________________
આપ્તવાણી-૯ સંઘરો કરવાની ઇચ્છા ના હોય કે લાવ બેંકના ખાનામાં મૂકી આવીએ, એવું ના હોય.
એ આડાઈઓ, અંતવાળી ! પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ છીએ છતાં ‘એડજસ્ટ’ નથી થવાતું. એની પાછળ કારણ શું રહ્યું છે ? કાં તો આપણી આડાઈ છે કે કાં તો પછી આપણું ‘વ્યવસ્થિત’ એવું છે માટે આ પ્રયત્નો સફળ થતા નથી ?
દાદાશ્રી : ના, આડાઈ રહી છે એથી. બધી જ આડાઈઓ છે. જેને આડાઈ ગઈ અને પછી બધો ગૂંચવાડો ગયો. તમારે આડાઈઓ જવા માંડી છે તે એક દહાડો ખલાસ થઈ જશે. કારણ કે ટાંકીનો નળ ખુલ્લો મૂકી દીધો છે ને નવી આવક બંધ છે. એટલે ટાંકી એક દહાડો ખાલી થઈ જવાની. હવે આડાઈઓનાં કારખાનામાં નવું ઉત્પાદન થતું નથી ને જુની આડાઈઓ નીકળ્યા કરે છે. એક આડાઈ આવે ને એનો અંત આવે. પછી પાછી બીજી આડાઈ આવે. એ ગઈ કે પછી પાછી ત્રીજી આડાઈ આવે. જેટલી આડાઈ આવે એટલી પછી જાય.
સરળ, છતાં સૂક્ષ્મ આડાઈઓ ! પ્રશ્નકર્તા ઃ આપ્તસૂત્રમાં વાક્ય આવે છે કે, “જ્ઞાન થતાં પહેલાં અમે આખો આડાઈનો સમુદ્ર ઓળંગ્યો. એટલે એક એક આડાઈને અમે ભાંગી ત્યારે આ જ્ઞાન પ્રગટ થયું.”
દાદાશ્રી : હા, બધી બહુ આડાઈઓ હતી. લોકોને દેખાય નહીં, પણ અમને લાગે કે મહીં આડાઈઓ છે. લોકોને જો કે સરળ લાગે. એ નાની નાની આડાઈઓ, સૂક્ષ્મ આડાઈઓ, અહંકારી આડાઈઓ હતી. દેહની આડાઈઓ નહીં, રિસાય એવી નહીં. અહંકારની આડાઈ ! મને પોતાને ખબર પડે કે આ ભાઈની જોડે અવળું ફર્યું છે આ. પેલાને આ ખબર ના પડે.
પ્રશ્નકર્તા : એ આડાઈમાં જાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાની સાચી વાત હોય ને આપણે
૧૮
આપ્તવાણી-૯ બધું અવળું કરીએ તો એ અહંકાર, ગાંડપણ જ કહેવાય ને !
પ્રશ્નકર્તા: તો આડાઈ છે એ અહંકારની જ વિકૃતિ છે ને ? દાદાશ્રી : અહંકાર જ. બુદ્ધિને કશું લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : પણ એ અહંકારની વિકૃતિ જ ને ?
દાદાશ્રી : વિકૃતિ જ. વિકૃતિ એટલે કેવી ? લોક પાછળ કહેશે, ‘જવા દો ને, જરાક કેક છે, એનું નામ ના લેશો.” અલ્યા, ઈજીન ચાલે છે ને હેડ શી રીતે કેક ?!
ત્યાં તો આપણે જ ચેતવાતું ! પ્રશ્નકર્તા : ઘણાં ય એવાં હોય છે કે આપણે સહેજ વાત કરીએ કે ‘ભાઈ, આનું આમ.....’ તો સામે બચકું જ ભરે !
દાદાશ્રી : હા, હોય. પણ તે આપણે વાત કરતાં પહેલાં ચેતવું જોઈએ. નહીં તો શું નું શું થાય ! વઢમ્વઢા થઈ જાય. કારણ કે આપણે શું કહેવા માગીએ એ એને પહોંચે નહીં. એટલે એ આને ઊંધું સમજે. આપણી ભલી લાગણીને એ સમજે નહીં. એને ઊંધું સમજે. એટલે પછી એ સામો થઈ જાય. એટલે આપણે સમજી જવું કે મારી વાત આ ભાઈને પહોંચતી નથી, હું ફોન કરું છું તે આ ભાઈને વાત પહોંચતી નથી. એટલે આપણે આગળ વાત કરવી બંધ રાખવી. ને એની વાત સાંભળ્યા કરવી, પણ આપણી વાત પહોંચાડવી નહીં. એ આપણા ‘પોઈન્ટ”ને સમજતો નથી.
એને “જ્ઞાની' જ પાંસરો કરે ! પ્રશ્નકર્તા : કોઈ આડાઈ કરે ત્યાં શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એ હિંમત લોકોને ના હોય ને ! એ સ્થિરતાનું અમારું કામ. અમારી પાસે તો ફરી આડાઈ કરે જ નહીં ને ! એ આડાઈ કરે તો તે દહાડે કશું જ દેખે નહીં. એ હિસાબ કાઢી જુએ, તે ફરી આડાઈ કરે જ નહીં અમારી પાસે. આ તો આડાઈને ઉત્તેજન મળેલું ને, એટલે આડાઈ વધારે ‘સ્ટ્રોંગ’ થયેલી. આ લોક તો બિચારા નબળા માણસ અને