંચવાડાઓ, સમસ્યાઓ