________________
આપ્તવાણી-૮
૧૩૭
૧૩૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : જીવ છે તે આ વિનાશી ચીજોનો ભોગવટો માંગે છે અને એને વિનાશી ચીજોમાં શ્રદ્ધા છે. અને પરમેશ્વરને અવિનાશીમાં જ શ્રદ્ધા છે, અને પરમેશ્વર પોતાના અવિનાશી પદને જ માને છે. વિનાશી ચીજોની એને કિંમત નથી. ફેર એટલો જ છે. ‘જીવ’ એટલે એ ‘પોતે' ભ્રાંતિમાં છે, એ ભ્રાંતિ જાય એટલે પછી આ વિનાશી ચીજોની મૂચ્છ બધી ઊડી જાય, ત્યારે “પોતે જ “પરમેશ્વર' થાય છે !
વીતરાગ થવા માટે પહેલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થવું જોઇએ. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે ચિંતા જ ના થાય, સંસારમાં રહે છતાં ચિંતા ના થાય. ચિંતા થાય તો એનો અર્થ જ શો છે ? આટલો મહાવીર ભગવાનનો સિદ્ધાંત સરળ છે, પણ જો ‘જ્ઞાની” હોય તો. અને “જ્ઞાની' ના હોય તો કરોડો ઉપાય પણ ભગવાનના સિદ્ધાંતનો એક અંશ પણ પ્રાપ્ત થાય એવો નથી.
હું-તું'તા ભેદ, અનુભૂતિ હોય તો એટલે ભગવાનની ભક્તિ કરવી સારી. એનાથી આપણે ભૌતિક સુખો મળે, આગળ રસ્તો જડે ! અધ્યાત્મના રસ્તે આગળ જતો જાય, સારા સંગ મળતા જાય, સત્સંગ પણ મળતો જાય. પણ અનુભૂતિ ત્યાં આગળ હોય નહિ. અનુભૂતિ તો જીવ-શિવની ભેદબુદ્ધિ ટળે ત્યારે અનુભૂતિ કહેવાય.
આપને ગમ્યું એકેય વાક્ય આમાંનું, જીવ-શિવની ભેદબુદ્ધિનું? તો જ અનુભૂતિ કહેવાય ને ! નહિ તો માનેલી અનુભૂતિ બધી ખોટી છે ને ? આવી જૂહી તો બધી બહુ લોકોએ રાખી મૂકી છે અને તે શક્કરવારીમાંથી લઈ આવ્યા હોય પાછાં. બીજાં લોકોએ કાઢી નાખેલી, વેચી દીધેલી, તે આ લોકો લઇ આવે વેચાતી ! એટલે જીવ-શિવની ભેદબુદ્ધિ જવી જોઈએ. એટલે અખાએ એ જ કહ્યું ને કે,
‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.'
ખરું કહે છે ને અખો ? એટલે જીવ-શિવની ભેદબુદ્ધિ છૂટી કે પછી તું શુદ્ધાત્મા છે, તું જ પરમાત્મા છે ! આ તો કહેશે, ‘ભગવાન જુદા ને
હું જુદો.” પણ જ્યારે જીવ-શિવની ભેદબુદ્ધિ સમજાઈ જશે કે આમાં કશો ભેદ જ નથી, ત્યારે થઈ ગયો છૂટ્ટો !
વાત તો એક દહાડો સમજવી પડશે ને ? બાકી, છેવટે આત્મા તો જાણવો પડશે ને ? આત્મા જાણેને એટલે પેલી જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી ગઈ, ને જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી તો ભય તૂટી જાય, ને પછી વીતરાગતા રહે.
ભગવાન જુદો ને હું જુદો, કહે તો ક્યારે પાર આવે ? એ તો અનંત અવતારથી છે જ ને ? એ તો હું ને તું બે છે જ ને ! ‘તું હી, તું હી’ કેટલાય અવતારથી ગા ગા કર્યા કરે છે.
તમે જ તો આ જગતના માલિક છો ! પણ આ તો આખું માલિકીપણું ઊડી જાય છે ! કઈ જાતનું છે આ ? ! એટલે ‘હું જ શિવ છું એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ. ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયું, એનું નામ અનુભૂતિ ! ‘હું જીવ છું એ તો જીવમાત્રને ભાન છે જ.
...પણ રસ્તો એક જ છે ! પ્રશ્નકર્તા : જીવ-શિવનો ભેદ મનુષ્યદેહ સિવાય બીજા કોઈ દેહે તોડી શકાય કે નહિ ?
દાદાશ્રી : ના. બીજા કોઈ દેહે ના થઈ શકે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મદેહે તાપસ કરી શકે ?
દાદાશ્રી : તાપસ ? આ જાણવા માટે ? ના. આ ભેદ તોડવા માટે તાપસનું તો કામ જ નહિ. એ પણ ના કરી શકે.
પ્રશ્નકર્તા : આ ભેદ તોડવા સૂક્ષ્મ ક્રિયાઓ હોય ? એ સૂક્ષ્મ દેહે જાણી શકે ?
દાદાશ્રી : એવું છે, ‘જ્ઞાની પુરુષ' પોતે વધુ આગળ જાણવા માટે બધું કરી શકે. ‘જ્ઞાની પુરુષ'ને જીવ-શિવનો ભેદ ગયેલો જ હોય. છતાં