________________
૪૨૮
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : બુદ્ધિની સાથે પણ પોતાપણાનો સંબંધ ખરો ને ?
દાદાશ્રી : બુદ્ધિ એ પોતાપણું સૂચવે છે. પોતાપણું જેમ જેમ જાય, જેમ જેમ ઓછું થતું જાય તેમ બુદ્ધિ કમી થાય.
પ્રશ્નકર્તા : મારાપણું અને પોતાપણું એ બેમાં ફેર શું હશે ?
દાદાશ્રી : મારાપણું છે તે મમત્વ સૂચવે છે અને પોતાપણું જે છે ને, તે ઊંચો અહંકાર છે, મોટો અહંકાર છે. એ કંઈ નોમિનલ અહંકાર નથી.
આપ્તવાણી-૯
૪૨૭ અને શરીર કશું ધોળો ડાઘ કોઈને થયો હોય અમથો, કશું થવાનું ના હોય ને, તો ય તે મને દેખાડ દેખાડ કરે. એટલે હું અમથો હાથ ફેરવી આપું આમ, એનાં મનમાં સમાધાન માટે.
પ્રશ્નકર્તા : આયે નાટક જ ને ?
દાદાશ્રી : નાટક જ ! અને નહીં તો યે આખો દહાડો અમારું નાટક જ હોય છે. આખો દહાડો નાટક જ કરું છું ! તમારે ત્યાં દર્શન કરવા તેડી ગયા ને ત્યાં પધરામણી કરી તે ય નાટક. અને નાટક ના હોત તો તો મારું પોતાપણું હોત અહીં. પોતાપણું નથી માટે નાટક થાય છે. નહીં તો ‘મારે પધરામણી માટે જવું પડશે. મારે પધરામણી કરવાની છે’ એ બધું હોત. પણ એવું કશું નથી.
એટલે આ ‘ડ્રામા” જ છે. આખો દહાડો હું ‘ડ્રામા' જ કરું છું. ત્યાં આગળ સત્સંગમાં બેસું, આ જવાબ આપું, તે ય ‘ડ્રામા' જ છે. આખો દહાડો ‘ડ્રામા' જ છે, પણ પોતાપણું ઓછું થઈ જાય ત્યાર પછી જ ડ્રામા શરૂ થાય. એમ ને એમ થાય નહીં.
છતાં રહ્યું પોતાપણું ! કેટલાંક તો એમ જ જાણે કે ‘આપણને પોતાપણું છે જ નહીં ને, આપણને મારાપણું છે જ નહીં ને, હવે.’ અને આમ કષાયમાં વર્તતો હોય. લે !! વર્તતો હોય કષાયમાં અને કહે છે ‘મારે પોતાપણું નથી રહ્યું હવે.” પોતાપણા ઉપર તો જીવે છે એ. એ જીવે છે જ પોતાપણા ઉપર. એ પોતાપણું તો એમનું જાય નહીં. પોતાપણું જવું એ તો મહા મહા મુશ્કેલ.
પોતાપણું જવું એટલે શું ? આપણો અવાજ ના હોય એમાં, ને તમે, બધા કહે એમ જ કરો કે તમારી મહીં અવાજ તમારો જુદો રાખો ?
પ્રશ્નકર્તા : જુદો રહે.
દાદાશ્રી : એ જ પોતાપણું. અને અમારો તો અવાજ જ નહીં કોઈ જાતનો. અમને કહેશે ‘દાદા, પેણે બેસો.’ તો અમે ત્યાં બેસીએ. અમને ના ગમતું હોય તો ય બેસીએ.
આ ‘જ્ઞાન’ લીધા પછી ‘હું” ને “મમતા’ ‘તમે” છોડી દીધાં. પણ પોતાપણું નથી છોડ્યું. તમારે “હું” ને “મમતા’ છૂટી ગયાં એમાં બે મત નહીં. કારણ કે ખોવાઈ ગયા પછી ચિંતા નથી કરતો. મમતા કોનું નામ કહેવાય ? ખોવાઈ ગયા પછી ચિંતા કરે, એનું નામ મમતા. એટલે તમને ” ને “મારું” ગયું છે, છતાં ય પોતાપણું રહ્યું.
પ્રશ્નકર્તા : પોતાપણું એટલે ઇન્ડિવિજ્યુઆલિટી ? હું બીજાથી કંઈક જુદો છું એ ?
દાદાશ્રી : ‘ઇન્ડિવિજ્યુઆલિટી' તો ગઈ. ‘હું” ને “મારું” બેઉ ગયું, પણ પોતાપણું રહ્યું છે. કારણ કે કોઈ ગમે એટલો ક્રોધ કરે, ગમે એટલું અપમાન કરે, તો સામસામી બાઝાબાઝ કરીને છેવટે એ એનો રાત્રે નિકાલ લાવીને સુઈ જાય. છેવટે તો એનો નિકાલ લાવે. એટલે અહંકાર ગયો છે એ ખાતરી. નહીં તો અહંકાર આખી રાત ચલાવ્યા કરે. અને આ તો થોડો બાઝાબાઝ કરે વખતે, પણ નિકાલ લાવે ને ? પેલો અહંકારવાળો નિકાલ ના લાવે. એ આગળ વેર વધાર્યું જ જાય. અને મમતાવાળો તો ગજવું કપાયું તેના ત્રણ દહાડા પછી યે બૂમાબૂમ કરતો હોય. કોઈક સંભારે ને, ત્યારે તરત ‘અરેરે, શું કરું ?!” એમ કરે. અને આ તમને તો ગયું એ ગયું. એટલે અહંકાર ને મમતા, બે ગયાં છે, પોતાપણું રહ્યું છે. એ જુઓ ને !
તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે જ્ઞાની પુરુષ'માં પોતાપણું ના હોય.