________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
જોશે તો મારી આબરુ જશે. તે સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! માને લાત મારી ને સાહેબ પાસે પોતાની આબરુ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો ! આ આબરુનો કોથળો! માની આબરુ સાચવવાની હોય કે સાહેબની?
આ કેરી શાથી લઇ આવતાં રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું, નહીં તો આ તો ‘ઊંઠ આંધળી’ એવું કહે !
પાછા કો'ક કહેશે કે મારે છોકરાં નથી. આ છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરા હોય તે પજવે તે શા કામનો ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં તારે શેર માટી નહોતી ? આ કતરાં, બિલાડાં, ગધેડાં, ગાય, ભેંસ એ બધા ય અવતારમાં બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડીને ફર્યા છે ને! આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે. ત્યાં તો પાંસરો મર ને! અને કંઇક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે. છોકરો પજવે ત્યારે ડોસી કહેશે કે, ‘બળ્યો આ સંસાર, ખારો દવ જેવો છે.ત્યારે આપણે કહીએ કે, ‘માજી, શું આ સંસાર પહેલાં ખારો નહોતો ?” એ તો કાયમનો ખારો જ છે. પણ મોહને લઇને, મૂર્છાને લઇને મીઠો લાગતો હતો. તે છોકરો પજવે એટલે મૂર્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે. પણ ફરી પાછી મૂર્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઇમ ઘેર જઇને બધું ભૂલી જાય. જયારે ‘જ્ઞાની’ને તો એટ એ ગ્લાન્સ બધું હાજર રહે. એમને તો આ જગત જેમ છે તેમ નિરંતર દેખાયા જ કરે. એટલે મોહ રહે જ કયાંથી ? આ તો પેલાને ભાન નથી તેથી માર ખાય છે.
સાસુથી કામ ના થતું હોય તો વહુ સાસુને શું કહેશે કે તમે આવ્યાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે, તમે દળો, એટલે વચ્ચે ના આવો. અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે! બંધાયા હોય તો છુટાય એવું નથી ને છૂટયા હોય તો બંધાવાય એવું નથી ! “સ્વરૂપનું જ્ઞાન’ મળ્યું હોય તો આ ફસામણમાંથી છુટાય !
નાનપણમાં મેં નજરોનજર જોયેલું, તે કહું તમને. એક આંધળા ડોસા હતા. એ ખાતા હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં કંટાળીને ચિડાય ને બુમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછા આવા કેટલા અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે ત્રણ અવતારમાં ય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી, છતાં ય આ જગત પર લોકોને કેટલો મોહ છે !
- બિલાડી લાલચની મારી મોટું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં! એ શા માટે મોટું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને? એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે! એટલે આપણે શું શિખવાની જરુર છે કે,
આપણે કોણ છીએ ? આની જોડે આપણે શી લેવા દેવા છે ? આ મારાં થશે કે નહીં ?
આ પાંસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ, તો ય એ ચોખ્ખા ના થયા ! તો આપણી સમજમાં બળ્યું ના આવે કે વસ્તુ સાચી કે જૂઠી? આખી જિંદગી આ જીભની લીલ ઉતારી તો ય મૂઇ ચોખ્ખી ના થઇ ! રોજ દાંતની કેટલી માવજત કરી, ઘસ ઘસ કર્યા પણ છેવટે એ ય સગો તો ના જ થયો ને ! આ આજે દાઢ દુઃખવા લાગી જ ને ! એવું છે આ જગત ! આ સંસાર જ એવો છે કે ખરે ટાઇમે કોઇ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દહાડો વહુના પેટમાં દુઃખે તો સાસુ કહેશે કે, અજમો ફાકી લે. આવું તો બધા કહેશે. પણ કંઇ સાસુ વહનું દુઃખ લઇ લેશે ? અરે! ધણી કે છોકરાં ય કોઇ લઇ લેશે ? આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જયારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઇ લાવતા હોય, કે કામ કરતા હોય તો બાપા વહાલા લાગે પણ પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરનાં બધાં શું કહેશે કે ‘તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી ' એવું છે આ