________________
૭૧
આપ્તવાણી-૯ સુધી વ્યવહારમાં ‘સેટલ' થાય નહીં. જે વ્યવહારમાં જ છે, એને તો વ્યવહારનું ભાન જ ના હોય ને ! વ્યવહારનો આગ્રહ હોય, વ્યવહારમાં જ હોય. એટલે વ્યવહારની એને ખબર જ ના હોય ને ! “જ્ઞાની પુરુષ' વ્યવહારની બહાર હોય. એટલે એમની વાણી જ એવી નીકળે કે બધું આપણને “એકઝેક્ટ થઈ જાય. શંકા કાઢયે જાય નહીં, ‘જ્ઞાની પુરુષ'ના કહેવાથી શંકા જતી રહે. બાકી, શંકા કાઢ્ય ના જાય, ઊલટી વધે.
શંકા તુકસાન જ કરાવે ! બહાર તો બીજા લોકો ઊલટાં કહે, જેને પૂછવા જાય ત્યારે કહે, ‘ભાઈ, સાચી વાત હોય તો ય શંકા થાય ને ! શંકા ના થાય તો આપણે માણસ શાનાં ? જાનવરમાં કંઈ શંકા થાય છે ? આપણે મનુષ્ય છીએ એટલે આ છોડીઓ ઉપર શંકા તો થાય જ ને !' એવું શિખવાડે. હું શંકા શાથી ઉડાડી દઉં છું? કારણ કે શંકા તો કશી ય “હેલ્પ’ કરશે નહીં. એક તસુવાર, એક વાળ જેટલી ય “હેલ્પ’ કરશે નહીં ને નુકસાન પાર વગરનું કરશે. એટલે હું શંકા ઉડાડી દઉં છું. શંકા જ “હેલ્પ’ કરતી હોય તો મારાથી એવું ના બોલાય. દસ ટકા ય શંકા “હેલ્પ” કરતી હોય ને નવું ટકા નુકસાન કરતી હોય તો ય મારાથી ના બોલાય. આ તો એક વાળ પૂરતી “હેલ્પ' નથી કરતી ને નુકસાન પાર વગરનું !
શંકા તો ઠેઠ મરણ કરાવે ! અને આ શંકા એ જ વિનાશનું કારણ છે. શંકાએ જ મારી નાખ્યા લોકોને, અને શંકા પડી તો શંકાનો “એન્ડ’ ના હોય. શંકાનો ‘એન્ડ’ આવે નહીં, એટલે માણસ ખલાસ થઈ જાય.
બનતાં સુધી સ્ત્રીઓ શંકા આવી હોય તો ય ભૂલી જાય. પણ જો કદી યાદ રહી ગઈ તો શંકા જ એને મારી નાખે ને પુરુષો તો શંકા ના આવી હોય તો ય ઊભી કરે. સ્ત્રી શંકા રાખે એટલે પછી એ ડાકણ કહેવાય. એટલે ભૂત ને ડાકણ બેઉ વળગ્યું. એ પછી મારી જ નાખે માણસને. હું તો પૂછી લઉં કે કોની કોની પર શંકા થાય છે ? ઘરમાં હઉ શંકા થાય છે બધે ? આડોશી-પાડોશીઓ, ભાઈઓ, બઈના પર, બધા પર શંકા થાય છે ? તો
૭૨
આપ્તવાણી-૯ ક્યાં થાય છે ? તમે મને કહો તો હું તમને સમું કરી આપું.
બાકી, આ શંકા એ તો ચેપી રોગ ફેલાયેલો છે. એ શંકા કરનાર બહુ દુઃખી થાય ને ! મુશ્કેલી ને !! આ તો શંકાશીલ થયા એટલે પછી બધાં ઉપર શંકા પડે. અને આ દુનિયામાં શંકાશીલ અને મરેલો, બે સરખાં જ છે. જે માણસને બધે શંકા આવ્યા કરતી હોય તે શંકાશીલ. શંકાશીલ ને મરેલો, બેમાં ફેર નથી. એ મરેલું જીવન જીવે.
સુંદર સંચાલન ત્યાં શંકા શી ? શંકા કોઈ વસ્તુ પર નહીં રાખવાની. શંકા એ મહાદુઃખ છે. એના જેવું કોઈ દુ:ખ જ નથી.
આ રાતે તમે હાંડવો ખાધેલો ? અને તે હાંડવો ખઈને પછી સહેજ દૂધ પીને સૂઈ ગયેલા કે નહીં સુઈ ગયેલા ? તો પછી મહીં તપાસ કરી નહીં કે મહીં પાચકરસ પડ્યા કે પિત્ત પડ્યું કે ના પડ્યું. એ બધું ? ‘બાઈલ' કેટલું પડ્યું, કેટલાં પાચકરસ પડ્યા, એ બધી તપાસ કરી નહીં ?
પ્રશ્નકર્તા : એ બધું તો થવાનું જ ને ! એ ‘ઓટોમેટિકલી’ થવાનું જ છે. એ કંઈ તપાસ કરવાની શી જરૂર !
દાદાશ્રી : તો આ બહાર ‘ઓટોમેટિક” નહીં થતું હોય ? આ અંદર તો આવડું મોટું સરસ ચાલે છે. બહાર તો કશું કરવાનું જ નથી. અંદર તો લોહી, યુરિન, સંડાસ બધું જુદું કરે છે, કેવું સુંદર કરે છે ! પછી, બચ્ચાવાળી મા હોય તો દૂધ એ બાજુ મોકલે. કેટલી તૈયારી છે બધી ! ને તમે તો નિરાંતે ઊંઘો છો ઘોર ! ને મહીં તો સરસ ચાલે છે. કોણ ચલાવે છે આ ? અંદરનું ચલાવે છે કોણ ? ને એની પર શંકા નથી પડતી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો બહારની ય શંકા ના કરાય. અંતઃકરણમાં જે થઈ રહ્યું છે તે જ બહાર થાય છે, તો શું કરવા હાય હાય કરો છો ? વચ્ચે મહીં હાથે શું કરવાં ઘાલો છો તે ? આ ઉપાધિ શા સારુ વેઠો છો તે ?! વગર કામની ઉપાધિ !!