________________
આપ્તવાણી-૨
પલંગ પર સૂતાં સૂતાં પાસાં ના ફેરવે. પણ આ તો પલંગ પણ ચૂ ચૂં કરે ! આમાં શું સુખ છે ? ચક્રવર્તીઓને ય તેરસો રાણીઓ હોય તેમાં કેટલીયનાં મોંઢા ચઢેલાં હોય રોજ !
૨૫
એક વિણકભાઇ મારી જોડે રોજ બેસનારા. એમને મેં પૂછયું, “કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે ? જો વહુ મરી જાય તો શું થાય તમારું ?”’
ત્યારે એમણે કહ્યું, ‘‘મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં.” ‘‘ઓત્તારીની ! આ વિણક તો બહુ પાકા. આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઇ વધારે જીવે!” સ્ત્રીને કહે કે, તું સૌભાગ્યવંતી થઇને જજે, પણ હું તો રાંડીશ ! આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય. સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ છે એ જ ભેદ. બાકી તો એ ય ‘શુદ્ધાત્મા’ જ છે ને ?
એક વિણકભાઇ તો એવા શૂરવીર હતા તે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઇ રહી હતી. એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે, એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે, ‘તું મને ગોદડાં ઓઢાડી દે !' આવા શૂરવીર લોકો છે.
શાદી કરી, શાદીફળ ચાખ્યાં હવે ‘વીતરાગ’ રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે, પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભુલભુલામણી છે. જો સ્વરૂપ અજ્ઞાન ગયું ને ‘સ્વરૂપજ્ઞાન’ મળી જાય તો એ ભુલભુલામણી પજવે નહીં. ‘જ્ઞાની પુરુષ' આત્મજ્ઞાન આપી દે એટલે ભુલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !
આ તો મરવા જેવો ખાટલામાં પડયો હોય તો ય નાની બેબીની ચિંતા કરે કે આને પરણાવવાની રહી ગઇ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવર થાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાં ય સમો ના રહે, તે શું થાય ? ‘જ્ઞાની પુરુષ’ તો કહે
૨૬
આપ્તવાણી-૨
કે, ‘“માગ, માગે તે આપું'' પણ સરખું માગે ય નહીં.
સ્ટીમર ડૂબતી હોય ત્યારે આગળથી એની ખબર પડી જાય. એટલે બધાંને મછવામાં ઉતારતાં હોય ત્યારે પેલો ડોસો વહેલો ઉતાવળ કરે. પણ તું મરવાનો થયો, હવે છોકરાને પહેલાં ઊતરવાં દે ને !
લોકો જાણે કે આ રળિયામણી દુનિયા છે ! ના, આ તો મરવાનું કારખાનું છે ! રીંગણા પૈડાં થાય એટલે મરવાનાં જ. આ તો જેટલું કામ કાઢે એટલું પોતાનું !
આ પાલઘરનું સ્ટેશન આવે ત્યારે કોઇ બિસ્તરો પાથરે ત્યારે લોક શું કહે ? ગાંડો જ કહે ને ? મુંબઇ નજીક આવ્યું ને બિસ્તરો પાથરે છે ? એ તો મૂર્ખ જ કહેવાય. કેટલાક તો બોરીવલી આવે ને પત્તાં રમવા બેસી જાય. હવે તો ઊઠ, આ છેલ્લું સ્ટેશન નજીક આવ્યું. તે હવે બિસ્તર બાંધવા મંડી જાને, હવે તો ચેત. જેટલો ચેતે એટલું એનાં બાપનું !
નર્યો ભયવાળો આ સંસાર, ચીતરી ચઢે એવો અને તે ય પાછો નિરંતરનો ! તેમાં લોકોને રાગ શી રીતે આવે છે એ ય અજાયબી છે ને?
આ તો મોહ કે માર ?
આ મોહ કોની ઉ૫૨ ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય એવા સંબંધમાં મોહ શો રાખવો ?
શેઠ કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. ચારસોવીસી કરીને કમાણી કરી અને તે ય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રીલેશન વાળો છે; રીલેટિવ સંબંધ અને પાછો અહંકારી. કંઇ સાક્ષાત્ સંબંધ હોય, રીયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો તો સારું. આ તો સમાજને લીધે દબાઇ ને જ સગાઇ રહી છે અને તે ય ક્યારેક બાપ