________________
આપ્તવાણી-૯
તેમાંય મારા મોટાભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. મારા મોટાભાઈને હું માની કહેતો હતો, ત્યારે એ મને માની કહેતા હતા. તો ય એક દહાડો મને શું કહે છે ? ‘તારા જેવો માની મેં જોયો નથી.' મેં કહ્યું, ‘શેમાં મારું માન જુઓ છો ?” ત્યારે કહે, ‘દરેક બાબતમાં તારું માન હોય છે.’
૨૪૩
અને તે પછી મેં તપાસ કરી, તો બધી બાબતમાં માન નીકળ્યું મારું અને તે જ કૈડતું હતું. અને માનને માટે શું કર્યું ? જે કોઈ હોય, તે કહે કે ‘અંબાલાલભાઈ, અંબાલાલભાઈ !’ હવે ‘અંબાલાલ’ તો કોઈ કહે જ નહીં ને ! છ અક્ષરથી બોલે. અને પછી ટેવ પડી ગઈ, ‘હેબિચ્યુએટેડ’ થઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે ને ! તે પછી ‘અંબાલાલભાઈ’ના છ અક્ષર ના બોલાય અને કો'ક ઉતાવળમાં ‘અંબાલાલ' બોલી ઊઠે, એ કંઈ ગુનો છે એનો ? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય તે ?
પ્રશ્નકર્તા : પણ તમે એવી આશા રાખો ને ?
દાદાશ્રી : અરે, હું પછી તોલ કરું કે “આ મને ‘અંબાલાલ’ કહ્યું પાછું ? શું સમજે છે ? શું ‘અંબાલાલભાઈ’ ના બોલાય એનાથી ?”’ ગામમાં દસ-બાર વીઘાં હોય ને બીજો કશો રોફ નહીં તો ય મનમાં શું માની બેઠા ? અમે છ ગામના અમીન, વાંકડાવાળા ! અહીં તમારે ત્યાં દેસાઈ વાંકડાવાળા હોય છે ને ? તે એ ય ડેંસીવાળા હોય.
હવે સામાએ ‘અંબાલાલભાઈ' ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે !! એમાં શું મળી જવાનું ?! આમાં મોઢું કંઈ મીઠું થઈ જવાનું ?! કેવો સ્વાર્થ માણસને હોય છે ! એ સ્વાર્થ, તે એમાં કશોય સ્વાદ ના હોય. છતાંય માની બેઠેલો છે, તે ય લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યા ય
ખરા ! અરે, આ લોકોનાં માનેલાનું શું કરવાનું તે ?!
આ ગાયો-ભેંસો આપણા સામું બધાં જોઈ રહે, બધી ગાયો આપણા સામું જોઈ રહે, અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ ?! એવું છે આ તો બધું. આપણા
૨૪૪
આપ્તવાણી-૯
મનમાં માનીએ કે આ લોકો બધાં માનથી જોઈ રહ્યાં છે, મનમાં માનીએ ! એ તો સહુ સહુનાં દુઃખમાં છે બિચારાં, સહુસહુની ચિંતામાં છે. એ તમારાં સારું કંઈ પડી રહ્યાં છે ? નવરાં છે ? સહુ સહુની ચિંતામાં ફર્યા કરે છે !
એ બધું ય માત માટે જ !
મેં લોકોને કહેલું, ‘તમારું કામ કરાવી જજો મારી પાસે, જે કંઈ હોય તે. સલાહ સંપ, બીજું કંઈ હોય ! મારી પાસે પૈસા હોય તો ય આપીશું, પણ તમારું કામ કરીશું. તમારે મારું કામ કરવું નહીં.’ કારણ કે મારું કામ તમને કરવાનું ના કહું ને, એટલે તમને મારા તરફનો ભય ના રહે. રાતે કોઈક દહાડો સિનેમામાં ગયા હોય ને ત્યાંથી તમારે ત્યાં આવ્યા. તમે કહો, ‘આ કોઈ દહાડો આવે નહીં, ને આમ આવ્યા. માટે કંઈ જોઈતું હશે !' તે આ ઊલટું તમે ‘સતી’ ઉપર દ્રષ્ટિ બગાડો છો. આપણે જોઈતું નથી અને એ દ્રષ્ટિ બગાડે, ફફડે મહીં કે ‘કંઈ માગશે, માગશે.’ ત્યારે મેં બધાને કહી દીધું કે આ હાથ ધરવા માટે નથી. માટે તમારે જે જરૂર હોય, તે મને કહેજો.' એટલે બધાં નિર્ભય બની ગયેલાં.
રોજ ચચ્ચાર ગાડીઓ ઘર આગળ પડી રહે. મામાની પોળમાં પંદર રૂપિયાનું ભાડું, સંસ્કારી પોળ. આજથી પિસ્તાળીસ વર્ષ પર ક્યાં બંગલામાં લોકો રહેતા હતા ?! મામાની પોળ બહુ ઉત્તમ ગણાતી હતી. તે દહાડે અમે ત્યાં મામાની પોળમાં રહેતા હતા અને પંદર રૂપિયાનું ભાડું. તે દહાડે લોકો સાત રૂપિયાના ભાડામાં પડી રહે, અમે પંદર રૂપિયામાં, આમ મોટા કંટ્રાક્ટર કહેવાય. હવે ત્યાં મામાની પોળમાં પેલા બંગલામાં રહેવાવાળા આવે મોટરો લઈને. કારણ કે ઉપાધિમાં સપડાયેલા હોય, તે અહીંયા આવે. તે ઊંધું-છતું કરીને આવ્યા હોય ને, તો ય એમને ‘પાછલે બારણે’ રહીને કાઢી મેલું. ‘પાછલું બારણું’ દેખાડું કે અહીં રહીને નીકળી જાવ. હવે ગુનો એણે કર્યો અને ‘પાછલે બારણે' છોડાવી આપું હું. એટલે ગુનો મારા માથે લીધો. શેના સારુ ? પેલું માન ખાવા સારુ ! ‘પાછલે બારણે’ કાઢી મેલવું એ ગુનો નથી ? આમ અક્કલથી દેખાડ્યું હતું પાછું, તે પેલા બચી જાય. એટલે પેલા અમને માનથી રાખે, પણ ગુનો અમને ચોંટે. પછી સમજાયું કે બેભાનપણામાં આ બધા ગુના થાય, માન ખાવા માટે. પછી માન પકડાયું. જો ચિંતા થાય માનની !