________________
આપ્તવાણી-૯
૬૯ કરે કે “સાપ આવશે કે શું? આવશે કે શું ?” એ સાપ આવે તો શું લઈ લેવાનો હતો ? ગજવામાંથી કંઈ લઈ લેવાનો હતો ?
પ્રશ્નકર્તા : ગજવામાંથી લઈને એ શું કરે ? દાદાશ્રી : ત્યારે શું કરે છે ? પ્રશ્નકર્તા : ડંખ મારે.
દાદાશ્રી : શા હારું ? કાયદેસર હશે કે ગેરકાયદેસર ? આ દુનિયામાં ગેરકાયદેસર એક ક્ષણવાર કોઈ ચીજ થતી જ નથી. જે જે થાય છે એ કાયદેસર જ થાય છે. માટે એમાં ભૂલ ખાતા નહીં. જે થાય છે એ કાયદેસર વગર થતું જ નથી. માટે એમાં શંકા ના કરશો. જે થઈ ગયું એ કાયદેસર જ હતું. હવે ત્યાં આપણું જ્ઞાન શું કહે છે ? કે “સાપ પેસી ગયો તો મેલ ને છાલ, ‘વ્યવસ્થિત છે. સૂઈ જાને, છાનોમાનો !” તે આપણું જ્ઞાન તો એને નિઃશંક ઊંઘાડે !
- આવું તો અમે ઘણી જગ્યાએ સૂઈ ગયેલા. કારણ કે અમારો ધંધો બધો જંગલમાં ને, તે અમે આવું ઘણી જગ્યાએ સૂઈ ગયેલા. એ સાપ આ બાજુ સૂઈ રહ્યો હોય, આપણને ય દેખાય. પછી સવારમાં ઊઠીએ ત્યારે આપણે જોઈએ કે પેલો સાપ હજુ અહીં સૂઈ રહ્યો છે. તે એ ય સૂઈ રહ્યો હોય ને આપણે ય સૂઈ રહ્યા હોય. ત્યારે જંગલમાં એ બિચારો
ક્યાં જાય ? એને જ્યાં જગ્યા મળે ત્યાં ઘર એનું. એને કંઈ સાસરીયે નહીં ને ! આપણે તો સાસરીમાં ય બે દહાડા જઈ આવીએ !!
તેથી અમે ‘વ્યવસ્થિત’ કહ્યું છે કે, “એકઝેક્ટનેસ' છે. એમાં મીનમેખ ફેરફાર નથી.
પ્રત્યેક પર્યાયમાંથી પસાર ! આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે. ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલાં બધાં પૃથક્કરણ થાય ? એંસી વર્ષમાં કેટલાંક પૃથક્કરણ થાય તે ?! આ તો કેટલાંય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : આટલાં બધાં અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય ?
દાદાશ્રી : આવરણ તૂટયું એટલે. મહીં જ્ઞાન તો, છે જ બધું. આવરણ તુટવું જોઈએ ને ? સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય !
બધાં જ ફેઝીઝનું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક ‘ફેઝીઝ'માંથી હું પસાર થયેલો છું અને દરેક ‘ફેઝ'નો ‘એન્ડ” મેં લાવી નાખેલો છે. ત્યાર પછી “જ્ઞાન” થયેલું છે આ.
ચંદ્રનાં કેટલા ‘ફેઝ’ ? આખા પંદર ‘ફેઝ'. તે પંદર ‘ફેઝ'માં તો આખા જગતને અનંતકાળથી રમાડે છે ! ‘ફેઝ’ આખા પંદર અને આખા જગતને અનંતકાળથી રમાડ રમાડ કરે. એનો એ જ ચંદ્રમાં આજે ત્રીજ કહેવાય છે એટલું જ છે. જગતનાં લોક ત્રીજ કહે છે, પણ ચંદ્રમા તેનો તે જ છે. અને પાછો ચંદ્રમા શું કહેશે ? ‘હું ત્રીજ છું, હું ત્રીજ છું. ત્યારે જગતના લોકો બહાર નીકળીને કહેશે, “શું બોલ બોલ કરે છે તે ? કાલે ચોથ નથી થવાની ? ગઈ કાલે બીજ હતી. બોલ બોલ શું કરે છે તે ?” ચંદ્રમા તેનો તે જ છે. આ બીજ, ત્રીજ, ચોથ, પાંચમ થયા જ કરવાની ! અને એની પરે ય લોક શંકા કરે. ‘ન હોય આ ત્રીજ, આ તો બીજ છે કહેશે. ત્યારે પેલો કહેશે, ‘ત્રીજ છે. આની પરે ય શંકા કરે છે કે આ બીજ છે ?” લે !! શંકાને કંઈ ખોળવા જવાનું છે ?
તેથી તો દુ:ખી છે બધાં, લોકો દુ:ખી છે. એનું કારણ જ શંકા છે. નર્યું દુઃખ, દુ:ખ ને દુ:ખ જ છે. આ વાત તેથી હું સમજવાનું કહું છું ને, કે સમજો, સમજો, સમજો ! બધાં “ફેઝીઝ' સમજવા જેવા છે. જગતનાં તમામ ‘ફેઝીઝ' મારી પાસે આવેલાં છે. એવું એક ‘ફેઝ’ બાકી નથી કે જેમાંથી હું પસાર ના થયો હોઉં ! દરેક અવતારનાં ‘ફેઝીઝ' મને ખ્યાલમાં છે અને દરેક ‘ફેઝના અનુભવવાળી આ વાત છે.
‘તે' “સેટલ' કરે, વ્યવહાર ! ‘જે વ્યવહારની બહાર છે, તે ‘સેટલ’ કરી આપે ! નહીં તો ત્યાં