________________
મંગલાચરણ નિજ સ્વભાવસે સદ્દગુરુ, અગુરુ-લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમાં સિદ્ધ પરમગુરુ, સત્યમ્ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટિ દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ્, જગ કલ્યાણક યજ્ઞમેં મંગલમય ઘો આશિષ.... સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, ગલતી ભૂલકો માફી ઘો, વ્યવહારે સદ્બુદ્ધિ હો, નિશ્ચયમેં અભિવૃદ્ધિ થો.
સમર્પણ અહો, અહો ! આ અક્રમિક આપ્તવાણી, ઉલેચે અજ્ઞાન અંધાર, તેજ સરવાણી. સંતપ્ત હૃદય ઠારી બનાવે આત્મસન્મુખી, પ્રત્યેક શબ્દો કરે સૂઝ ઉદ્ધપરિણામી. વિશ્વાસનીય આત્માર્થે સંસારાર્થે પ્રમાણી, મોક્ષપંથે એકમેવ દીવાદાંડી સમજાણી. પાથરે સદા એ પ્રકાશ, અહો ! ઉપકારિણી, ખોલી ચક્ષુ, હે પથી ! વાટ કાપ ‘ઠોકર'-વિણી. દિવ્યાતીદિવ્ય આપ્તપુરુષ અક્રમ વિજ્ઞાની, ‘દાદા’ શ્રી-મુખે વહી વીતરાગી વાણી. અહો ! જગતકલ્યાણાર્થે અદ્ભુત લ્હાણી, કેવળ કારુણ્યભાવે વિશ્વચરણે સમર્પણી.