________________
આપ્તવાણી-૯
૪૨૯
કૃપાળુદેવે ‘પોતાપણું’નો શબ્દ લખ્યો છે, કંઈક ભારે લખ્યું છે ! તમને કેમ લાગે છે ? કૃપાળુદેવે આ શબ્દ સરસ લખ્યો છે ને ? હવે આ કોણ સમજાવે ? જે ભાષામાં કહેવા માગે છે એ ભાષા કોણ સમજાવી શકે અહીં આગળ ?
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ સમજાવી શકે ને !
દાદાશ્રી : હા. કારણ કે બીજા કોઈનું કામ જ નહીં ને ! સત્તા ગઈ, પોતાપણું રહ્યું !
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય છે.
“જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કામ કરતું હશે ?! ‘પોતે’ ખસી જાય તો અંતઃકરણથી આત્મા જુદો જ છે.’’ એ સમજાવો.
દાદાશ્રી : એ અંતઃકરણ એક બાજુ સંસાર કાર્ય કરે અને એક બાજુ આત્મા આત્માનું કાર્ય કરે. ‘જ્ઞાની’ને ડખોડખલ હોય નહીં.
અંતઃકરણ કોને કહેવાય ? કે જેમાંથી કર્તાભાવ ઉત્પન્ન થાય છે, ‘હું કંઈક કરું છું' એ ભાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃકરણથી ‘જ્ઞાની’ જુદા હોય. આ ‘જ્ઞાન’ આપ્યું એટલે તમારે ‘રિયલી’ કર્તાભાવ રહ્યો નથી, પણ ‘રિલેટિવલી’ કર્તાભાવ રહ્યો છે. એટલે કે ‘ડિસ્ચાર્જ’ કર્તાભાવ રહ્યો છે. પણ તમારે હજુ મહીં સહેજ ડખલ રહે છે અને ‘જ્ઞાની પુરુષ’ને પેલી ડખલ ના રહે. ‘પોતે’ ખસી જાય તો ‘અંતઃકરણ’થી ‘આત્મા’ જુદો જ છે. આ ‘અંતઃકરણ’માં ‘પોતે’ રહેલો છે. એ ‘પોતે’ ખસી જાય.
પ્રશ્નકર્તા : ‘પોતે’ કોણ ? એ ‘પોતા’ની ‘ડેફિનેશન’ આપોને !
દાદાશ્રી : એ જ પોતાપણું છે. અમે કહીએ ‘હેંડો બગીચામાં.’ તો તમે ના પાડો કે ‘ના. મને નહીં ફાવે ત્યાં આગળ, હું નહીં આવું.' એ જ પોતાપણું. અને ‘જ્ઞાની પુરુષ'ને પોતાપણું ના હોય. તે આપણે જેમ
કહીએ ત્યાં આવે.
પ્રશ્નકર્તા : એ પોતાપણું કોણ બજાવે છે ?
આપ્તવાણી-૯
દાદાશ્રી : એ જ. એ જ, મૂળ હતો તેનો તે જ. હજુ એ ‘સીટ’ છોડતો નથી. સત્તા ઊડી ગઈ, પણ ‘એ’ ‘સીટ' છોડતો નથી. એટલે ધીમે ધીમે એ ‘આપણે’ છોડાવી દેવાની. ‘એને’ સત્તા ઊડી ગયેલી છે, એટલે વાંધો નહીં. પણ આ ‘સીટ’ છોડવી સહેલી નથી. પોતાપણું છૂટવું સહેલું નથી. પોતાપણું તમને સમજાયું કે ના સમજાયું ? જે ‘ડિસ્ચાર્જ’ થયેલો છે, પણ એમાં પોતાપણાના મહીં એવા ભાવ વર્ત્યા કરે છે. નરી ‘ઈફેક્ટ' જ છે. સત્તા ગઈ છે, સત્તા તો આખી ચાલી ગઈ છે. પણ પેલું મૂળ સ્વરૂપ જતું નથી. એ ધીમે ધીમે મૂળ જાય, તદન જાય નહીં ને !
૪૩૦
અમને પોતાપણું ના હોય. એટલે એવું થવાનું છે. તમારે ય આ ‘જ્ઞાન’ પછી ‘એની’ સત્તા જતી રહી છે, એટલે જ્યારે ત્યારે એવું જ થશે. પણ આ શું થયાં છે એ જાણવું જોઈએ. ‘હું’પણું ગયું છે, સત્તા ગઈ છે. સત્તા ગઈ એટલે ખલાસ થઈ ગયું. પણ ‘પોતે’ રહ્યો છે. હું, વકીલ, મંગળદાસ !
આ ‘પોતે’ એટલે તમને સમજાવું. એક વકીલ આવ્યા હતા. મેં કહ્યું, ‘શું નામ ?’ ત્યારે એ કહે છે, ‘મંગળદાસ.’ ‘ધંધો શો ?’ ત્યારે એ કહે છે, ‘વકીલનો.’ ‘એટલે હું વકીલ છું બોલો છો કે ?’ ત્યારે એ કહે છે, ‘એ તો હું જ વકીલ છું ને.’ ‘અને મંગળદાસ કોણ ?' ત્યારે એ કહે છે, ‘હું.’ ‘અને વકીલ કોણ ?” ત્યારે એ કહે છે, ‘હું.’ ત્યારે મેં કહ્યું, ‘હું વકીલ મંગળદાસ, એવું બોલવાનું ને, તમારે ?”
એવું એક જણ બોલતો હતો. રાતે ઘરનાં બધાં સૂઈ ગયા હતા ને, તો બહાર સાંકળ ખખડાવી. ‘અલ્યા, અત્યારે રાત્રે બે વાગે કોણ ખખડાવે છે ?’ ત્યારે એ કહે છે, ‘હું.’ ‘અલ્યા, પણ હું કોણ ? ઓળખાણ પાડો. તો બારણું ઊઘાડીએ, નહીં તો બારણું નહીં ઊઘાડું.' ત્યારે એ કહે છે, ‘હું બાવો.’ ‘અલ્યા, પણ કયો બાવો ? બોલ ને.' ત્યારે એ કહે છે, ‘હું બાવો મંગળદાસ.’ ત્યારે પેલાએ બારણું ઊઘાડ્યું.
એવું આ ‘હું વકીલ મંગળદાસ’ છે. તમે આ ‘જ્ઞાન’ લીધું એટલે એ ‘વકીલ’ ને ‘મંગળદાસ’ જતું રહ્યું, પણ ‘પોતે’ રહ્યું. તે હજી તમને પોતાપણું છે. કોર્ટમાં કોઈ વકીલ ઊંધું બોલે ને, તે ઘડીએ પોતાપણું ઊભું