________________
ચેતતા રહેવાનું છે.
જે કંઈ ભૂલો થઈ હોય તેની જ્ઞાની પાસે આલોચના કરી પાછાં ફરી છૂટી જવા જેવું છે. મોક્ષમાર્ગમાં પૂજાવા જવાય નહીં. જગતકલ્યાણ કરવાનો ધ્યેય કર્તાભાવે રખાય નહીં અને અહંકાર કરાય નહીં. મોક્ષમાર્ગમાં તો ગુપ્તવેશે ચાલી નીકળવાનું છે. ઠેઠ સુધી જ્ઞાની પુરુષનો સત્સંગ ને જ્ઞાની પુરુષનો આશરો છોડાય નહીં.
જ્ઞાની પુરુષના દોષ ના જોવાય. ભૂલ ના કઢાય. તેમની નવ વાતો સમજાય ને એક ન સમજાય તો તેને કોરાણે મૂકી ‘વેઈટ એન્ડ વોચ” કરવું. એની મેળે પછી સમજાશે.
૯. પોતાપણું પરમાત્મા જ્ઞાની પુરુષને આખા જગત જોડે અભેદતા હોય. કોઈ જોડે જુદાઈ ના હોય. જ્ઞાની પુરુષમાં બુદ્ધિ હોય તો જ ભેદ પડેને ! અબુધ તો અભેદ હોય વિશ્વસંગે !
અભેદતા જ્ઞાનને પુષ્ટ કરે. જુદાઈથી શક્તિઓ વેરણ-છેરણ થઈ જાય. પોતાપણું જાય તેની જુદાઈ જાય, એ અભેદ થાય બધાથી.
આ એ. એમ. પટેલે આપાપણું છોડી ભગવાનને સમર્પિત કર્યું છે. જેનું આપોપું ગયું, તે ભગવાન જોડે અભેદ થઈ ગયો, જાણવું.
જ્ઞાની પુરુષને પોતાપણાનું ઉન્મેલન થયેલું હોય. સંપૂર્ણ સંયોગાધીન વર્તે, નિર્અહંકારપણે, પોટલાની જેમ જયાં જવું પડે ત્યાં જાય ! પોતાપણું છૂટે ત્યારે સહજ રહેવાય. પોતાનો કોઈ મત જ ના હોય એમને ! છતાં એમનો વ્યવહાર બધો જ આદર્શ હોય. આખો દહાડો એ ડામેટિક જ હોય. પોતાપણું જાય તે જ ડ્રામેટિક રહી શકે.
પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહેવાય. કપટ કરીને પ્રકૃતિનું રક્ષણ કરે એ ગાઢ પોતાપણું કહેવાય.
પોતાપણું ગયું છે તેની પરીક્ષા શી ? નવ વખત ગાડીમાંથી ઉતારી પાડે ને નવ વખત પાછાં બોલાવે તો ય મોઢા પર કે મહીં જરા ય ફેરફાર
ના થાય તે ! ‘વ્યવસ્થિત’નું જ્ઞાન પોતાપણું છોડાવે.
જ્ઞાની પુરુષ સિવાય બધાને જ પોતાપણું હોય. પોતાપણું જાય તો એ ભગવાન થયો !
એક ફેરો પોતાપણું ગયું એટલે એ કાયમનું ગયું.
‘જ્ઞાન’ પ્રાપ્ત થયા પછી ચાર્જ અહંકાર જાય પણ ડિસ્ચાર્જ અહંકાર રહે. એને પોતાપણું કહેવાય. અને એ ય ખલાસ થઈ જાય, તેનું પોતાપણું ગયું કહેવાય.
જેટલી જાગૃતિ એટલા પ્રમાણમાં પોતાપણું જાય. પોતાપણું જવા માટે ક્યા પ્રકારની જાગૃતિ જોઈએ ? કે “આ હું ને આ હું હોય,’ ‘પોતે’ કોણ છે એ નિરંતર લક્ષમાં હોય, જ્ઞાની પુરુષની આજ્ઞા પળાતી હોય, સામી વ્યક્તિ નિર્દોષ અકર્તા દેખાતી હોય....
ગમે તેવાં પરિણામ આવે છતાં આ હું હોય કહ્યું કે છૂટ્યા ! પોતાપણું ગયું ત્યાં ગર્વ કે ગારવતા ના હોય.
અહંકારના પક્ષમાં, અજ્ઞાનતાના પક્ષમાં બેસવું, ઉપયોગ ચૂકાય, એ બધું પોતાપણું કહેવાય.
‘વ્યવસ્થિત’ પ્રમાણે ઉદયમાં તન્મયાકાર ના થવું એ પુરુષાર્થ છે. પ્રજ્ઞા પ્રકૃતિના ઉદયમાં તન્મયાકાર ના થવા દે, જયારે અજ્ઞા પ્રકૃતિના ઉદયમાં તન્મયાકાર કરી નાખે.
ઉદયમાં પોતાપણું બધાને વર્તે, ‘જ્ઞાન’ પ્રાપ્તિ પછી જેમ જેમ ઉદય આવે તેમાં પુરુષ થઈને પુરુષાર્થ કરે તેમ તેમ પોતાપણું ખલાસ થાય.
જ્ઞાની પુરુષનું આપોપું ગયેલું જેને દેખાયું તેનું કામ થઈ ગયું.
આપોપું ગયું તે થઈ ગયો પરમાત્મા ! પછી ‘વ્યવસ્થિત’ તેમનું ચલાવી લે !
- જય સચ્ચિદાનંદ
42