________________
આપ્તવાણી-૨
૪૬૭
૪૬૮
આપ્તવાણી-૨
સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ ! તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને !
આવ્યા છો ?” ત્યારે એ કહેશે કે, “ સમાજકલ્યાણ કરવું છે.’ ‘અલ્યા, કયા અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રહ્યો છે ? તું તારું જ કલ્યાણ કરને ! તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે, અલ્યા ?”
હવે આવી બધી અવળી સમજ ક્યાં સુધી ચાલશે ? વીતરાગોની સાચી સમજથી તો ચાલવું પડશે ને ? અને પાછા ગાય પણ ખરા, ‘પરરમણતા દૂર કરે, પરરમણતા દૂર કરે.’ અલ્યા, પરરમણતા એટલે તું શું સમજયો ? તું આ રમાડે છે તે જ પરરમણતા છે ! તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે, ‘સમાજકલ્યાણ કરીએ છીએ, જૈનોને વધારીએ છીએ.' અલ્યા, જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા ? મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તો કયાંથી પેઠી ? તારા ગુરુના ગુરુ, એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર, તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે, તો તું આવો ક્યાંથી પાકયો છે કે જૈનો વધારવા પડયો છે તે ? તારું ચિત્ત ચગડોળે ચઢયું છે કે શું ? એના કરતાં ઘેર છોકરા વધાર્યો હોય તો ડઝન કે પાંચ, વધત ને ? પણ આ તો છોકરાંને નિર્વશ કર્યો ! આને જૈન કેમ કહેવાય ? સમજવું તો પડશે જ ને સાચું?
ક્યાં સુધી આવું ઠોકાઠોક ચાલશે ? સાચું સમજવું પડશે. સાચું જાણવું પડશે તો આત્મા જાણવા મળે. પરરમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય.
તમને રમણતા શાને કહેવાય એ સમજ પડી ને ? ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે. ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહે શું કે, ‘આ મોક્ષનો રસ્તો છે.' અલ્યા, ના હોય એ મોક્ષનો રસ્તો ! ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડી રમાડ કરે રોજ ! સાધુ. મહારાજો, આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ રમાડ કરે. ભગવાને કહ્યું કે, તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે, તેમાં તારો શો શુક્કરવાર વળ્યો ? તે રમકડાં રમાડ્યાં છે, માટે મોક્ષ માટે ગેટ આઉટ. ત્યારે પેલો કહેશે, “ભગવાન આ તમારાં શાસ્ત્રો, આગમો બધું હું રમાડું છું ને !' ત્યારે ભગવાન કહે, પણ તું ગેટ આઉટ, તે રમકડાં રમાડયાં છે, એક ક્ષણ પણ આત્માને રમાડયો નથી.” અમે
સ્વમાં રમણતા કર્યા કર. જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધાં રમકડાં રમાડ રમાડ કરે છે. આ બધા આચાર્યો-બાચાર્યો જે આખા વર્લ્ડમાં છે. તે બધાં જ રમકડાં રમાડ રમાડ કરે છે. આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને, સ્વને રમાડે છે, સ્વરમણતા કરે છે. હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દહાડો પુસ્તક ને પુસ્તક રમાડયા કરે ! પુસ્તક ના જડે તો ચિઢાયા કરે. આખો દહાડો બધા ઉપર ચિઢાયા કરે, ‘તમારામાં અક્કલ નથી’ એમ બધાને કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કહ્યું છે કે કોઇની ઉપર ચિઢાઇશ નહીં, કોઈને દુઃખ દઇશ નહીં; પણ એનું એ જ કરે, પુસ્તકમાં શું આવું ચિઢાવાનું કહ્યું હોય? પણ જો એક પુસ્તક ખોવાઇ જાયને, જે પુસ્તક ચિઢાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઇ જાયને, તો ય ચિઢાયા કરે ! આ બધાં રમકડાં રમાડે છે, પછી એ બુમ પાડે એમાં શી ભલીવાર આવે ? શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરેને તો ય એ તો ઊલટો શાસ્ત્રોનાં બંધનમાં પડયો. પેલી સંસારની રમણતામાં પડ્યો તો એમાં બંધનમાં પડયો. ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં ! પુસ્તકો ય રમકડાં છે. આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી; પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે, બીજી બધી પરરમણતા છે.
એક સાધુ આવેલા તે કહે કે, “મારે બિલકુલ, એકુ ય પરિગ્રહ નથી, તો મારો મોક્ષ થશે ને ?” અમે કહ્યું, “ના, તમારો મોક્ષ નથી. જયાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. આ તો બધાં રમકડાંની રમણતામાં છે, શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે. પરિગ્રહ કંઇ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે ! એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે.' તને જો સ્વરમણતા પ્રાપ્ત થઈ હોય તો પૈણને ૧૩૦ રાણીઓ ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા તને જો પ્રાપ્ત થઇ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન