________________
સમર્પણ
અનંતકાળ વહી ગયો, ન થયું આત્મદર્શન, પ્રગટ ‘જ્ઞાની’ વિના, કોણ ખોલે સુદર્શન ? ‘જ્ઞાની' તણાં દર્શને, મળી જાય જો નિદર્શન, અહો ! અહો ! અનુપમ અભેદ વિશ્વદર્શન ! દ્રષ્ટિ પડતાં જ, અવળાનું સવળું બતાવે, અંતરદાહની અવિરત સીંદરી બૂઝાવે. ઠોકરો હાશ અટકી, થતાં જ્ઞાન ઉજાશે. સંસારી દુઃખ અભાવ, સનાતને સુખે સુવાસે. જ્ઞાની’ને પ્રગટ્યું જે, ‘આ’ દર્શન નિરાવરણું, અનંત ભેદે, પ્રદેશે, આત્મતત્ત્વ ઝળક્યું. નિજના દોષો દેખાડે, સૂક્ષ્મતરે સૂક્ષ્મતમે, ‘દર્શન’ કેવળ પુછ્યું, અટક્યું “જ્ઞાન” ચાર અંશે. અહો ‘આ’ દર્શને, ખુલ્યા મોક્ષમાર્ગ દુષમકાળે, પ્રત્યેક પગલે પાથર્યા પ્રકાશ પરમ હિતે, બંધન તોડાવતું, દ્રષ્ટિ બદલતું ‘દાદા' દર્શન ! ‘આપ્તવાણી” થકી જગકલ્યાણાર્થે સમર્પણ.