________________
આપ્તવાણી-૨
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૨
‘ગુફા” ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી ‘ગુફા” ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક કલેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીને ય કલેશ કરાવે ! જંપવા ના દે ! માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો કલેશ ના થવા દઇશ. તારો કલેશ ભાંગ્યા પછી બીજાનો કલેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય !
આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે, પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઈ જાય ! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઇ પડે. ‘અમે’ અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે ‘પોતે' તો નિરંતર “અમારા સ્વરૂપમાં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલે યે લોકપૂજ્ય થઇ પડયું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે, ને છતાં ય લોકપૂજ્ય પદ છે ! એ ય આ કાળનું આશ્ચર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે ! - આ ‘અક્રમ માર્ગ'માં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો કલેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ કલેશ ના થાય અને સામો કલેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ મકાનમાં કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ ‘રૂમ” મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.
કલુષિત ભાવ નીકળી જાય તો પુદ્ગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે તેમાં તો થોડાઘણા કલુષિત ભાવો નીકળી જાય છે. તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો ‘જ્ઞાન’ મળ્યા પછી જ થાય. ત્યાર પછી ‘સ્વક્ષેત્રમાં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ કયારે ભેગો થાય ? પુરુષ થાય ત્યારે. એટલે બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?
કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.
ઉચ્ચ ગોત્ર કયાં સુધી ? લોકપૂજય હોય ત્યાં સુધી. જે લોકનિંદ્ય નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કહ્યા. આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી, માટે તું લોકપુજય પદમાં છે ! ભગવાન આમાં ડાહ્યા હતા, પણ ભક્તો એટલા ડાહ્યા નથી કે ભગવાને મને લોકપૂજ્યપદ આપ્યું છે માટે મારે ડાઘ પડવા ના દેવો જોઇએ. નહીં તો લોકપૂજય તો ના હોય ! એ હોય તો બે કે ત્રણ જ હોય, આખા જગતમાં ! આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ. પાછળ શિષ્ય કહેશે કે જવા દોને એની વાત, એવું કહે. કૃપાળુ દેવ લોકપૂજ્ય હતા. લોકપૂજય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર. ભગવાન લોકપૂજ્ય હતા. લોકનિંદ્ય જે જે ભાગ હોય તો એની માફી માગીને ધોઈ નાખીએ.
પૂજ્ય હાર્ટિલી હોય. ભગવાન મહાવીર લોકપૂજ્ય પદને લઇને આવેલા. સહજાનંદ સ્વામી ત્રીજા પ્રકારના ભગવાન કહેવાય, બ્રહ્મલોક