________________
આપ્તવાણી-૯
૪૩૩ પોતાપણું કરે છે ખરું, પણ પાછું ‘એટેક’વાળું પોતાપણું. રક્ષણવાળું પોતાપણું જુદું ને ‘એટેક’વાળું પોતાપણું જુદું.
પ્રશ્નકર્તા: આ મોટી વાત નીકળી. એક રક્ષણવાળું ને બીજું એટેક’વાળું.
દાદાશ્રી : હા, એટલે ‘એટેક’વાળું જાય તો પછી રક્ષણવાળું આવે. ત્યારે પોતાપણું ખરું કહેવાય. નહીં તો ત્યાં સુધી એને હિંસકભાવ જ કહેવાય. અને “એટેક’વાળું પોતાપણું છૂટે ત્યાર પછી પેલું રક્ષણવાળું પોતાપણું છૂટવાની શરૂઆત થાય.
પ્રશ્નકર્તા: ‘એટેક’વાળું પોતાપણું એ જરા વધારે સમજાવો ને !
દાદાશ્રી : કોઈકને દુઃખ થાય એવું પોતાપણું શું કામનું? પોતાપણું આપણી પ્રકૃતિના રક્ષણ કરવામાં હોત તો વાત જુદી છે. એને પોતાપણું કહેવાય. નહીં તો પેલું તો પોતાપણું યે ના કહેવાય.
લોકોને તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું ‘એટેક હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ? પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કરતા હશે ખરા આપણા મહાત્માઓ ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલાં રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને !
પ્રકૃતિનું રક્ષણ અમુક રીતે રહે, પણ બીજું બધું પોતાપણું જવું જોઈએ. ‘તમારામાં અક્કલ નથી’ કહ્યું ત્યાં રક્ષણ નહીં કરવાનું. આનો સ્વામી કોણ છે ? અહંકાર. પ્રતિકાર કરે તે અહંકાર. આનો પ્રતિકાર કોણ કરે છે ? અહંકાર. પણ અહંકાર તો ગયો છે, ને ખાલી ખોટું રક્ષણ કરે છે ને !
એ તો જેટલું થાય એટલું સાચું. પણ આવી વાત શાસ્ત્રમાં હોય નહીં, પ્રકૃતિનું રક્ષણ કરવાની વાત હોય નહીં. કારણ કે પ્રકૃતિનું રક્ષણ કોણ ના કરે ? ભગવાન સિવાય બીજાં બધા ય પ્રકૃતિનું રક્ષણ કરે. અને તમે પ્રકૃતિ પારકી છે છતાંય રક્ષણ કરો છો. પારકી છે એવું જાણો છો, છતાંય પારકી જણેલીને પૈણવાની તૈયારી કરો છો એય અજાયબી છે ને !
૪૩૪
આપ્તવાણી-૯ અહંકાર ને મમતા ગયાં છે, પણ પોતાપણું રહ્યું છે. જુઓ ને, આ અજાયબી જ છે ને !!
જોતારા’તે તથી પોતાપણું ! પોતાપણાને અમે શું કહ્યું? પ્રશ્નકર્તા : પ્રકૃતિનું રક્ષણ કરે એ જ પોતાપણું. દાદાશ્રી : તો પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા આપણે તો જોનારા છીએ, કરવાનું શું ને ન કરવાનું શું ?
દાદાશ્રી : હા, “જોનારાને તો પોતાપણું હોતું જ નથી ને ! ‘જોનારા’ને પોતાપણું હોય જ નહીં ને ! પણ આ તો જયાં હજુ પ્રકૃતિનું રક્ષણ કરે છે, તેને માટે વાત છે.
તમે આમ રહીને જતાં હોય અને એણે સુધી ગયા ત્યાર પછી કોઈ કહે, “ના, આમ રહીને જવાનું. તે ઘડીએ જરા મહીં આંચકો લાગે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ જ પ્રકૃતિનું રક્ષણ ! નહીં તો એટલી જ “સ્પીડથી પાછું આ બાજુ વળી જાય. એવી ‘સ્પીડથી અને એવા જ ‘ટોનથી અને એવા જ ‘મૂડ’થી. જે “મુડ’ હતો ને, તેનો તે જ ‘મુડ’. આ તો છેલ્લી દશાની વાત કરી !
‘ટેસ્ટ', પોતાપણાતો ! અગર તો હમણે કશે ગાડીમાં જવાનું હોય ને તમને કહ્યું “આવો.” ને બેસાડ્યા પછી બીજા એક જણે કહ્યું કે ‘ઉતરો અહીંથી. હમણે એક જણ બીજા આવવાના છે.” તે વખતે શું કરો ? બેસી રહો ને ? “નહીં ઊતરું' એવું કહો ને ?
પ્રશ્નકર્તા : પોતે ઊતરી જાય.