________________
ઉપોદઘાત ડૉ. નીરુબહેન અમીત
‘જ્ઞાની’નો એક જ શબ્દ હૃદય સોંસરવો વીંધાય, ત્યાં અનંત દોષાવરણનું અપાવરણ થઈ સમસ્ત બ્રહ્માંડને પ્રકાશમાન કરનારા પરમાત્મા પોતાની મહીં જ પ્રકટે છે ! આ અનુપમ ‘જ્ઞાની’ની અજોડ સિદ્ધિ તો જેણે જાણી તેણે જ માણી છે ! બાકી અવર્ણનીય આત્મપ્રકાશને શબ્દ કઈ રીતે પ્રકાશિત કરે ?! કારુણ્ય મૂર્તિ દાદાશ્રી વારંવાર કહેતા સંભળાય છે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન” ન હોય, આ તો ‘એ. એમ. પટેલ’ છે. ‘દાદા ભગવાન’ તો મહીં પ્રગટ થયા છે તે છે. એ ચૌદલોકનો નાથ છે ! તમારે જે જોઈએ તે માંગી લો. પણ તમને ટેન્ડરે ય ભરતાં નથી આવડતું !” અને એ હકીક્ત છે ! એમને ‘જે’ સકલ બ્રહ્માંડનું સ્વામિન્ડ લાવ્યું છે, ‘તે’ માંગવાને બદલે હતભાગી જીવો એકાદ ‘પ્લોટ’નું ટેન્ડર ભરી દે છે ! તે વખતે તેઓશ્રીનું હૃદય જો કોઈ વાંચી શકે તો જરૂર તેને અપાર કરૂણાથી છલકાતું દિસે !
- આત્મસંબંધી પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ પરમ સથી સેંકડો જોજન દૂર ધકેલે છે. ભલે આત્મજ્ઞાન લાધ્યું ના હોય પણ જ્ઞાની પુરુષોએ જે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો ને જેની પ્રગટ જ્ઞાનીપુરુષ યથાર્થ સમજ આપે છે, તે જો ફીટ થઈ જાય તો ય પોતે ઊંધી દિશામાં જતો અટકે છે. પ્રસ્તુત ગ્રંથમાં સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં ‘જેમ છે તેમ' આત્માનું સ્વરૂપ તેમજ જગતનું સ્વરૂપ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તે સંબંધમાં તેમના જ શ્રીમુખેથી નીકળેલી વાણીનું અત્રે સંકલન કરવામાં આવ્યું છે, જે અધ્યાત્મ માર્ગમાં પદાર્પણ કરનારાઓને આત્મસન્મુખ કરવામાં અત્યંત ઉપયોગી નીવડશે.
‘જ્ઞાની પુરુષ'ની વાણી નિમિત્ત ને સંજોગાધિન સહજપણે નીકળે છે, તેમાં ક્યાંય ક્ષતિ-બુટી લાગે તો તે માત્ર સંકલનાની જ ખામી હોય, ‘જ્ઞાની પુરુષ'ની વાણીની કદી નહીં. તે બદલ ક્ષમા પ્રાર્થના !
- ડૉ. નીરુબહેન અમીનનાં
જય સચ્ચિદાનંદ
ખંડ : ૧ આત્મા શું હશે ? કેવો હશે ? બ્રહ્માંડની સૂક્ષ્મત્તમ ને ગુહ્યત્તમ વસ્તુ કે જે પોતાનું સ્વરૂપ જ છે, પોતે જ ‘જે છે, ‘તૈ' નહીં સમજાવાથી ‘આત્મા આવો હશે, તેવો હશે, પ્રકાશ સ્વરૂપ હશે, પ્રકાશ તે કેવો હશે ?!' એવા અસંખ્ય પ્રેરક વિચારો વિચારકોને ઊઠતાં જ હોય છે. એનું યથાર્થ કલ્પનાતીત દર્શન તો પ્રગટ ‘જ્ઞાની પુરુષ' જ કરી, કરાવી શકે છે. તેમના પ્રત્યક્ષ યોગની પ્રાપ્તિ ન થઈ હોય એવાંઓને પ્રસ્તુત જ્ઞાનવાણીનો ગ્રંથ સાચો માર્ગ બતાવી તે તરફ વહન કરાવે છે.
જે પોતાનું સેલ્ફ જ છે, પોતે જ છે, એ જાણવું, એનું નામ આત્મા. એને ઓળખવાનો છે.
આત્માના સ્વરૂપની, આકૃતિની આશંકાઓ ને કલ્પનાઓથી પરનું સ્વરૂપ જેણે જાણ્યું, જોયું, અનુભવ્યું ને નિરંતર તેમાં વાસ કર્યો છે તેમણે આત્માને આકૃતિ નિરાકૃતિથી પર કીધો ! સ્થળ, કાળ કે કોઈ આલંબનની જયાં હસ્તિ નથી એવું નિરાલંબ, પ્રકાશ સ્વરૂપ છે આત્માનું. એવાં આત્મામાં ‘શાની’ રહે છે. પોતે જુદા, દેહ જુદો, પાડોશી તરીકે દેહ વ્યવહાર કરે છે !