________________
આપ્તવાણી-૨
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૨
જ્ઞાન કલાકમાં આપી શકીએ તેમ છીએ, તમારી તૈયારી જોઇએ. પણ આ કાળની વિચિત્રતા છે માટે તમને એ પૂરેપુરું પચશે નહીં. ‘અમને” જ ૩૫૬ ડીગ્રી એ આવીને ઊભું રહ્યું છે ને ! પણ મહીં તો એનું સંપૂર્ણ સુખ ‘અમને’ વર્તે છે.
કોઈ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે. ભગવાન મહાવીર પછીનાં ૨૫૦૦ વર્ષ હવે પૂરાં થાય છે અને ભગવાન મહાવીર પછી સાડાત્રણ વરસ જ વીત્યાં હોય તેવો કાળ આવી રહ્યો છે. અત્યારે ભલે દુષમકાળ હોય, પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે. ખરો કાળ જ અત્યારે આવ્યો છે. આ કાળમાં જે લોકનિંદ્ય નથી તેને ભગવાને લોકપૂજ્ય કહ્યા છે. આવો આ સુંદર કાળ છે તો તેનો લાભ ઉઠાવી લેવો જોઇએ ને ?
સુધી લઇ જાય. ક્રાઈસ્ટ એ પહેલા પ્રકારના ભગવાન છે.
ભગવાન એટલે શું, કે એમના લેવલવાળા આજુબાજુના એમના બુ પોઈન્ટમાં જે આવ્યા હોય એમને એ જ ભગવાન લાગે. ક્રાઇસ્ટ ભગવાનના વ્યુ પોઈન્ટમાં આવેલા લોકોને મહાવીર બતાવીએ તો તેમને મહાવીર ભગવાન ના લાગે, તેમને તો ક્રાઇસ્ટ જ ભગવાન લાગે.
આ ‘જ્ઞાની પુરુષ'ને ય લોક ભગવાન તરીકે ઓળખે. ભગવાન તો વિશેષણ છે. અને અમે નિર્વિશેષ શુદ્ધાત્મા ! શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં. આ વિશેષણથી જ જગત ઊભું થયું છે. ‘શુદ્ધાત્મા'ને વિશેષણ હોય નહીં. એટલે જ અમારું આખું પદ ‘નિર્વિશેષ’ છે.
આ અમને ભગવાન કહે, એ તો ‘અમારી” મશ્કરી કરવા જેવું છે. કોઇ બહાર બાવો હોય અને પોતાને એક પણ કલુષિત ભાવ ના થાય અને પોતાને નિમિત્તે બીજામાં કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો તેને પણ ભગવાન પદ પ્રાપ્ત થાય. તે “અમને’ ય ભગવાન કહ્યા. પણ આ તો નિર્વિશેષ પદ છે ! એને વિશેષણ ના હોય. શાસ્ત્રોમાં આ પદ ના હોય ! માટે વિશેષણમાં કોઇએ પેસવું નહીં. ‘અમને' વિશેષણ હોય જ નહીં. ભગવાન એ તો વિશેષણ છે, નામ નથી. કોઈ બી.એસસી. થાય તો તેને ગ્રેજ્યુએટ કહે. પછી એ એથી આગળ દસ વર્ષ ભણે તો ય તેને ગ્રેજ્યુએટ કહીએ તો કેવું હીન લાગે ? ‘જ્ઞાની પુરુષો’ને ‘ભગવાન” કહેવું એ તો હીનપદમાં કહ્યા બરોબર છે. “ભગવાન” પદ તો ‘જ્ઞાની પુરુષ'ને માટે હીનપદ છે. ‘જ્ઞાની પુરુષ' તો અજાયબ કહેવાય ! એ તો નિર્વિશેષ હોય. પણ લોકો ઓળખે શી રીતે ? તેથી ભગવાન કહેવું પડે. ભગવાન તો ભમ્ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભગૂ ઉપરથી ભગવાન. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થાય તેમ જેણે ભગવત્ ગુણો પ્રાપ્ત કર્યા હોય તે ભગવાન કહેવાય. ‘જ્ઞાની પુરુષ' તો એથી ય બહુ આગળ ગયા હોય. એની આગળ કશું જ બાકી ના હોય. અમારે માત્ર ચાર ડીગ્રી બાકી રહી છે. ભગવાન મહાવીરને ૩૬૦ ડીગ્રી પૂરી થઇ હતી ને ‘અમારે’ ૩૫૬ ડીગ્રીએ કેવળ જ્ઞાન અટકયું છે, તે પણ આ કાળની વિચિત્રતાને લીધે! પણ તમને જો જોઇતું હોય તો અમે તમને સંપૂર્ણ ૩૬૦ ડીગ્રીનું કેવળ
અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગતકલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે કયારે ય પણ કોઈ ચીજના કર્તા ના હોઇએ. કારણ કે કર્તા થાય તો તેના ભોકતા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ.
માટે બધાને ભલે મોક્ષધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ ધર્મધ્યાન તો આ કાળમાં કુલ સ્ટેજ પર જઇ શકે એવું છે. “અક્રમ માર્ગે’ મોક્ષ તો અમુક મહા પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય, પણ બીજાં બધાંને અમે ઊંચામાં ઊંચું ધર્મધ્યાન આપી શકીએ એમ છીએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન એ અધર્મધ્યાન છે. ધર્મધ્યાન એ ધર્મધ્યાન છે ને શુકલધ્યાન એ આત્મધ્યાન છે. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જાય તેનું નામ ધર્મધ્યાન.