________________
આપ્તવાણી-૮
૧૯
દાદાશ્રી : નથી.
પ્રશ્નકર્તા : અને જ્યાં દર્દ થાય છે, ત્યાં આત્મા છે ?
દાદાશ્રી : હા, ત્યાં આત્મા છે.
પ્રશ્નકર્તા : તો સુખ-દુ:ખની અસર થાય તો આત્મા સંસારી થઈ ગયો ?
દાદાશ્રી : ના. આત્મા સંસારી થતો નથી. આત્મા મૂળ સ્વરૂપે જ છે. તમારો માનેલો આત્મા સંસારી થઈ ગયો છે, જેને તમે આત્મા માનો છો એ સંસારી થઈ ગયો છે અને એ ‘મિકેનીકલ’ છે. એટલે પેટ્રોલ પૂરો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. આ નાક દબાવી રાખે ને તો અરધો કલાક-કલાકમાં ‘મશીન' બંધ પડી જાય. એટલે લોકો ‘મિકેનીકલ’ આત્માને આત્મા માને છે. મૂળ આત્માને જોયો નથી, મૂળ આત્માનો એક અક્ષરે ય સાંભળ્યો નથી અને ‘મિકેનીકલ’ આત્માને જ સ્થિર કરે છે. પણ ‘મિકેનીકલ’ સ્થિર ના થાય કોઈ દહાડો ય !
એટલે આ વાળ કાપીએ અને આ નખ જે વધારાના છે ત્યાં આત્મા નથી. જ્યાં આગળ નખ કપાયો અને લ્હાય બળી ત્યાં આત્મા છે. બાકી, આત્મા આખા ‘બોડી’માં જ છે.
પ્રશ્નકર્તા : પણ યોગશાસ્ત્રમાં તો એવું કહે છે કે અહીં બ્રહ્મરંધ્રમાં આત્મા છે.
દાદાશ્રી : એ બધું યોગશાસ્ત્ર એમને માટે કામનું છે. તમારે સાચું જાણવું છે ? લૌકિક જાણવું છે કે અલૌકિક જાણવું છે ? બે જાતનું જ્ઞાન, એક લૌકિકમાં ચાલે છે એ અને બીજું વાસ્તવિક જ્ઞાન. તમારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક ?
પ્રશ્નકર્તા : બંને જાણવું છે.
દાદાશ્રી : જો લૌકિક જાણવું હોય તો આત્માનું સ્થાન હૃદયમાં છે અને અલૌકિક જાણવું હોય તો આત્મા આખા શરીરમાં છે. લૌકિક જાણવું
આપ્તવાણી-૮
હોય તો આ દુનિયા ભગવાને બનાવી છે અને અલૌકિક જાણવું હોય તો ભગવાને દુનિયા બનાવી નથી.
પ્રશ્નકર્તા : એવું પણ કહેવાય છે કે હૃદયમાં અંગૂઠા જેવડો આત્મા
છે.
૨૦
દાદાશ્રી : ના, એ બધી વાતમાં કશો માલ નથી.
ક્યાં માન્યતા અને ક્યાં વાસ્તવિકતા !!
પ્રશ્નકર્તા : પણ ઉપનિષદમાં આ વાક્ય આવે છે, ‘અંગુષ્ઠ માત્ર પ્રમાણ’-તારા હૃદયની અંદર આત્માનું પ્રતિબિંબ જોવું હોય તો એવું ધ્યાન કર કે તને ‘અંગુષ્ઠ માત્ર પ્રમાણમાં દેખાય.
દાદાશ્રી : આ સાયન્ટિફિક વાત નથી. એટલે સાયન્ટિફિક હોત તો હું આગળ વધત. આ તો એક સ્તરવાળાને સ્થિર કરવાનું સાધન છે. સાવ ખોટું નથી, ખોટું તો કેમ કહેવાય ? જે વસ્તુ કોઈ પણ માણસને સ્થિર કરી શકે, એને ખોટી તો કહેવાય જ નહીં ને ! એટલે આ જે હૃદય છે ને, તેની મહીં સ્થૂળ મન છે, એટલે ત્યાંની ધારણા છે. આ હૃદયમાં જો
ધારણ કરો ને, તો પછી આગળ વધાય. અને આગળ વધવા કોણ નથી દેતું ? બુદ્ધિ આગળ વધવા દેતી નથી અને હૃદયની ધારણા આગળ વધવા દે એવી છે, મોક્ષે જવું હોય તો હૃદયની હેલ્પ ચાલશે. એટલે દિલનું કામ જોઈશે. બુદ્ધિથી નહીં ચાલે.
એટલે આ તો બધું અંગૂઠા જેવડો કહીને લોકોને ગભરાવી માર્યા. આત્મા તો દેહપ્રમાણ છે. એ આત્મા આખો ય દેહપ્રમાણ છે અને તેની ઉપર આ બધું વળગણ ચોંટેલું છે. તે કેવી રીતે છે ? કે આ ઝાડની ડાળી
હોય તેના પર પેલી લાખ ચોંટે છે ને ? એવી રીતે આ કર્મો બધાં ચોંટી ગયાં છે, અનંતા પ્રદેશમાં અનંતા કર્મ ચોંટેલાં છે. તે જે પ્રદેશમાં કર્મ ખૂલ્યું ત્યાંનું જ્ઞાન પ્રગટ થઈ જાય. આ તમામ ડૉકટરી પ્રદેશનું ખૂલ્યું તો તમને ડૉક્ટરી જ્ઞાન થઈ જાય, કોઈને વકીલનું જ્ઞાન થઈ જાય. જેને જે પ્રદેશ ખૂલ્યા ત્યાં આગળ એ જ્ઞાન પ્રગટ થઈ જાય.
હવે આત્મા તો આખો જ છે. એમાં ફક્ત પગ કે એવું તેવું કશું