________________
આપ્તવાણી-૯
૧૨૧ દાદાશ્રી : કશું નહીં, એની મેળે જ “એડજસ્ટમેન્ટ' લેશે. તમારે જોયા કરવાનું કે “ઓહો, ચંદુભાઈને શંકા આવી છે ! અને શંકા આવે એટલે એ સંતાપમાં હોય જ. ભયંકર દુ:ખી હોય, પાર વગરનાં દુ:ખ હોય એને. કારણ કે ભગવાને કહ્યું કે શંકા એ જ મોટામાં મોટો ગુનો છે અને તે એને તરત જ દુ:ખ આપે છે. એ શંકા સામાને દુઃખ આપતાં આપશે, આપશે ત્યારની વાત ત્યારે. પણ પોતાને ભયંકર દુઃખ આપે છે અને પ્રતિભાવ કરવાથી તો શંકાનું દુ:ખ વધે છે.
પ્રશ્નકર્તા : એટલે શંકા વખતે અમારે જાગૃતિ રાખીને છૂટા રહેવાનું?
દાદાશ્રી : એ વખતે તો છૂટા રહેવાનું, પણ કાયમને માટે છૂટા રહેવાનું. એક દહાડો રાખી જુઓ, અઠવાડિયામાં એક દહાડો રાખી જુઓ. તમને સમજ પડશે કે બીજે દહાડે એવું રાખીએ તો વાંધો નહીં આવે. પડી નહીં જવાય.
પ્રશ્નકર્તા : પડવા કરતાં ગૂંચવાડો થઈ જાય છે, એનો વાંધો આવે
૧૨૨
આપ્તવાણી-૯ કેવી રીતે પોતે ઉકેલ લાવે ?
દાદાશ્રી : એ સંશય રાખે છે એવું આપણે જ્ઞાન જ ભૂલી જવાનું. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન જ ભૂલી જવાનું. સામો સંશય રાખે છે કે નથી રાખતો. એ શું તમને ખબર પડે ?
પ્રશ્નકર્તા : મને આવી આવી શંકા છે, એવું મોઢે કહે તો ?
દાદાશ્રી : મોઢે કહે, તો કહીએ, ‘શંકા તમને છે, દુઃખી તમે થશો. શંકા રાખશો તો દુઃખી થશો.’ એવું કહી ચુકીએ. પછી જે થાય, તેને આપણે શું કરીએ ?! અને તમારાં એવાં આચરણ નહીં હોય તો તમને કોઈ શંકા કરશે ય નહીં. જગતનો નિયમ જ છે એવો ! કો'ક દહાડો એવાં આચરણ કરેલાં છે, તેથી આ શંકા ઊભી રહી છે. કારણ કે ગુનો થયો હતો પચ્ચીસ વર્ષનો હતો ત્યારે અને સાઠ વર્ષનો થાય ત્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ! આ આવું બધું હોય છે બધું. માટે કોઈ શંકા કરે છે તે આપણો જ ગુનો છે.
પ્રશ્નકર્તા : એને આપણા પર સંશય આવ્યો હોય તો આપણે પૂછવું પડે કે કેમ સંશય આવ્યો ?
દાદાશ્રી : પૂછવામાં મઝા જ નહીં. એ પુછવું નહીં, આપણે તરત જ સમજી જવું કે આપણો કંઈક દોષ છે. નહીં તો શંકા કેમ આવી ? કેટલાંક માણસો ચોર નથી હોતા, છતાં એના પર ચોરીની શંકા આવે છે. તો એ ચોર પહેલાં હોવો જોઈએ. નહીં તો એમ ને એમ શંકા ના પડે.
પ્રશ્નકર્તા : સામાં માણસની દ્રષ્ટિ એવી હોય તો શું કરીએ આપણે ?
દાદાશ્રી : ના, સામાની દ્રષ્ટિ એવી નથી હોતી. એ આપણી જ ભૂલનું પરિણામ છે. એટલું જગત ગેરકાયદેસર નથી કે તમારામાં ભૂલ ના હોય તો સામાને દ્રષ્ટિ આવી ઉત્પન્ન થાય. જગત બિલકુલ કાયદેસર, એક સેકંડે સેકંડ કાયદેસર છે !
ભોગવે એની ભૂલ” એ વાક્ય લગાડી દીધું કે ઉકેલ આવી ગયો.
દાદાશ્રી : એ ગૂંચવાડો તો પહેલાંની પ્રેક્ટિસ છે ને, તે જતી નથી. છૂટતી નથી એ. બાકી, હવે શંકાની જરૂર જ નથી.
પ્રશ્નકર્તા : અમે છૂટા પડીએ એટલે એ શંકા તૂટી પડે છે ? દાદાશ્રી : હા, શંકા એની મેળે વીખરાઈ જાય છે. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ જ વધારે રાખવાની રહે છે હવે.
દાદાશ્રી : જોનાર હંમેશાં જાગૃત જ હોય. જો જોનાર છે તો જાગ્રત હોય. જ્ઞાતા-દ્રષ્ટા, એ જાગ્રત હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. બાકી, અજાગૃતિ એટલો માર પડે.
સામાતા સંશયતી સામે ! પ્રશ્નકર્તા : હવે સામો કોઈ આપણા ઉપર સંશય રાખે તો એનો