________________
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : પણ ત્યાં તો અમારાથી ‘આ ખોટું છે' એવું કેટલીક વખત કહેવાઈ જાય છે.
દાદાશ્રી : હા, કહેવાઈ જાય. એ તો અનાદિની ટેવ છે ને, આપણી ! તે આપણને ખબરે ય પડે કે આ ખોટું થયું. એવું કહેવાઈ ગયા પછી ખબર પડે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પણ અનાદિની ટેવ છે. એટલે ‘એકશન-રીએકશન’નો નિયમ છે ને ! એટલે એકદમ કંઈ બંધ ના થાય.
‘તથી થતું' ના બોલાય ! હવે તમારે ‘આડાઈ જતી નથી’ એવું ના કહેવું. કારણ કે હું લોકોને પૂછું છું કે, ‘શું થાય છે ?” ત્યારે એ કહે છે, “સાહેબ, જાણીએ છીએ બધું, પણ થતું નથી.અલ્યા, કઈ જાતનાં માણસો છો ? આત્માની આવી દશા કરી નાખી ?! આત્મા તો જેવો કલ્થ એવો થઈ જાય, એ હું કહું છું, તો ય તમે આવું બોલો છો ? ‘જાણું છું બધું ય, પણ થતું નથી’ કહો છો ? તો પછી આત્મા એવો જ થઈ જાય, પાંગળો થઈ જશે. એવું ના બોલાય કે “જાણું છું બધું ય, પણ થતું નથી.’ ‘થતું નથી’ એવું તો બોલાય જ નહીં. હા, ના થતું હોય તો એ ય જાણ્યા કરો. પણ તેથી કરીને ‘નથી થતું' એમ બોલાય નહીં. મને તાવ કોઈ વખત આવે, તો કોઈ પૂછે કે, ‘તમને તાવ આવ્યો છે ?” ત્યારે હું કહું કે, ‘હા, ભઈ, એ.એમ.પટેલને તાવ આયો છે તે હું જાણું છું.’ ‘મને તાવ આવ્યો’ એવું કહું તો મને ચોંટી જાય. જેવો કલ્પ એવો થઈ જાય તરત. એટલે હું એવું ના બોલું..
આત્માનો મુખ્ય સ્વભાવ, જેવો કલ્પ એવો થઈ જાય. તમે કહો કે હું ભગવાન છું, તો તેવાં થઈ જાવ. અને તમે કહો કે, ‘હું નાલાયક છું તો તેવાં થઈ જાવ. કહેતાંની સાથે જ તે રૂપ થઈ જાવ. ભગવાન થવું જોઈએ એમ કહો, તે ઘડીએ ભગવાન થઈ જાય ખરા, પણ કહેશે, ‘હવે શું કરું તે ?” એટલે તમને આવડે નહીં, તે પાછાં હતા એવાં ને એવા ડફોળ થઈને ઊભા રહો. આવડવું જોઈએ ને ?! આપણે જે પદ
આપ્તવાણી-૯ પામ્યા, ત્યાં આગળ હવે મારે શું કરવું એ આવડવું જોઈએ ને ?! નહીં તો પાછાં હતા તેવાં ને તેવાં થઈ જાવ. એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય, એવો હોવાથી અનેક જાતનાં રૂપો ને રૂપાંતર બધું થયા જ કરે છે. અને ચિંતવે છે તે ય સ્વતંત્રપણે ચિંતવતો નથી. આજુબાજુના ભીડાને લઈને તેવું ચિંતવે છે.
એ જ્ઞાત જ વર્તતામાં ! પ્રશ્નકર્તા: તો આડાઈનું ‘રૂટ કોઝ' શું ? દાદાશ્રી : અહંકાર. પ્રશ્નકર્તા : પણ એ ‘કોઝિઝ' કરેલાં એટલે એની ‘ઈફેક્ટ’ને ?
દાદાશ્રી : આ ‘ઇફેક્ટ' છે. પણ ‘કોઝિઝ' ર્યા ત્યારે ને ! ‘કોઝિઝ' કેવી રીતે પડે છે ? કે પહેલું આડાઈનું જ્ઞાન થાય કે આડા થઈ જઈશું ને, એટલે બધાં ઠેકાણે આવી જશે. એવું એને જ્ઞાન થાય. “ઘરનાં બધાં માણસોને ઠેકાણે લાવવા આડા થઈશું, આડાઈ કામ લાગે ખરેખરી.' એ જ્ઞાન થાય એને. એ પછી આ શ્રદ્ધા બેસે એની. આ શ્રદ્ધા એ જ્ઞાનને ‘સ્ટ્રોંગ” કરે. શ્રદ્ધા વગરનું જ્ઞાન હોય ને, તો તો ઊડી જાય. પણ શ્રદ્ધા બેઠી એટલે શ્રદ્ધા અને મજબૂત કરે. અને પછી એ આડાઈ ચારિત્રમાં આવે અને જો મઝા (!) પછી આવે !
આડાઈઓ દરેકતી જુદી ! પ્રશ્નકર્તા : બધાંને એકસરખી આડાઈ ના હોય ને ?
દાદાશ્રી : આડાઈ જુદી જુદી જાતની હોય. ત્યારે શાકે ય એક જ જાતનાં હોય છે બધાં કંઈ ? શાકે ય જુદી જાતનું, આડાઈ યે જુદી જાતની, કઢીનો સ્વાદે ય જુદી જુદી જાતનો, ‘હાઈટ' ય બધાની જુદી જાતની, રંગે ય બધાના જુદી જાતના. બધું જુદી જુદી જાતનું જ છે ને !
આ “જ્ઞાન’ મળે એટલે આડાઈ જતી રહે અને કોઈને આડાઈ રહી હોય તો એ દેખાય ને ! એની પોતાની ઇચ્છા એને સંઘરવાની ના હોય.