________________
૪૦૫
આપ્તવાણી-૯ સત્સંગ ઓછો હોય તો ઉપયોગ આવરાયા કરે.
ઘરમાં ચોર પેસે ને, તો મહીં આત્મા છે તો તરત જ સમજાય એવું છે. પણ કેમ નથી સમજાતું ? “આપણે ત્યાં તો કશું થાય નહીં” એવો પક્ષપાત છે, તેથી એ બાજુનું આવરણ છે અને તેથી આ બધું જાણવા ના દે. નહીં તો તરત સમજાય એવું છે.
‘કોની વીંટી સરસ છે ?” પૂછે તો તરત આંગળી ઊંચી કરશે. કારણ કે ‘પોતાની વીંટી સારી છે” એવો પક્ષપાત છે !
એવો આ પોતા પર પોતાને પક્ષપાત છે, એટલે મૂચ્છિત કર્યા વગર રહે નહીં. અને એની પોતાને ખબર જ ના પડવા દે ને ! “હું ચંદુભાઈ છું' એ ભાન તો અમે તોડી આપ્યું છે, ને આપેલો આત્માય પોતાને રહે છે. પણ જ્યારે ઉદયના ફેર ચઢે છે ત્યારે ખબર ના પડે કે ‘મારી શી ભૂલ થાય છે ? ક્યાં ભૂલ થાય છે ?!'
નર્યું આખું યે ભૂલનું જ તંત્ર છે ને ! તેને લઈને તો પોતાની સત્તા આવરાયેલી પડી છે. આત્મા તો આપ્યો છે, પણ સત્તા આખીયે આવરાયેલી પડી છે ! ને તેને લઈને વચનબળ-મનોબળ પણ ખીલતું નથી. નહીં તો વચનબળ તે કેવું ખીલે !! હજી તો વિષય પર પક્ષપાત છે, કપટ પર પક્ષપાત છે, અહંકાર પર પક્ષપાત છે. માટે ઉપયોગ જાગૃતિ રાખો, સત્સંગનો ધક્કો રાખો. તો એ બધી વ્યવહારની ભૂલો દેખાય, ને ઉપયોગ બધે ફરે. આ સત્સંગમાં ના આવે તો શું થાય ? ઉપયોગ અટકી જાય. એનું શું કારણ ? પક્ષપાત ! ને તે પોતાને ય ખબર ના પડે.
જાગૃતિ એ વસ્તુ “જ્ઞાન” નથી. જાગૃતિ તો, એ જાગૃતિ છે. ‘જ્ઞાન’ વસ્તુ જુદી છે. જાગૃતિ તો, ઊંઘમાંથી જાગવું, એનું નામ જાગૃતિ. હવે ઊંઘ ના રહી કહેવાય ! ‘જ્ઞાન' તો બહુ મોટી વસ્તુ છે. આ બીજે બધે ઉપશમ થયેલું હોય ને, તે ક્ષય થાય ત્યાર પછી “જ્ઞાન’ ઉત્પન્ન થાય. ક્ષયોપશમ થયેલું એટલે અહંકાર છે ખરો, પણ અત્યારે દેખાતો નથી. અગ્નિ છે પણ ઉપર ભારેલો છે. એટલે આપણને ઉપર દેખાય નહીં. આપણે એમ જ જાણીએ કે રાખોડી છે. પણ જરાક હવા આવશે કે ખબર પડી જશે, ભડકો થશે.
૪૦૬
આપ્તવાણી-૯ ત્યારે “જાગૃતિ' પરિણમે “જ્ઞાત'માં ! જાગૃતિ વધાર્યા કરજો તો લાભદાયી થશે. જાગૃતિ વધેલી હોય ને, તો બીજાં કર્મ બંધાય નહીં. જાગૃતિને કર્મ બંધન ના હોય, એટલે મહીં એકદમ ચોખ્ખું થઈ જાય. ત્યાં સુધીમાં પેલો “ઇગોઈઝમ” ઓગળ્યા કરે.
માનમાં કપટ નથી. માનમાં કપટ હોત તો જાગૃતિ જ ઉત્પન્ન ના થાય. કપટ એટલે પડદો ! જેમાં પડદો એ ન દેખાય, તેમાં એ અંધ હોય.
પ્રશ્નકર્તા: કપટ એટલે શું?
દાદાશ્રી : વસ્તુને ઢાંકવા ફરે. આ બધું કપટ જ કહેવાય ને ! મહીં ઊંધું આ કપટે જ કરાવડાવ્યું ને બધે. અહંકાર ને કપટ બેઉ ભેગું થાય ત્યારે થાય ને આવું! ઊંધે રસ્તે કોણ લઈ જાય ? ક્રોધ-માન-માયા-લોભ. એ બધાં ચારેવ ભેગા થાય ત્યારે ઊંધે રસ્તે લઈ જાય. મૂળ બધું અહંકારનું. અને મહીં લોભ શેનો ? મહીં એને સ્વાદ હોય.
જાગૃતિ જ્ઞાનમાં પરિણામ પામે, તે પહેલાં તો કપટનો એક અંશ ના રહેવો જોઈએ. કોઈ પણ પ્રકારના કપટનો અંશ ના રહેવો જોઈએ, વિષયનો અંશ ના રહેવો જોઈએ. એટલે વિષયનો વિચાર પણ ના આવવો જોઈએ.
એટલે કોણ કોણ જવું જોઈએ ? અહંકાર ક્ષય થવો જોઈએ. બુદ્ધિ ક્ષય થવી જોઈએ, એ ઉપશમ થયેલી ના ચાલે. બધા કર્મો ક્ષય થાય ત્યારે ક્રોધ-માન-માયા-લોભ ક્ષય થાય. આ તો બધા ગુણો લાયક થશે ત્યારે સ્યાદવાદ વાણી નીકળે. ત્યાં સુધી તો જોખમદારી છે. બહુ જ જોખમદારી, અત્યંત જોખમદારી !!
“જાગૃતિ', ત્યાં કષાયો “જમે' નહીં ! આ ક્રોધ-માન-માયા-લોભની શક્તિઓ મહીં બેસી રહેલી હોય. તે ‘ક્યારે દાદાને છોડે અને વળગી પડું' કહેશે. એ ગમે તે રસ્તે આડું અવળું દેખાડીને પણ આ છોડાવવા તૈયાર થાય. કારણ કે એ જ્યાં સુધી ઊભા રહેલા છે, હજુ સાબૂત છે ત્યાં સુધી નિર્વશ થાય નહીં. ત્યાં સુધી બોલવા