________________
૧૨૦
આપ્તવાણી-૯ પુદ્ગલ ભાવો છે. પણ તે અજ્ઞાનીને અથડામણ થઈ જાય, કારણ કે એ હાથી થયો નથી ને ! અજ્ઞાની માણસ તરત ભળી જાય, વાર જ નહીં.
આપ્તવાણી-૯
૧૧૯ દાદાશ્રી : ના. બેફામ રહે તો માર પડશે. બેફામ થાય ને નિર્ફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા?
પ્રશ્નકર્તા: તો પછી ત્યાં ઔપચારિક ‘એકશન’ કયું લેવું જોઈએ?
દાદાશ્રી : બીજું શું ‘એકશનમાં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ “એકશન’ છે.
પ્રશ્નકર્તા : એટલે આપણા આ “જ્ઞાન” પછીનો પુરુષાર્થ કયો ? પસ્તાવો કરવાનો કે ભાવમન ઉપર છોડી દેવાનું?
દાદાશ્રી : ભાવમન તો આ ‘જ્ઞાન’ પછી રહેતું જ નથી. પણ જેને આ ‘જ્ઞાન' કાચું રહ્યું હોય, તેને ભાવમન હોય વખતે મહીં જરાક. બાકી, ભાવમન હોતું નથી. “જ્ઞાન” કચાશવાળું પરિણામ પામ્યું હોય, આ “જ્ઞાન” પૂરેપૂરું સાંભળ્યું ના હોય કે આ ‘જ્ઞાન પૂરેપૂરું બોલ્યો ના હોય, તો તેને મહીં કાચું પડી જાય. તે આ તો કેટલીક વખત નવું ‘એન્જિન' ય ચાલુ ના થાય, એવું બને ને ?
એટલે પસ્તાવો એકલો જ કરવાનો અને પસ્તાવો તે ય આપણે નહીં કરવાનો. આપણે આપણી જાત પાસે પસ્તાવો કરાવવાનો કે, ‘તમે પસ્તાવો કરો. તમે આમ છો, તેમ છો.’ એવું ‘તમારે ‘ચંદુભાઈને કહેવાનું. એવું ‘તમે' ગમે એટલું વઢો તો કોઈ ફરિયાદ કરે ‘તમારી’ પર ?
પુદ્ગલભાવતે ગાંઠવા નહીં ! એટલે શંકા પડે તો બધું ચોંટી પડે. મહીં જે બેસી રહ્યાં છે એ બધાંય ચોંટી પડે. એ ચેતનભાવ ન્હોય, જડભાવો ચેતનને શું કરી શકે ?
- હવે પુરુષ થયા પછી આડાઅવળા વિચારો ના આવે, ને આવે તો એને સાંભળવાના નહીં. એ બધા પુદ્ગલભાવો છે. એટલે એ આવે તો એને આપણે ગાંઠીએ નહીં. પછી કોઈ નામ જ ના દે ને ! કૂતરાં ભસે એટલું જ. હાથીની પાછળ કુતરાં ભસે ને, તે હાથી પાછળ જુએ નહીં. એ સમજી જાય કે કૂતરાં છે. કુતરાં સો-બસો હોય ને કોઈ હાથીની પાછળ ભસતા હોય તો એ જુએ પાછળ કે કોણ કોણ ભસે છે ? એવું, પેલાં
‘કોઈ કશું જ કરનાર નથી’, એનું નામ શૂરવીરતા કહેવાય. એ પુદ્ગલ અને આપણે ચેતન, આત્મા, અનંતશક્તિવાળા !
પ્રશ્નકર્તા : એ વિચાર ને એ બધું આવશે ત્યારે દેખ લેંગે.
દાદાશ્રી : આવે જ શી રીતે પણ ? દેખ લેવાનું ય ના રહે અને આવે તો આપણે શું લેવાદેવા ? એ જુદી વાત છે, આપણી જુદી નાત. નાત જુદી, જાત જુદી ! એટલે કશું થતું નથી. આ તો કશું થઈ ગયેલું જોયું ય નથી. આ તો ખાલી શંકાઓ છે અને શંકા પડે છે તે ય પુદ્ગલભાવ છે. કશું થાય નહીં, ને આપણો ‘વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી' છે ખાલી. હા, એ જો કદી ચેતનભાવ હોત તો હરાવી પાડે. પણ એવું તો નથી. પછી શું ?! એ જડ વસ્તુઓ છે, તે ચેતનને શું કરી શકે ? એ જો ચેતન હોય તો વાત જુદી છે. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ જડબાવો કહ્યું અને પોતે નિર્લેપ જ છે. પછી શું લેપાયમાન કરવાના ? પેલા જડભાવો ને પ્રાકૃતભાવો છે એવું આપણે બોલીએ છીએ ને?
પ્રશ્નકર્તા : બોલીએ છીએ ને !
દાદાશ્રી : તો પછી એ પ્રશ્ન જ ઊભો ના થાય ને, કે ‘આવું શું હશે ને શું નહીં !” મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ જડભાવો, પ્રાકૃતભાવો, છે, ચેતન ભાવ નથી. એ જાતિ જુદી, વેષ જુદા. એને અને આપણે શું લેવાદેવા ?
શંકા' સામે જ્ઞાતજાગૃતિ ! પ્રશ્નકર્તા : હવે શંકા આવી તે વખતે શું કરવાનું રહે છે અમારે આ “જ્ઞાન” પછી ?
દાદાશ્રી : તમારે જોયા કરવાનું, શંકા આવે છે તે. પ્રશ્નકર્તા : શંકાને આમ અમારે કોઈ પ્રતિભાવ ફેંકવાનો નથી ?