________________
કે આખો અવતાર સાથે રહે અને તે મોક્ષ થતાં સુધી આત્માની સાથે ને સાથે જ હોય છે !
‘ડિસ્ચાર્જમાં તો સ્વતંત્રતા ન જ હોય, પણ ‘ચાર્જ'માં ય આત્માની સ્વતંત્ર શક્તિ નથી, ‘ડિસ્ચાર્જના ધક્કાથી નવું ચાર્જ થઈ જાય છે, અજ્ઞાનતાને કારણે. ગતભવમાં કર્મોનું ‘ચાર્જિંગ’ યોજના રૂપે હોય છે, જે આ ભવમાં રૂપક રૂપે, ‘ડિસ્ચાર્જ રૂપે હોય છે. યોજનારૂપ હોય ત્યાં સુધી જ તેમાં ફેરફાર શક્ય બને. રૂપકમાં આવ્યા બાદ એ અશક્ય જ છે. આ ભવનો ફેરફાર આવતા ભવે ફળે ને આયોજન જ અટકે એટલે આત્યંતિક મુક્તિ મળે !
એકેન્દ્રિયથી મનુષ્યગતિનું ‘ઇવોલ્યુશનની થિયરી’ પ્રમાણે વાજબી છે. પણ મનુષ્યમાં આવ્યા બાદ, અહંકારની ડોક ઊંચી થાય છે, કર્તા બની ‘ક્રેડીટ-ડેબીટ' કરતો થાય છે, મનુષ્ય જીવનમાં વર્તેલી વૃત્તિઓ-પાશવી, માનવી, રાક્ષસી કે દૈવી વૃત્તિઓને પરિણામે ચતુર્ગતિનાં દ્વાર ખુલ્લાં થાય છે. એક ફેરો મનુષ્ય થયા બાદ, બહુ ત્યારે આઠ ભવ અન્ય યોનિમાં ભટકી ‘બેલેન્સ' પૂરું કરી પાછો મનુષ્યમાં જ આવે છે, ભટકામણની અટકાયત તો આત્મજ્ઞાન પછી જ બને ! આત્મજ્ઞાન થયા પછીની ગતિઓ ક્રમબદ્ધ વહે છે, તેમ ન થાય તો તો બધું નિયતિને આધીન જ ગણાય ને ?! જીવનો મનુષ્યગતિમાં પ્રથમવાર આવવાનો કાળ નિશ્ચિત છે, પણ મનુષ્યગતિ પછી અહંકાર ઊભો થવાથી ગૂંચવાડો ઊભો થાય, પરિણામે ચતુર્ગતિમાં ભટકે છે. ગમે તેવા સંજોગોની ભીડમાં પોતે, અહંકારને મુક્તિની દિશામાં જ વાળે તો મોક્ષ મળે પણ અહંકારને વાળવો સહેલો નથી, એટલે મનુષ્યમાં આવ્યા પછી મોક્ષે જવાનો કાળ નિશ્ચિત નથી, એ તો સમ્યદ્રષ્ટિ થાય ત્યાર બાદ જ મોક્ષે જવાનો કાળ નક્કી બને. આ તો લોકસંજ્ઞા પ્રમાણે ચાલી સંસાર તરફ વહન કર્યું જાય છે. ‘જ્ઞાની પુરુષ' પામ્ય, જ્ઞાનીની સંજ્ઞા પ્રમાણે પ્રવર્તે તો મોક્ષને પામે !
સૂર્યના સંયોગથી પડછાયો ઉત્પન્ન થાય, અરિસાના સંયોગથી પ્રતિબિંબ ઊભું થાય, તેમાં સૂર્યનું કે અરિસાનું કર્તાપણું કેટલું ? પડછાયાને કે પ્રતિબિંબને જોઈને માત્ર ‘બીલિફ’ બદલાઈ છે કે ‘મને’ આ શું થઈ
ગયું ?!!! ‘રોંગ બીલિફ' બેસવાથી અહમ્ અને બુદ્ધિની ઉત્પત્તિ થઈ, જેના આધારે પ્રકૃતિની પ્રવર્તના બંધાઈ. વાસ્તવિકતામાં “મુળ લાઈટ” કે જેનાં પ્રકાશથી અહમ્ અને બુદ્ધિ પ્રકાશિત થઈ પ્રકૃતિને પ્રકાશમાન કરતાં થયાં, તે ‘મૂળ લાઈટ' તરફની દ્રષ્ટિ, તેનું ભાન ઊડી જવાથી ‘મૂળ લાઈટ” ઉપર પડદો પડ્યો, ભ્રાંતિનો ! ને પ્રકૃતિના ચેનચાળાને ‘પોતાના” જ ચેનચાળા માની ‘પોતે પરમાત્મપદથી પરવારી જઈને ‘પોતે પ્રકૃતિ સ્વરૂપે વર્યો !!જેમ અરીસાની ચકલીને બીજી સાચી ચકલી માની મૂળ ચકલી ચાંચો માર માર કરે તેમ સ્તોને ! કેવી ફસામણ ?!!! સંયોગોમાં ખુદ પરમાત્માની કેવી સપડામણ ?!!! તેમ છતાં ય પરમાત્મા તો નિજ સ્વભાવમાં ત્રિકાલા-બાધિતપણે જ રહ્યા છે.
સંયોગોના દબાણથી આત્માનો જ્ઞાન પર્યાય વિભાવિક થયો છે. મૂળ આત્મા નહિ. વિભાવદશામાં જેવું કમ્યું તેવું પુદ્ગલ પણ વિભાવિક થયું, પરિણામે મન, વચન, કાયા, ઘડાયાં ને ‘વ્યવસ્થિત'ના નિયમમાં સપડાયા ! તેથી જ તો આ ગુહ્યતમ વિજ્ઞાનના જ્ઞાતા એવાં ‘જ્ઞાની પુષ'ના સંયોગથી પોતાનું “મુળ લાઈટ’ એક ફેરો દ્રષ્ટિમાં આવી જવાથી મુક્તિપદને ‘પોતે' પામે છે !!! જેમ ગજસુકુમારને સસરાજીએ માથે સળગતી સગડીની પાઘડી બંધાવી તે ઘડીએ નેમિનાથ ભગવાને દેખાડેલા. મૂળ લાઈટમાં પોતે રહ્યા ને આ સંયોગને શેય તરીકે જ્ઞાનમાં જોયો ને મોક્ષને પામ્યા !
| નિજસ્વરૂપની ને કર્તાસ્વરૂપની રોંગ બીલિફથી રાગ-દ્વેષ ઉત્પન્ન થવાને કારણે આવતાં ભવ માટે મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ ‘ચાર્જને ભજે છે અને જૂની ત્રણ બેટરીઓ સ્વાભાવિક પણે ‘ડિસ્ચાર્જને ભજે છે. ‘જ્ઞાનીકૃપાથી ‘રાઈટ બિલીફ બેસે, તો પોતે મુક્તિ પામે !
આત્માના આદિ કે અંતના વિકલ્પો શમાવવા જ્ઞાનીઓ આત્માને અનાદિ અનંત કહી છૂટી ગયા ! કારણ કે સનાતન વસ્તુની આદિ કે અંત કે વધઘટ તે કેવી ? એને આવાગમન ક્યાંથી ? ગોળાકારની શરૂઆત કઈ ?
આદિ જ નથી એને બનાવાય કેમ ? બાકી બનનાર ને બનાવનાર