________________
ઉપોદ્ધાત
ડૉ. નીરુબહેત અમીત જીવનના સીધા સાદા રોજ બનતા પ્રસંગોમાં અજ્ઞાનદશામાં કષાયોનો વિસ્ફોટ કઈ રીતે થાય છે, કેવા સંજોગોમાં થાય છે. તેના ગુહ્ય તેમજ દેખીતા કારણો શું ? તેનો ઉપાય શું ? તેમજ આવાં કષાયોના વિસ્ફોટ થવાના પ્રસંગોમાં કઈ રીતે વીતરાગ રહેવાય ? તેની સર્વ ચાવીઓનો સુંદર, સરળ ને સોંસરી ઊતરી જાય તેવી, સચોટ દ્રષ્ટાંતો સાથેની સમજ અત્રે પ્રગટ કરવામાં આવી છે.
પોતાના સ્વરૂપની અજ્ઞાનતાને લીધે વહોરી લીધેલો સંસાર ને તેનો ખાય માર ! સેલટેક્ષ, ઈન્કમટેક્ષ, ભાડાં, વ્યાજ, બૈરી-છોકરાંનાં ખર્ચા, આ બધી તલવારો માથે લટકે છે, રાતદા'ડો ! છતાં અક્રમ વિજ્ઞાન એમાં નિરંતર નિર્લેપ રાખી પરમાનંદમાં રાખે છે ! સ્વરૂપ જ્ઞાનથી જ જંજાળો છૂટે ! જીવનમાં ‘શું હિતકારી ને શું નહીં’ એનું સરવૈયું કાઢતાં આવડવું જોઈએ. પૈણતાં પહેલાં ‘પૈણ્યાનું પરિણામ રાંડવાનું’ એ લક્ષમાં હોવું જ જોઈએ ! બેમાંથી એકને તો જ્યારે ત્યારે રાંડવાનું જ ને ?!
આબરૂદાર તો તેને કહેવાય કે જેની સુગંધી ચારે કોર આવે ! આ તો ઘેર જ ગંધાતો હોય ત્યાં બીજાંની ક્યાં વાત ?!
નકલ કરવાવાળો ક્યારે ય રોફ ના પાડી શકે ! બહાર જાય ને પેટને ઠોકઠોક કરે ! અલ્યા, કોઈ તને જોવા નવરું નથી ! સહુ સહુની ચિંતામાં પડેલાં છે !
પોતાનું હિત ક્યારે થાય ? પારકાનું કરે ત્યારે ! સંસારિક હિત એટલે નૈતિકતા, પ્રમાણિકતા, કષાયોની નોર્માલિટી, કપટ રહિતતા. અને આત્માનું હિત એટલે મોક્ષપ્રાપ્તિ પાછળ જ પડવું તે !
૨. લક્ષ્મીનું ચિંતવત ?! સામાન્ય જન સમાજમાં લક્ષ્મી સંબંધી પ્રવર્તતી અવળી માન્યતાઓ ક્યાં ક્યાં કેવી રીતે માણસને અધોગતિનાં બીજ રોપાવી દે છે, તેનો સુંદર ચિતાર જ્ઞાની પુરુષ રજૂ કરે છે અને લક્ષ્મી એ તો બાયપ્રોડક્ટ છે.”
- દાદાશ્રી એમ કહીને લક્ષ્મીના પ્રોડક્શનમાં ડૂબેલા લોકોની આંખ ખોલી દે છે ને આખી જિંદગીની ગળામજૂરીનું એક વાક્યમાં જ બાષ્પીભવન કરાવી દે છે ! એટલું જ નહિ, પણ આત્મા પ્રાપ્ત કરી લેવો એ જ મેઈન પ્રોડક્શન છે તે પકડાવી દે છે !
લક્ષ્મીનો સંઘરો કરનારાઓને લાલબત્તી ધરાઈ છે કે આ કાળની લક્ષ્મી ક્લેશ લાવનારી છે, એ તો વપરાઈ જાય તે જ ઉત્તમ. તેમાં ય ધર્મના
પ્રસંગ ભલે સાવ સાદો હોય, આપણે ઘણી વાર અનુભવ્યો હોય કે સાંભળ્યો હોય, પરંતુ તે પ્રસંગે થતી આંતરિક સૂક્ષ્મ પ્રક્રિયાઓ, પોતા પર તેમ જ સામા પર, તે સર્વનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિશ્લેષણ જ્ઞાની પુરુષે જે રીતે કર્યું છે કે જે ક્યાંય પણ કે ક્યારેય પણ જોવામાં નહીં આવ્યું હોય. અરે, ખુદ એમની પાસે પ્રત્યક્ષ સાંભળનારાને પણ તૂટક તૂટક જગ્યાએ સૂચન કરવામાં આવેલાં રહસ્યો દ્રષ્ટિગોચર બની જઈ વિસારે પડે છે. જે અત્રે એકત્રિતપણે સંકલિત કરવા થકી સર્વ એંગલથી તે પોઈન્ટ સ્પષ્ટતાને પામે છે, જે એનાલિસીસ સુજ્ઞ વાચકને એના જીવનના પ્રસંગે પ્રસંગે દીવાદાંડીરૂપ બની રહે છે !
૧. જાગૃતિ, જંજાળી જીવનમાં.... આ સંસારનો માર રાતદા'ડો ખાય છે છતાં સંસાર મીઠો લાગે છે એ ય અજાયબી જ છે ને ! માર ખાય ને ભૂલી જાય, તેનું કારણ છે મોહ ! મોહ ફરી વળે ! ડિલિવરીમાં સ્ત્રીઓને જબરજસ્ત વૈરાગ આવે ને બાળક જુએ ને બધું ભૂલી જાય ને બીજાની રાહ જુએ ! માયાનો માર એટલે