________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં.
૨૧૧
૨૧૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ના આવે. પછી ત્રીજી નિરીચ્છક દશા. ઇચ્છા કોઈ પ્રકારની નહીં. તમારે તો કેટલા પ્રકારની ઇચ્છાઓ હશે ?
પ્રશ્નકર્તા : સર્વ પ્રકારની.
દાદાશ્રી : તે અમુક લિમિટ હશે ને ? અમુક ઉંમર સુધી જ રાખવાની ને ? પછી તો રાખવાની નહીં ને ?
પ્રશ્નકર્તા : એવું કંઈ છે નહીં. ‘એજ’ (ઉંમર) સાથે એની કંઈ લિમિટ હોતી જ નથી. લિમિટલેસ છે એ તો.
દાદાશ્રી : તો પછી આપણે કરવાની શું એ ઇચ્છાને ? જ્યારે આપણાથી કશું વળે એવું ના હોય, ઊભુંયે ના થવાતું હોય ત્યારે એ ઇચ્છાને શું કરવાની ?
પ્રશ્નકર્તા : તો પણ ઇચ્છા જતી નથી.
દાદાશ્રી : ઇચ્છાને કહીએ, તું જતી રહે અહીંથી. તમારે સંકલ્પવિકલ્પ કાઢવા છે કે નથી કાઢવા ? નિર્વિકલ્પી થવું છે ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો તમારે આ બધું વિજ્ઞાન સમજવું પડશે.
પ્રશ્નકર્તા : પણ ત્યારે સંકલ્પ-વિકલ્પ થયા કરે કે આ સાચું ને આ ખોટું.
દાદાશ્રી : સંકલ્પ-વિકલ્પ બંધ કરે એ જ્ઞાની પુરુષ ને આપણા સંકલ્પ-વિકલ્પ બંધ થઈ ગયા કે મુક્તિ થઈ ગઈ.
સંકલ્પ-વિકલ્પ તમારે બંધ કરવા છે કે થોડા રહેવા દેવા છે ? થોડા રહેવા દો ને, કામ લાગશે ? સંકલ્પ-વિકલ્પ બંધ થઈ જાય તો તમે નિર્વિકલ્પ સમાધિમાં રહો.
મતતું વિરોધાભાસી વર્તત ! આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં કંટાળો નથી આવતો ?
પ્રશ્નકર્તા : માણસની મનની સ્થિતિ કેવી છે, એના ઉપર આધાર રાખે છે.
દાદાશ્રી : મનની ગમે તેવી સ્થિતિ હોય, પણ મન ક્યારે બગડે એનું, કહેવાય નહીં ને ! ગમે તેવો માણસ હોયને, કારણ કે મનનો સ્વભાવ કેવો છે ? જગતના લોકો એના સ્વભાવથી જરા અજાણ છે. એટલે એમ સમજે છે કે હવે વાંધો નહીં, મારું મન સારું થઈ ગયું.
પણ અહીં આગળ ગજવું કાપે, ત્યાં પછી દાન આપી દે એટલે મનનો સ્વભાવ એવો છે. ઘડીમાં રાક્ષસી થઈ જાય છે, ઘડીમાં દયાળુ થઈ જાય છે. ઘડીમાં ચોર થઈ જાય છે, ઘડીમાં દાનેશ્વરી થઈ જાય છે. મનનો સ્વભાવ કોઈ ડિઝાઈન કરી શકે તેમ નથી. તે ડિઝાઈનમાં આવે એવી વસ્તુ નથી. તમારે તમારી મેળે જોયા જ કરવાનું કે શું થઈ રહ્યું છે. મન શું વિચાર કરે છે ને શું નહીં. ઘડીકમાં મન દાન આપવાના વિચાર કરે, ઘડીકમાં ચોરી કરવાના વિચાર કરે, બન્નેય વિરોધાભાસી વિચાર આવે, એનું નામ જ મન.
‘ભરતી-ઓટ મનસાગરની, નિશ્ચિત અને વ્યવસ્થિતમાં.’
ભરતી-ઓટ મનસાગરની નિશ્ચિત અને વ્યવસ્થિત છે. હા, મન છે તે એમાં બધી જાતનો માલ નીકળે. વિરોધાભાસ સ્વભાવનું છે. ઘડીકમાં પૈણવાનો વિચાર આવે, પછી રાંડવાનો વિચાર આવે. આમ ગજવું કાપે અને તેને ગજવામાંથી ત્રીસ જ રૂપિયા હાથમાં આવ્યા હોય, તે બહાર નીકળે ને કોઈ પતિયો દેખે કે તરત જ દસની નોટ આપી દે. અલ્યા, પતિયાને આપવા હારુ જોખમ ખેડ્યું ? તે મનનો સ્વભાવ હું તમને કહું છું. પછી વીસ વધ્યાને, તે ઘેર ગયો. ત્યારે એની બેન આવી હોય, તો એ જાણે કે ઓહોહો, બેન ઘણે દહાડે આવી છે, તે વીસ રૂપિયા બેન તું લેતી જા. આવું ! એટલે વિરોધાભાસ હોય. તેથી લોક અકળાઈ જાય ને ! તેય કાયદેસર છે, વ્યવસ્થિતમાં. નવું કશું ના આવે એમાં.