________________
પ્રાકૃત ભાવો છે. આત્મભાવો તે નથી જ. પોતે અનંત શક્તિનો ધણી, તેને કોઈ શું કરી શકે ? એમ શૂરવીરતા જ નિઃશંકતામાં પરિણમે છે !
શંકાની સામે જાગૃતિ વધારવાની જ જરૂર છે. ને જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય. ને ત્યાર પછી શંકા પણ નિર્મુલનપણાને પામે છે.
આપણા પર કોઈ શંકા કરે, તે કંઈ ગમ્યું નથી. આમાં આપણો જ કંઈક દોષ છે. ભલે અત્યારનો નહીં હોય તો પાછળનો, તો જ આવું બને. કાયદાની બહાર જગત એક સેકન્ડ પણ ગયું નથી.
મિથ્યાજ્ઞાન પર વહેમ એક જ્ઞાની પુરુષ જ પાડી આપે. અને જે જ્ઞાન પર શંકા પડી, તે જ્ઞાન ઊડી જાય. સાચા જ્ઞાન પર ક્યારે ય શંકા ના પડે. | ‘પોતે કોણ છે ?” પોતાના નામધારીપણા પર તો ભવોભવથી નિઃશંક છે, ત્યાં શંકા કરવાની છે ! પોતાની અવળી ગાઢ માન્યતાઓ પર શંકા પડે તો સમકિત થવાની તૈયારીઓ ગણાય.
આત્મા શું હશે ? કેવો હશે? એ સંબંધની શંકા જવી અતિ કઠિન છે. ક્રોધ-માન-માયા-લોભ કોના ગુણો હશે, એ શી રીતે સમજાય ? એ તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ સમજાવે તો જ સમજાય ને તો શંકાથી મુક્ત થાય.
આત્મા કેવો હશે ? શું હશે? એની વિચારણામાં જીવન વિતાવવાનું છે, નહીં કે બેડરૂમમાં ને સિનેમા-હોટલોમાં !!
જાત જાતના સંદેહ ક્યારે જાય ? વીતરાગ ને નિર્ભય થાય ત્યારે.
આત્માની શંકા કોણ કરે છે? મૂળ આત્માને એવી શંકા જ નથી. આ તો ‘પોતે જ “મૂળ આત્માની શંકા કરે છે.
આત્માસંબંધી નિઃશંક થાય, તેને નિરંતર મોક્ષ જ છે ને !
અત્યાર સુધી જે જ્ઞાન લઈને ફર્યા, જે જે જ્ઞાનનાં સાધનો કર્યા, તે સર્વ પર શંકા પડી ત્યાંથી માંડીને આત્માસંબંધી સંપૂર્ણ નિઃશંકતા ના થાય ત્યાં સુધીની અધ્યાત્મમાં શંકા કહી. એ નિઃશંકતા થયે નિર્ભયપદ પ્રાપ્ય
બને ! અને નિર્ભયતા ત્યાં સર્વ સંગોમાં ય અસંગતા !
અક્રમ વિજ્ઞાનની અજાયબ બલિહારી છે કે એક કલાકના અદ્ભુત જ્ઞાનપ્રયોગથી પોતે આત્માસંબંધી કાયમનો નિઃશંક બની જાય છે.
પુસ્તક વાંચી આત્માસંબંધી શંકા ના જાય. ત્યાં તો પ્રત્યક્ષ જ્ઞાની જ જોઈએ. વધારે જાણ્યું તેની વધારે શંકા. ‘હું કંઈ જ જાણતો નથી’ થતાં જ નિઃશંકતા. જેનાથી કષાય જાય તે જાણેલું સાચું ! જ્યાં શંકા ત્યાં સંતાપ. નિરંતર નિઃશંકતા એ નિશાની છે. આત્મા જાણ્યાની.
શંકા પડવી એ એક પ્રકારની જાગૃતિ છે. “આ મેં કહ્યું કે કોણે કર્યું?” એ શંકા પડવી એ ઊંચી જાગૃતિ કહેવાય. “હું તન્મયાકાર થઈ ગયો.” એવી જે શંકા પડે છે, એ પણ એક પ્રકારની જ્ઞાનજાગૃતિ જ છે. અંતિમ જ્ઞાન જાગૃતિમાં તો ‘તન્મયાકાર થવાનું જ નથી” એવું ભાન જ રહે.
જ્ઞાની પુરુષની દશામાં વ્યવહાર બધો પુદ્ગલ કરે ને પોતે વીતરાગ રહે. પ્રતિ પળ વ્યવહારમાં હોવા છતાં કશાની નોંધ નહીં. નોંધ થાય તો દ્રષ્ટિ મલિન થઈ જાય. આ જ્ઞાની પુરુષની આંખમાં નિરંતર વીતરાગતા જ ભળાય.
સાચો પ્રેમ ત્યાં નોંધ નથી. નોંધ નહીં ત્યાં ટેન્શનરહિત દશા !
જગતનો પ્રેમ નોંધવાળો પ્રેમ છે, એને આસક્તિ કહેવાય. જે પ્રેમમાં વધ-ઘટ થાય, તે આસક્તિ કહેવાય.
‘તે દહાડે તમે મને એવું કહ્યું હતું’ એવું મહીં થતાં જ નોંધ થઈ કહેવાય ને પરિણામે ત્યાં પ્રેમ પરવારી જાય. જે પોતાની ગણાય એવી પત્નીની પણ નોંધ રાખી, તેનાથી જ પ્રેમમય જીવન પણ વિષમય બની જાય.
નોંધ રાખવી એ ખોટું છે’ એ પ્રથમ એની પ્રતીતિમાં બેસે. પછી તે અનુભવમાં આવે. પછી આચારમાં આવે. આચારમાં લાવવામાં આ સાયન્ટિફિક રીત છે.
નોંધ હોય તો ત્યાં મનમાં વેર રહે. નોંધ ના રાખીએ તો અરધું દુ:ખ ઊડી જાય. જ્ઞાની પુરુષને તો ક્યારેય નોંધ ના હોય. આપણે નોંધ
19