________________
તૂટી ત્યાં શાં સુખ ભોગવવાં ? કળિયુગમાં વાઈફ પોતાની થાય નહીં. નર્યું કપટ અને દગાફટકા-વૃત્તિઓ જ એમાં વહેતી હોય ! તો પછી શંકા રાખવા જેવું રહ્યું જ ક્યાં ? એક પતિવ્રત ને એક પત્નીવ્રત એ જ શ્રેષ્ઠ ચારિત્ર, નહીં તો પછી સંડાસ જ કહેવાય ને ? - જ્યાં બધા જ જાય !! એક વિષયની લાલચ જ શંકા જન્માવે છે ને ? વિષયથી છૂટ્યા તો શંકાથી ય છૂટ્યા. નહીં તો આ ભવ તો બગડે ને અનંત અવતાર બગાડી નાખે !
મોક્ષે જનારાએ શંકાનો નિષેધ કરવો.
શંકા થતાં જ સામા જોડે જુદાઈ પડી જાય. શંકાના પડઘા સામા પર પડ્યા વગર રહે નહીં. માટે શંકા રાખવી નહીં ને શંકા પડવાની થાય ત્યાં જાગૃત રહી એને ઉખેડી નાખવી.
દીકરીઓ કોલેજમાં જાય ને મા-બાપને તેમના ચારિત્ર પર શંકા પડે તો શું થાય ? દુઃખનું જ ઉપાર્જન થાય પછી ! ઘરમાં પ્રેમ પમાતો નથી, તેથી છોકરાં બહારના પાસે પ્રેમ ખોળવા જતાં લપસે છે. મિત્રની જેમ પ્રેમપૂર્વક રહે તો આ પરિણામ ટળે. છતાં દીકરીનો પગ આડે રસ્તે પડી ગયો તો કંઈ ઘરમાંથી કાઢી મૂકાય છે ? પ્રેમપૂર્વક આશરો આપીને નુકસાન સમેટી લેવું જ રહ્યું ! પહેલેથી જ સાવધાની આવકારપાત્ર છે પણ શંકા તો નહીં જ !
જ્યાં શંકા નથી ત્યાં કોઈ પ્રકારનાં દુઃખ રહેતાં નથી.
શંકા પડવી એ ઉદયકર્મ છે પણ શંકા રાખવી એ ઉદયકર્મ નથી. એ શંકાથી તો પોતાનો ભાવ જ બગડે છે.
શંકા એ મોટામાં મોટી નિર્બળતા છે, આત્મઘાતી છે એ.
જ્ઞાની પુરુષ પર કોઈ શંકા વ્યક્ત કરે તો જ્ઞાની પુરુષ જાણે બધું ય છતાં કંઈ જ બન્યું ના હોય તેવી સહજ દશામાં જ વર્ષે અને શંકા કરનારા જોડે ય કિંચિત્ ભેદ એમનામાં ના હોય. એમની અભેદતા જ સામા માણસને શંકામાંથી મુક્ત કરાવે.
શંકા કરવા કરતાં તો તમાચો મારવો સારો કે ઝટ ઉકેલ આવી જાય પણ શંકા તો દિન-રાત કોરી ખાય, ઠેઠ મરતાં સુધી.
17
શંકાશીલનું કોઈ કાર્ય સિદ્ધ જ ના થાય. નિઃશંકતાને જ સિદ્ધિ વરે. નિઃશંકપણાથી શંકા જાય.
મરવાની શંકા કોઈને થાય ? ત્યાં તો ઝટ ખંખેરી નાખે.
પ્રગટ જ્ઞાની પુરુષ ઉપલબ્ધ છે ત્યાં સુધી તો તમામ પ્રકારની શંકાઓનાં નિઃશંક સમાધાન થાય એવું છે ને તો જ મોક્ષમાર્ગે સહેજે ય આડખીલી નહીં આવે.
શંકામાં બે ખોટ. એક તો પોતાને પ્રત્યક્ષ દુઃખ ભોગવવાનું ને બીજું સામાને ગુનેગાર દેખ્યો !
અક્રમ વિજ્ઞાન શું કહે છે કે શંકા-કુશંકા કરનારને ‘પોતે’ કહેવું કે શંકા ના રાખશો. કહેનાર જુદો ને કરનાર જુદો !
એક્સિડન્ટની શંકાવાળા ડ્રાયવરને ગાડી સોંપાય ? શંકાશીલનો સાથ જ ન કરાય. નહીં તો પોતાને ય શંકામાં નાખી દે.
જેને શંકા પડે તેને જ મુશ્કેલી આવે એ કુદરતનો કાયદો છે અને જે શંકાને ગાંઠે નહીં એને કોઈ અડચણ જ નથી.
આંખે દીઠેલું ખોટું ઠરે એવા જગતમાં શંકા શું સેવવી ?
શંકાનું એક જ બી આખું જંગલ કરી નાખે ! શંકાનો છેદ તો બીજ ગણિતની જેમ ઉડાડી દેવો. છેવટે જ્ઞાનપૂર્વક પોતે પોતાની જાતથી જુદા રહીને શંકા કરનારને ધમકાવી, લઢીને ય શંકા ઊડાડવી.
શંકા કર્યાનો ભોગવટો તુરત આવે જ. પણ જોડે જોડે નવું બીજ નંખાય તે આવતા ભવે ય ભોગવટો લાવે !
શંકા યથાર્થ પ્રતિક્રમણથી દૂર થાય. શંકા સામે પ્રતિક્રમણ કરવાનાં છે, નિષ્ફિકરા નથી થવાનું. જેણે શંકા કરી, જે અતિક્રમણ કરે છે તેની પાસે પ્રતિક્રમણ કરાવવાનું છે.
પુરુષ થયા પછી મહીં મન આડું-અવળું દેખાડે તો તેને કેમ ગાંઠીએ ? લેપાયમાન ભાવો એ બધા પુદ્ગલ ભાવો છે, જડ ભાવો છે,
18