________________
આપ્તવાણી-૯
૪૩૫
દાદાશ્રી : તરત ? પ્રશ્નકર્તા: તરત જ. ઊતરી જ જાય ને !
દાદાશ્રી: ‘નહીં ઊતરું” એવું ના કહે ? પણ પછી આગળથી થોડેક છેટે જઈએ, ને પછી બોલાવે ‘આવો'. તો આવે ને ? મોઢા પર ફેરફાર કશો ના થાય ને ?
એટલે શું કહ્યું છે ? આવું નવ વખત રહે તો હું કહું કે તું ‘દાદો’ થઈ ગયો જા. આવું નવ વખત કરે ને નવ વખતે ઊતરી જાય અને નવેય વખત ઉતારનારને તું કર્તા ના માને, બોલાવનારને ય કર્તા ના માને, ‘વ્યવસ્થિત'ને જ કર્તા માને. અને પાછા બોલાવે તો ય મનમાં કશું યે નહીં, પણ હસતાં હસતાં પાછાં આવવાનું ને હસતાં હસતાં ઊતરવાનું, જો મઝા આવે, જો મઝા આવે ! ત્યારે શું કહેવાય એ ? કે આ ભઈ પ્રકૃતિનું રક્ષણ કરતો નથી અને એટલે આનું પોતાપણું ગયું.
પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે તેનું જ રક્ષણ કરે છે.
ત્યારે જશે પોતાપણું ! હવે હું એવું નથી કહેતો કે તમારે તમારી પ્રકૃતિનું રક્ષણ ના કરવું. પણ એટલું આપણા મનમાં એમ લાગવું જોઈએ કે આ જ્ઞાન તમને આવું હોવું જોઈએ. વર્તન હું નથી માગતો. વર્તન તો ક્યારે આવે ? એ શ્રદ્ધા પ્રતીતિ ફીટ થઈ જાય, પછી એ જ્ઞાન પરિણામ પામે. જ્ઞાન એને અનુભવમાં આવતું જાય દહાડે દહાડે, ત્યારે વર્તનમાં આવે.
એક ફેરો ઉતારી પાડ્યા હોય તો અસર થઈ જાય, તે વળી પાછું મહીં જરા ટાટું પડ્યું ત્યારે જ્ઞાન યાદ આવે. એમ કરતું કરતું ફીટ થઈ જાય. પહેલું પ્રતીતિમાં આવે, પછી અનુભવમાં આવતાં આવતાં તો પહેલાં થોડીવાર શાનમાં ગોથાં ખાયાં કરે ને પછી વર્તનમાં આવે. પણ થોડું ઘણું અનુભવમાં આવ્યું તો ય બહુ થઈ ગયું ને ?!
એકાદ-બે ફેરા ય જો ગાડીમાંથી ઊતરીને પાછો બેસવા આવે,
૪૩૬
આપ્તવાણી-૯ મોટું ઉતર્યા સિવાય તો ય ઘણું સારું કહેવાય. હા, નહીં તો મોટું કઢી ઊતરી ગયા જેવું થઈ જાય ને ?! તમને એવું ના થાય મને લાગે છે, નહીં ? એક ફેરો ઊતરી જો જો. એવો વખત આવે તો ઊતરી જો જો ને ફરી મોટું બગાડ્યા સિવાય બેસવાનું.
પ્રશ્નકર્તા : આપ કહો છો એવું સહેલું નથી.
દાદાશ્રી : હોય નહીં સહેલું. પણ આ શું છે ? આ વાત શા સારુ કરીએ ? કે આ વાત એને શ્રદ્ધામાં બેસી જાય ને, તો ધીમે ધીમે અનુભવ થતાં જાય.
આ કરવાનું અમે નથી કહેતા. આ જાણી રાખવાનું છે કે આવી રીતે આપણે પ્રકૃતિનું રક્ષણ કરતું બંધ થવું પડશે. જેટલું પ્રકૃતિનું રક્ષણ કરીએ એટલું ખોટું ને ! પાડોશી તરીકે એની ફરજ બજાવવાની. પણ કંઈ આવું રક્ષણ ઓછું કરાય ? કોઈ ઉતારી પાડે તો ઉતરી જવાનું કહીએ ને ફરી બોલાવે તો બેસવાનું કહીએ.
પ્રશ્નકર્તા : દરેક પ્રસંગોએ આ પ્રકૃતિ છે એ ખ્યાલ નથી રહેતો ઘણી વખત.
દાદાશ્રી : એ જાગૃતિ એટલી બધી ના રહે ને ! એટલા માટે તો આ અમે હલાવ હલાવ કરીએ આવું કે જેથી જાગતાં રહે. પણ આ તો આપણે ઊઠાવીએ ત્યારે એ ‘હા ઊડ્યો, હા ઊડ્યો’ કહીને પાછું પાસું ફેરવીને સૂઈ જાય.
આપણી પાસે ‘વ્યવસ્થિત'નું આટલું સરસ જ્ઞાન છે ને ! સાધન નથી ‘વ્યવસ્થિત'નું ?
પ્રશ્નકર્તા : છે સાધન. બહુ સરસ છે.
દાદાશ્રી : નિવેડો આવશે ને ? નિવેડો આવશે એ ખાતરી થઈ ગઈ ને ?
પ્રશ્નકર્તા : પણ આપણા જ્ઞાનમાં ‘વ્યવસ્થિત’ની બરોબર સમજણ પડે તો પોતાપણું છૂટી જાય ?