________________
આપ્તવાણી-૨
૪૬૫
૪૬૬
આપ્તવાણી-૨
પણ જગ્યાએ-એક પરમાણુ માત્રમાં, પુદ્ગલમાં પૌલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો ! અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી ! આત્મ-રમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી ! આ દેહ ‘મારો છે” એવું અમને ભાન રહેતું નથી, પાડોશી તરીકેનું ભાન રહે છે, આ દેહ નેબર છે, ફર્સ્ટ નેબર છે.
પૌગલિક રમણતા જો કિંચિત્ માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે, પણ તથારૂપ ના થાય. તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે, તેવો ના થાય. તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે ! આ બધા ચંચળ આત્મા છે ! જયાં સુધી પૌગલિક રમણતા છે ત્યા સુધી ચંચળ આત્મા છે. ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય. એક ‘શુદ્ધ ચેતન'ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે; અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે, રમકડાં રમાડે છે એમ કહેવાય છે.
બધી યે રમકડાંની મણતા !
જાપાનીઝ આવે છે તે, મોટી, સાડી પહેરેલી આવે છે તે ?” તો તે કહેશે, ના, મારે જીવતી જોઇએ.” તે પાછો જીવતી ઢીંગલી લઇ આવે ! હવે આપણે તેને કહીએ કે, ‘હવે તો સંતોષ થઇ ગયો ને ? રમકડાંને કંઇ બંધ કરીશ હવે ?” તો એ કહેશે કે, ‘હવે મારે વાંધો નથી.’ ત્યાર પછી હોંશે હોંશે બે-ચાર વરસ થાય, એટલે લોક પૂછ પૂછ કરે કે, ‘ભાઇ ચાર વરસ થયાં પૈયે, શું છે ? બેબી છે કે બાબો ? નથી, કંઇ કશું ?’ એટલે પાછું મનમાં થાય કે આ રમકડું ખૂટે છે, એટલે પાછો એ રમકડાંમાં પડયો.
ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય, ત્યારે કહેશે, “ના, મારે તો દીક્ષા લેવી છે !' ‘તને આ જીવતી ઢીંગલી નહી ફાવે ?” તો તે કહેશે, “ના, મને એ રમકડું નહીં ફાવે, હું તો ત્યાગી રમકડાં ખોળીશ. જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડાં અમારાં !”
કેટલાક લગ્ન થાય, છોકરાં થાય, પછી એમને ઉદય એવા આવ્યા, કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા. એટલે એને ઉદય ત્યાગનો આવ્યો, એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી-ઠોકીને લખાવી લે કે “હું રાજીખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું,’ આમ બૈરી-છોકરાંને રડાવીને લખાવી લે ! આ બધા બૈરી-છોકરાંને રડાવી રડાવીને આવ્યા છે. થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય ! બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં. બીજા થોડા ઘણા છે તે ડફોળ, ભણવામાં ડફોળ, બીજા બધામાં ડફોળ, પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે, નોકરી કરવા જવી પડે, તે આ ઉપાધિ તેમને ગમે નહીં, એટલે કહેશે કે, “આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુ:ખને ! ને લોક બાપજી બાપજી તો કરશે ! આવડયું, ના આવડ્યું કોણ પૂછે છે ? એટલે આ કેટલાક તો એવી રીતે પેસી ગયા છે ! અને એમાં સાચા ય સાધુઓ ખરાં, પાંચ-દશ ટકા ! કેટલાક કરોડો રૂપિયા મુકીને પણ આવે છે. તેમને પૂછીએ કે, ‘તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા, સાહ્યબી રમાડવાની ના ગમી, બાઇ રમાડવાની ના ગમી ? અહીં શું કરવા, શાં રમકડાં રમાડવા
હા, બાળકો ય રમકડાં જ રમાડે છે ને ? બે વર્ષના બાળકનાં રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ? ના લે. એ તો કહેશે, ‘આ તો નાના બાબાનાં છે, મારાં ન હોય !” એટલે નાના બાબાનાં રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાનાં રમકંડા નાનો ના વાપરે. પછી પાંચ વરસના બાબાનાં રમકડાં હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે, કહેશે, ‘અમે તો ક્રિકેટ રમવા જઇશું” પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમતેમ, બધાં રમકડાં રમાયા કરે. પછી અઢાર વર્ષનો થાય તે ય ભણતાં ભણતાં ચોપડીઓ રમાડે. ચોપડીઓ એ ય રમકડાં કહેવાય. જે ચોપડીઓ ઉપર રૂચિ છે એ શું કહેવાય ? જયાં રુચિ છે ત્યાં રમણતા કહેવાય. એટલે ચોપડીઓ રમકડાં, ફૂટબોલ રમકડાં, ઢીંગલા-ઢીંગલી એ બધાં ય રમકડાં જ કહેવાય ! પછી વીસ-બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે કે, ‘હવે મારે ઢીંગલી નહીં ચાલે, મારે મોટી જીવતી ઢીંગલી જોઇશે.’ ‘મેર ગાંડિયા, પેલી ઢીંગલી શી ખોટી છે ? લાવી આપવા દેને તને, અહીં આગળથી