________________
આપ્તવાણી-૨
૧૩૧
૧૩૨
આપ્તવાણી-૨
ધર્મધ્યાન રહે અને મહીં, રીયલમાં શુકલધ્યાન વર્તે ! એવું ગજબનું આશ્ચર્યજ્ઞાન છે !!!
ક્રમિક માર્ગમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાં ગયાં તે ભગવાન પદમાં આવ્યો ગણાય, ત્યાંથી ભગવાન પદની શરૂઆત થઇ ગણાય !
ધર્મધ્યાન કોને કહેવાય ?
મારી સાચી છે કે ખોટી ? આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે. અને ઝાડ જ બચકાં ભરે તો શું થાય ? એવું અત્યારે આ શેઠિયાઓ બચકાં ભરે છે કે, ‘તમે નાલાયક છો, તમે આમ છો, તમે તેમ છો’ વગેરે. ગરીબોને તો તમે નાલાયક કહી શકશો, કારણ કે બિચારા એને સત્તા નથી. ને નોકરોનું તો આખો દહાડો તેલ જ કાઢે છે નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે, ‘હાથ ભાંગલા છે, તારે આમ છે’ એમ ગાળો ભાંડે. તે તારી શી ગતિ થશે ? નોકરના હાથ ભાંગલા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને ? જૈન આજે બેભાન થઇ ગયા છે. એના કરતાં તો વૈષ્ણવો સારા રહ્યા છે, એટલું બેભાનપણું નથી આવ્યું. આ તો કર્મના કર્તા થઇ ગયા ! વ્યવહારથી ભગવાને કહેલું, ડ્રામેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો ‘હું જ કરું છું, મારા વગર કોણ કરે!” એનાથી તો કર્મબંધન થાય છે. અને પાછાં એકલાં નિકાચિતનાં બંધન થાય, મોળાં નહીં. વૈષ્ણવોને તો મોળાં કર્મનાં બંધન થાય ને જૈનોને તો ઘોડાગાંઠ !
આમાં કોઇનો દોષ નથી. બધા આચાર્યો, સાધુઓ બધાંની ઇચ્છા છે કે ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવું છે પણ એવા સંજોગો બાઝતા નથી. જેમ આ જગતના લોકોને કેવું હોય કે મારા ઘરનાં માણસોને મારે સુખી કરવા છે એવી ભાવના છે પણ સંયોગ બાક્યા વગર શી રીતે સુખી થાય ? એવી રીતે આ સાધુ આચાર્યોને સંયોગ બાઝતો નથી.
અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું ત્યાર પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા હવે નથી થતાં.
દાદાશ્રી : હમણાં દીકરી પરણાવી ત્યારે લગ્નમાં કેવી પરિણતી રહેતી હતી ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ઊભાં થતાં હતાં ?
પ્રશ્નકર્તા ના દાદા, એકુય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ઊભું થયું નથી.
દાદાશ્રી : આ “અક્રમ-જ્ઞાન’ જ એવું છે. આ જ્ઞાનથી રીલેટિવમાં
આર્ત ને રૌદ્રધ્યાન ના હોય તો ધર્મધ્યાનમાં આવ્યો કહેવાય. આ ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે નવાં કર્મો બંધાતા અટકે, પણ તેમ બને તેવું નથી. એ તો અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ ત્યાર પછી જ ‘બહાર’ ધર્મધ્યાન શરૂ થાય ને “મહીં” શુકલધ્યાન વર્તે અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઇ જાય. આ અક્રમ માર્ગ છે એટલે બાહ્ય ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઇ જાય !
ભગવાને કહેલું ધર્મધ્યાન હોય તો ય નિકલેશ હોય, કલેશ ના હોય. પૈસા ઓછા વત્તા થાય પણ નિકલેશ હોવું જોઇએ. આવું કલેશરહિત ઘર ખોળવું એ મુશ્કેલ છે. મતભેદ એ કલેશ કહેવાય છે અને કલેશ છે ત્યાં સંસાર ઊભો છે. જેનો કલેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય.
નાના પ્રકારના કલેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઇ જાય. આ મતભેદમાં ને કલેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય. જેટલો ટાઇમ કલેશ કરે એટલો ટાઇમ એ જનાવરની ગતિ બાંધે! સજ્જનતામાં જનાવરનું ના બંધાય.
‘કલુષિત ભાવ'ના અભાવે ભગવાન પદ !
પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તો ય સામો આવીને કલેશ કરી જાય તો ?
દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કહ્યું ને, કે એવી