________________
આપ્તવાણી-૯
૪૦૭ જેવું નથી. એ વાણી તો વા-પાણી થઈ જશે. માટે એ બોલવા જેવું નથી.
મીઠાશ મળે, એ ખોરાક મળ્યો કહેવાય. ક્રોધ-માન-માયા-લોભને ખોરાક મળે. પછી તો પેલી બાજુ જોસબંધ શક્તિ વાપરે ! આ તો ખોરાક નહીં આપેલો, તે થોડા દહાડા ભૂખ્યા રહ્યા હતા ને, તેને લીધે નિર્બળ થઈ ગયેલા. ત્રણ વર્ષ સુધી ખોરાકના આપ્યો હોય અને એ ભૂખ્યા રહે તો ત્રણ વર્ષ પછી જતા રહે. પણ આપણા લોકો મહીં થોડુંક થોડુંક આપે છે. બહુ દયાળુ છે ને, લાગણીવાળા બહુ ને ! કહેશે, ‘લ્યો, દાળ-ભાત ને આ થોડું લ્યો. અરે, દાદાની પ્રસાદી તો લો.’ એટલે થોડો થોડો ખોરાક આપે છે. જો બિલકુલ ભૂખ્યા રાખવામાં આવે તો ત્રણ વર્ષથી આગળ ટકે નહીં. એ ગયા એટલે સર્વસ્વ બધું સામ્રાજ્ય આપણા હાથમાં આવ્યું.
એવી ખબર પડે છે કે પેલા કષાયો જમી જાય છે એવું ? ખબર પડે કે આ કોણ જમી ગયું ? કષાયો આવું બધું જમી જાય. મહિનામાં બે વખત જ ખાવાનું મળ્યું, તો પાછાં હતા તેવાં ને તેવાં મજબૂત થઈ જાય.
અમારી પાસે તો કોઈ દહાડો ય જમી નથી ગયું. ત્યાર પછી જતા રહેલા ને ! ફરી અમે નક્કી કર્યું હોય કે “એમને જમાડવા નથી’ એટલે જમે નહીં. જાગૃતિ જોઈએ.
હજુ પેલા કપાય બધા બેસી રહ્યા છે, જતા રહ્યા નથી. ત્યારે મેં માર્યા ય નથી. હું કંઈ હિંસક છું જ નહીં. એટલે એ જતા રહ્યા કે નથી. તેમ આપણે ભૂખે મારવા છે, એવું છે ય નહીં. એ “જ્ઞાની પુરુષ'ના તાપથી છેટા જતાં રહે, તેમાં આપણે શું કરીએ ? આપણે જાણી-જોઈને ના બોલાવીએ પછી. તમારી પાસે કોઈ દહાડો જમવા આવે છે ?
પ્રશ્નકર્તા : આવે, દાદા.
દાદાશ્રી : આજે કાચું ખવડાવો, તો કાલે પાકું ખાઈ જાય. માટે એમની પાસે ખવડાવવાનો વ્યવહાર જ ના રાખવો, જમાડવાનો વ્યવહાર જ નહીં. બાકી લોક બધાય જમાડે, ક્રોધને જમાડે, માનને જમાડે.
પ્રશ્નકર્તા : આ બધો ખોરાક કષાયો જ ખઈ જાય, તો શું કરવું ?
૪૦૮
આપ્તવાણી-૯ - દાદાશ્રી : એ તો જમી જાય. છતાં ‘દાદાજી” માથે છે, કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે. જાતે આ સત્સંગમાંથી આઘાપાછા થાવ તો તરત ચોંટી પડશે બધું. આપણે તો ‘દાદાજીનો આશરો છોડવો નહીં, પગ છોડવા નહીં !
આ તો ક્રોધ-માન-માયા-લોભ બધાંય દબાયેલાં છે. એ ય હજુ બરોબર લાગમાં આવે ને, તો ભભૂકી ઊઠે. માટે પૂરું કરવું હોય તો આ રસ્તો કે બધા ક્ષય થવાં જોઈએ. ઉપશમ અને ક્ષાયક, આ બે શબ્દો સમજી લેજો.
આ બધી વંશાવળી ઓછી થઈ જશે ત્યારે કામ થશે. આ વંશાવળી તો ઓછી કરવી એ વિકટ કામ છે. અનંત અવતારનો માલ બધો ! આ બધા ગુણો ઉપશમ થઈ ગયેલા છે. હવે એમાંથી કેટલાક ફુટી નીકળે. અને કેટલાક આવતે ભવ ફૂટશે, તેનો વાંધો નથી. આવતો ભવ તો આપણે જાણે કે પદ્ધતિસરનો ભવ છે, પણ અહીં ફૂટી નીકળે તો વેષ થઈ પડે. અહીં તો પછી, અહીંથી ખસવા જ ના દે !
“ક્ષાયક', પછી સેક્સાઈડ ! પૂર્ણાહુતિ સિવાય આ વાત હાથમાં લેશો નહીં. કારણ કે મહીં બધા દોષો ઉપશમ થઈને બેસી રહેલા હોય અને શી રીતે બોલાય ? હજુ ‘સર્ટિફાઈડ’ થયા નથી તમે. આ તો હજુ, ફક્ત તમને ચિંતા ના થાય ને તમારો ધીમે ધીમે મોક્ષમાર્ગ કપાય છે. પણ બોલવા માટે તો ‘જ્ઞાની પુરુષ’ ‘સર્ટિફાઈડ' કહેતા હોય, તો બોલવું.
| મહીં બધા દોષો તૈયાર જ છે, નહીં તો અમે જ ના કહીએ, પહેલે દહાડે જ, કે ‘હવે તમે વાત કરો, સત્સંગ કરો, અમે નિરાંતે બેસી રહીએ.” અમે તો એવું ખોળીએ જ છીએ, બાકી બધા ગુણ ક્ષાયક થશે, ત્યારે એની મેળે બધું ઉત્પન્ન થશે. આપણે ત્યાં સુધી કશી ઉતાવળ ના કરવી.
મીઠું લાગ્યું, ત્યાં પડે માર ! જાગૃતિ કોને કહેવાય કે ઊંઘતો નથી, એને જાગૃતિ કહેવાય.