________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
જ અત્યારે પૈડપણમાં પજવે. કહેવાય છું કે આ દેહ મારો પોતાનો, પણ પોતાનો થઇ ને પજવે. દાંતને રોજ અજવાળીએ, રોજ સુવાવડ કરાવીએ છતાં એ દુઃખે ! આ આંખ પજવે, કાન પજવે, બધું ય પજવે. જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે !
સબ સબકી સમાલો !
દીકરો લઢે છે, ઝઘડે છે ને ઉપરથી કોર્ટમાં દાવા માંડે છે ! કેટલાક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં ના મુકી આવે ? તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢયું છે ! આ સગાઇમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રીલેટિવ સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે કયાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી !
આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય, ને બળદિયો આંખે દાબડી ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઇશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઇ ઠેરના ઠેર !!! અને ઘાંચી પછી ખોળનું ઢેકું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ ! તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેકું આપી દે એટલે ભાઇ નિરાંતે સૂઇ જાય !
દવાખાનામાં જાય ને તો એનો મોહ ઊતરી જાય. પણ એ લક્ષમાં નથી લેતો, નહીં તો અભાવ આવી જાય. આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તો ય જોવાનું ના ગમે. ફરવા જાય તો ય કહેશે કે આ લોક જોશે તો કેવું દેખાશે ? આ બધી કેરીયું જ છે ને ? તે કરચલી પડયા પછી ગમે નહીં. આ માણસોને હું કેરીઓ કહું છું, કારણકે જે સડી જાય, જેને કરચલી પડે એ બધી જ કેરીઓ ! આ કેરીઓ ને જે કરચલી ના પડતી હોય ને એવી ને એવી રહેતી હોય તો કામનું , પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે. આ કાકા-કાકી હોય તે લગ્ન કરી આવ્યાં ત્યારે કેવાં સુંદર દેખાતાં હતાં, ને હવે પૈડાં થયાં તે ઘણું ય ના ગમે પણ કરે શું ? આ તો ઇન્ડિયા છે ! કેરી તાજી હોય તો અંગોપાંગ સુંદર હોય. પણ કરચલી પડ્યા પછી કેવી દેખાય ? અબુધને એવી ચાલી જાય, પણ બુદ્ધિવાળાની શી દશા થાય ? આ તો નરી ફસામણ છે ! લગ્ન વખતે તો એને “એ” ગમે, પણ પછી કરચલી પડે તો ના ગમે, પણ આ તો ઇન્ડિયા છે તે નભાવવું પડે !
આ દેહનું કેવું છે ? નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો
આ તો ભારે ફસામણવાળું જગત છે, ને એમાં તલ ભારે ય પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઈ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે આ ભાઇની માલિકીનું ઘર છે ? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તે ય જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે !
ભગવાને શું કહ્યું કે, “સબ સબકી સમાલો, મેં મેરી ફોડતા હું ! એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા યાઓ એક મેદાનમાં ઊતરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મુકીને હાંલ્લીમાં મુકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઇ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે, બીજાની લઇશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢયો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડયો, ‘મેં મેરી હાંલ્લી ફોડતા હું, સબ સબકી સમાલો’ તે તરત બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઇ !
આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ, તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, “મને એના વગર નહીં ચાલે.” આવું ‘એના વગર ના ચાલે’ એ કેમ ચાલશે ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા, ચપટીક ખાવું