________________
તે અર્થે આપ્તવાણી શ્રેણી-૭માં તેઓશ્રીની જીવનવ્યવહાર સંબંધી નીકળેલી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે. જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગને જ્ઞાની પુરુષ જે દ્રષ્ટિથી જુએ છે, તેનું જે વર્ણન સાદી સરળ ભાષામાં કરે છે. તે તે પ્રસંગમાં વણાયેલી વ્યક્તિઓનાં મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર-વાણી તથા વર્તનને તેઓ ‘જેમ છે તેમ' જોઈને આપણી સમક્ષ તેનું હૂબહૂ વર્ણન તાદ્રશ્ય ખડું કરી દે છે !
‘ભોગવે તેની ભૂલ’, જાણી બૂજીને છેતરાવું, ‘ભીડ નહિ, ભરાવો નહિ', ‘ફ્રેકચર થયું કે સંધાયું ?!’ રાહ જોવાનાં જોખમ', “જગત પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ’ આવી અનેક મૌલિક, સ્વતંત્ર અને ‘મોસ્ટ પ્રેક્ટિકલ’ વ્યવહારુ ચાવીઓ જ્ઞાની પુરુષ થકી પ્રથમ વાર જગતને મળે છે !!
સંપાદકીય વાણી સાંભળવાના ઉદયો તો અનેક આવ્યા, પરંતુ જે માત્ર કાનને કે મનને સ્પર્શીન વહી ગઈ. કિન્તુ હૃદયસ્પર્શી વાણી સાંભળવાનો સમો ના સંધાયો. એ હૃદયસ્પર્શી વાણી કે જે સોંસરવી ઊતરી અજ્ઞાન માન્યતાઓને સડસડાટ ફ્રેકચર કરી નાખી સમ્મદ્રષ્ટિ ખુલ્લી કરે, જે નિરંતર ક્રિયાકારી બની જ્ઞાન-અજ્ઞાનના ભેદને પ્રકાશમાન કરતી રહે, એવી દિવ્યાતિદિવ્ય અદ્ભુત વાણી તો ત્યાં પ્રગટ થાય છે કે જ્યાં પરમાત્મા સંપૂર્ણપણે સર્વાગપણે પ્રગટ થયા હોય છે !!! એવી દિવ્યાતિદિવ્ય વાણીનો અપૂર્વ સંયોગ વર્તમાને પ્રગટ જ્ઞાની પુરુષના શ્રીમુખેથી ઉપલબ્ધ બન્યો છે ! એ વેધક વાણીની અનુભૂતિ પ્રત્યક્ષ સાંભળનારને તો થાય છે, પણ વાંચનારને પણ અવશ્ય થાય છે !
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટે જ્ઞાની પુરુષની એ હૃદયસ્પર્શી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે કે જેમાં આવાં થોડાક પ્રસંગોને વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક સુરા વાચકને પોતાના જીવન વ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ, નવાં જ દર્શનની તેમજ વિચારક દશાની નવી જ કડીઓ ખુલ્લી થવામાં મદદરૂપ થાય તેવો અંતર-આશય
જેમનું દર્શન કેવળ આત્મસ્વરૂપનું જ નહિ, પણ વ્યવહારના એક એક ક્ષેત્રમાં ચોગરદમથી ફરી વળી તે પ્રત્યેક ક્ષેત્રને, તે તે વસ્તુને સર્વ ખૂણાઓથી તથા તેની સર્વ અવસ્થાઓથી પ્રકાશિત કરી શકે છે તથા તેને ‘જેમ છે તેમ’ વાણી દ્વારા ખુલ્લું કરી શકે છે ! એવા જ્ઞાની પુરુષની અનુભવપૂર્વકની નીકળેલી વાણીનો સર્વજનોને લાભ મળે
જ્ઞાની પુરુષની વાણી ઉદયાધીનપણે, દ્રવ્ય-ક્ષેત્રકાળ અને સામી વ્યક્તિના ભાવને આધીન નીકળતી હોય છે અને છતાં જગત-વ્યવહારના વાસ્તવિક નિયમોને પ્રગટ કરનારી તથા સદાકાળ અવિરોધાભાસ હોય છે. સુજ્ઞ વાચકને એ વાણીમાં વિરોધાભાસની ક્ષતિ ભાસિત થાય તેમાં માત્ર સંકલના જ એકમેવ કારણ હોઈ શકે !
- ડૉ. નીરુબહેન અમીનનાં
જય સચ્ચિદાનંદ