________________
આપ્તવાણી-૯
લે ને ! આ મારું જુદું અને આ એમનું જુદું.
પ્રશ્નકર્તા : એ તો પછી પડે.
દાદાશ્રી : પડેલા જ છે ને ! છૂટો પડે ત્યાંથી જ પડેલો હોય. જ્ઞાતીદશાનું પ્રમાણ !
એવું છે, આ ‘જ્ઞાન’ લીધું એટલે જે આખું પોતાપણું હતું, તે ધીમે ધીમે ઓગળતું ઓગળતું પછી ધીમે ધીમે ઝીરો થાય. ‘ઝીરો’ થાય એટલે એ ‘જ્ઞાની’ કહેવાય. પછી એની વાણીમાં બધો ફેર પડી જાય. પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે. જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય ! બાકી, ત્યાં સુધી બધી વાણી ખોટી. આ બહાર તો, આપણા ‘જ્ઞાન’ લીધેલા સિવાય બીજે બધે તો પોતાપણું હોય અને વાણી બોલે છે. પણ એ વાણી તો વા-પાણી જેવી, વાણી જ નહીં. એ લૌકિક બધું કહેવાય. ને આપણા ‘જ્ઞાન’ લીધેલા હોય એમને પોતાપણું જાય પછી જ બોલાય, નહીં તો બોલાય નહીં.
૪૫૩
અને આપણા ‘જ્ઞાન’ લીધેલા મહાત્માઓમાં કોઈ એકુંય માણસ પોતાનું સ્વતંત્ર એક વાક્ય બોલી શકે છે ? નહીં. ત્યાં સુધી કોઈ ‘મૂળ વસ્તુ’ને પામ્યો નથી. એક વાક્ય ના બોલાય. અને એક વાક્ય બોલે તો
સજ્જડ થઈ જાઉં. બસ, થઈ ગયું ! એટલે હું કહું કે બસ થઈ ગયું !! એક જ વાક્ય મારા સાંભળવામાં આવેને, તો હું સમજી જઉં કે કહેવું પડે આ ! પણ એવું હોય નહીં ને ! વાક્ય શી રીતે નીકળે ?! વાણી એની નીકળે શી રીતે ?!
પ્રશ્નકર્તા : આપનું કહેલું પણ જો પદ્ધતિસર કહેતા હોય તો ય બહુ થઈ ગયું.
દાદાશ્રી : અહીં પદ્ધતિસર કહેતા હોય તો તો સોનું કહેવાય.
‘વિજ્ઞાત’માં વાત જ સમજવી રહી !
પ્રશ્નકર્તા : આ પુરુષાર્થની વાત બહુ મોટી વસ્તુ છે. ‘જ્ઞાન’ પછી
આપ્તવાણી-૯
૪૫૪
રહ્યું આ જ વસ્તુ !
દાદાશ્રી : આ ઝીણી વાત બધાએ સમજેલી ના હોય ને ! આ તો બધું ઠોકાઠોક ચાલ્યા કરે. કેટલી બધી વાત ઝીણી હોય, પણ તે જાણેલું જ ના હોય ને ! સાંભળેલું જ ના હોય ને !!
પ્રશ્નકર્તા : હજુ તો ‘મૂળ આત્મા' આકાશ જેવો સૂક્ષ્મ, ત્યાં સુધી એવી સૂક્ષ્મ વાતને પકડવાની છે ને ?
દાદાશ્રી : હા, એવી ચીજને પકડવાની છે. પણ બહુ દોડવાની જરૂર નહીં. પેટ દુ:ખે એવું દોડવાનું નહીં. વાત જ સમજવાની છે. ‘ઈઝીલી’ સહજ રીતે કરવાનું છે. એટલે વાત જ સમજવાની છે, કરવાનું કશું નથી.
આવું ઝીણું કાંતવાની દરેકની ઈચ્છા હોય જ ને ! ધનવાન થવાની કોને ઇચ્છા ના હોય ? આ લોક આટલા વર્ષ બજારમાં શા હારુ દોડધામ કરે છે ? આ લક્ષ્મી માટે જ દોડધામ છે ને, જગતની ?!
પ્રશ્નકર્તા : પણ આપની પાસે શબ્દાવલંબનથી પછી પ્રગતિમાં ચઢાય ને ? આ શબ્દો પકડી પકડીને ધીમે ધીમે “મૂળ વસ્તુ' સુધી ચલાય ને ?
દાદાશ્રી : હા. એટલે પહેલું આમાંથી ઘૂસે ધીમે ધીમે ! આ દરવાજામાંથી ઘૂસે, પછી બીજા દરવાજા સુધી જવાય. પણ પહેલા દરવાજામાં ઘૂસ્યો જ ના હોય, તેને શું થાય ?
ઓળખતારો જ પામે !
પ્રશ્નકર્તા : આવી ઝીણી વાત નીકળે ને, ત્યારે આપની ઓળખાણ બહુ ઊંચી પડે છે તે વખતે, આપની દશાની બહુ અદ્ભુતતા લાગે, ‘અક્રમ વિજ્ઞાન’ની અજાયબી લાગે.
દાદાશ્રી : બધાને ઓળખાણ સમજાય નહીં. ઓળખાણ સમજવું એ સહેલી વાત છે ?! ઓળખાણ સમજણ પડી ને, તેને તે રૂપ થઈ જાય. ઓળખાણ પડવું સહેલી વાત નથી ને ! હા, અમારું આપોપું ગયેલું જેને દેખાય છે તેને બહુ મોટી વાત સમજાઈ. એ ‘આપોપું’ સમજી ગયો.