________________
૩૭૨
આપ્તવાણીપ્રશ્નકર્તા : કષાયો કેવી રીતે ફરી વળે છે ?
દાદાશ્રી : બેભાન કરી દે. બેભાન કરે માણસને, ભાનમાં જ ના રહે !
પ્રશ્નકર્તા : કષાય જાગૃત થયા છે એ કેવી રીતે ખબર પડે ? કયા લક્ષણથી ?
દાદાશ્રી : કેમ ? અહંકાર દુભાય એ ખબર ના પડે ? આ કપટ મૂળ ગુણ એમાં. કપટ એટલે અંધારું ઘોર ! કષાયોમાં થોડું ઘણું અજવાળું હોય.
આપ્તવાણી-૯
૩૭૧ પણ અમે ઉકેલ લાવી નાખીએ.
‘આ ખરો છે અને આ ભૂલ્યા છે' એ કહેવું એ ભૂલ છે આપણી. આપણે તરત જ એમ માનવું કે, ‘ભઈ, એમનું સાચું ને આપણું ખોટું.’ એમ કરીને હેંડવા માંડ્યા એટલે એમને ય ડખલ ના રહીને ! કોઈનો ‘ક્લેઈમ’ રહે નહીં પછી. કોઈનો ‘ક્લેઈમ’ રાખી અને આપણે છૂટીએ, એવું બને નહીં ને !
ભરેલા માલતો પક્ષ ના લઈએ ! જ્યાં અહંકાર હજુ ભરેલો છે મહીં, એટલે ચઢે ખરો ને હજુ. છતાં એ નિકાલી અહંકાર છે. એ સાચો અહંકાર નથી. તો પણ પોતે એનો પક્ષ લે. ખરાખરી કરાવનારા નીકળ્યા ! એ ના હોવું જોઈએ.
- જક્કે ચઢે ને, તો આત્માને આવરણ વધારે ચઢે. જો કે આ “જ્ઞાન” પછી આ બધો હવે વ્યવહાર માત્ર રહ્યો છે. નિશ્ચયથી જક પણ ગઈ, ય ગયો, રાગે ય ગયો, ને બધું જ ગયું. હવે વ્યવહાર સચેતન નથી, એ અચેતન છે. અચેતન એટલે આપણે એને ફરી સળી કરીએ તો કામ થાય. નહીં તો આમ ફૂટી ફૂટીને પછી પડી જાય. અવળી હોય તો આમ કુદે ! કોઠી ફૂટે, ને ફૂટીને એનાં લક્ષણ બતાવીને જતું રહે, બીજું કશું નહીં. આપને સમજાયું ને ? એનાં લક્ષણ બતાવે કે એ કોઠી હતી કે શું હતું? ફૂલઝરી હતી કે તારામંડળ હતું એમ આપણને લક્ષણ માલમ પડી જાય બધાં ! શું ફૂટે છે ? કોઠી ફૂટે છે કે હવઈ ફૂટે છે કે ધડાકિયો ?!
પણ આપણા અક્રમ જ્ઞાનનાં આધારે મડદાલ અહંકાર છે. એટલે જ્યારે ત્યારે નીકળી જ જવાનો. ક્રમિકમાં તો જીવતો અહંકાર હોય અને અહીં અક્રમમાં મડદાલ અહંકાર, ડ્રામેટિક બધું રહ્યું. ક્રોધ-માન-માયાલોભ બધું ડ્રામેટિક રહ્યું. એ કષાય રહ્યા, એનો હવે નિકાલ લાવવાનો છે.
કપટ, ચતુરાઈ બાધક મોક્ષમાર્ગમાં ! કોઈ માણસે ગાળ ભાંડી હોયને, તો એમાં ય એને કષાયો તે ઘડીએ ફરી વળે.
પ્રશ્નકર્તા : આ બધું વિસ્તારથી ફોડ પાડો. આ કપટ, કષાય, અહંકાર....
દાદાશ્રી : એ બધા રસ્તામાં રોકનાર છે. પ્રશ્નકર્તા : આમાં કપટ કેવી રીતે મૂંઝવતું હોય છે ? દાદાશ્રી : કપટ બધું મીઠું લગાડે, જ્યાં ને ત્યાં ભટકાવે. પ્રશ્નકર્તા : એમાં કપટ પાછું કેવી રીતે આવ્યું?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ તો ઓછું કરે. કપટ બહુ કરે. કપટ એટલે સંસારી દશા કે નહીં, સંસારીથી હીન દશા ! કપટ વગરનાં માણસો હોય, તે સરળ હોય. કપટવાળી પ્રકૃતિ મહામુશ્કેલી ઊભી કરે.
પ્રશ્નકર્તા : એક માણસે ગાળ ભાંડી, એમાં કપટનું ક્યાં આવ્યું ?
દાદાશ્રી : એમાં કપટ ના હોય. કપટ તો પોતાનો લાભ ઊઠાવે. ત્યારે ક્રોધ-માન-માયા-લોભ જે છે એમાં માયા એટલે કપટ. એકદમ જથ્થાબંધ થઈ ગયેલું છે કપટ, પણ હિસાબ તો બંધાયો કપટનો. બધી જગ્યાએ કપટ હિસાબ જ બંધાવે. નહીં તો કોઈ નામ ના લે.
આ ‘જ્ઞાન આપ્યું છે એટલે કષાયો થાય જ નહીં. આ તો પહેલાંની ટેવ છે ને, ચાખવાની, એટલે એ બાજુ જાય છે. ના કહું તોય