________________
આપ્તવાણી-૨
૪૬૩
બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઇ જાય, કાંટો ઉત્તરનો દેખાડે ને લઈ જાય દક્ષિણમાં. જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે,
મોક્ષ માર્ગનેત્તાય ભેત્તાર કર્મભુભ્રતામ્ જ્ઞાતાર સર્વ તત્વાનામ્ વંદે તદ્દગુણ લબ્ધયે.’
સ્વરમણતા : પરસ્મણતા
જેણે લગ્ન નાઇલાજ થઇને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજીખુશીથી સહીઓ કરીને, ત્રણ ત્રણ સહીઓ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ? નાછુટકે જેણે શાદી કરી છે, નાછૂટકે જે ખાય છે, નાછૂટકે જે પીએ છે તેને માટે વીતરાગોનું જ્ઞાન છે ! ‘નાછૂટકો’ આ એક પદ છે, સ્ટેજ છે; નથી જ ગમતું છતાં કરવું પડે છે. તમને એકાદ ચીજ ગમતી તો હશે ને ? એવી તમને ખબર હશે ને ?
પ્રશ્નકર્તા: ગમતી છે ખરી, પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં.
દાદાશ્રી : “છે” ખરું ને ? એ ‘છે” ના આધારે જીવે છે. આ જીવે છે શાના આધારે ? ‘છે’ના આધારે અને ‘છે’ના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઇ જાય ! અત્યારે આત્માની રમણતા ‘છે' એમાં છે. જો ‘છેવાળી રમણતા ના ગમતી થઇ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો, નહીં તો દેહ રહે જ નહીં ! પણ ‘છે' એમાં રમણતા છે, ત્યારે આત્મા કહે છે, ‘તમારું બરોબર છે. તમે તમારા ગામમાં બરોબર છો ને હું મારા ગામમાં બરોબર છું !' કોઇક જગ્યાએ રમણતા વર્યા કરે, આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઇ