________________
આપ્તવાણી-૨
૪૩૫
૪૩૬
આપ્તવાણી-૨
અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો ‘જ્ઞાની પુરુષ' જાતે કરી આપે. આ દાળભાત, રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો ‘જ્ઞાની પુરુષ' કરાવે ને થઇ જાય. ‘જ્ઞાની પુરુષ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, ‘મારું જ ફ્રેકચર થયેલું છે. તો હું મહેનત શી રીતે કરી શકીશ ?”
આ ડૉક્ટર પાસે જઇએ ને એ ડૉક્ટર કહે કે, ‘દવા તારે લાવવાની, તારે જાતે વાટવાની, કરવાની.’ તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ ‘જ્ઞાની પુરુષ પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ ‘જ્ઞાની પુરુષ' પાસે તપ, ત્યાગ, મહેનત કશું જ ના હોય અને ‘જ્ઞાની પુરુષ'ને કશું જોઇતું ય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ! ‘જ્ઞાની પુરુષ' આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનની ય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઇ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એની ય જરૂર નથી, એમને ઊલટો એનો ભાર લાગે ને કેટલાંક ફુલોનાં જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારું ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઇ જાય. ‘શૂળીનો ઘા સોયે સરે.’ અમે એના કર્તા નથી, નિમિત્ત છીએ. ‘જ્ઞાની પુરુષ’નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય; બાકી, ‘જ્ઞાની પુરુષ' એટલે જેમને કોઇ પણ જાતની ભીખ નથી; લક્ષ્મીની, વિષયોની, માનની, કીર્તિની, કોઇ પણ પ્રકારની ભીખ તેમને ના હોય !
મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી. “મોક્ષ એટલે મુક્ત ભાવ.” સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે? માત્ર પહેલાંની ગનેગારીથી. આ ગુનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે ! મુક્તિ તો કોઇએ ચાખી જ નથી, એ તો ‘જ્ઞાની પુરુષ' પાસે છે; એમની વીતરાગતા એ જ મુક્તિ છે ! આ તમારા બધામાં મને તો મહીં ‘હું જ છું” એવું લાગે છે ! ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કરતાં આવડે તો ય મુક્તિસુખ વર્તે.
પ્રશ્નકર્તા : દર્શન કરવાં એટલે ભાવથી કરવાં તે ?
દાદાશ્રી : ના. ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતાં આવડવાં જોઇએ. ‘જ્ઞાની પુરુષ'નાં એક્ઝક્ટ દર્શન કરતાં આવડવાં જોઇએ. અંતરાય ના હોય તો એવાં દર્શન થાય અને એ દર્શન કર્યા ત્યારથી જ મુક્તિસુખ વત્ય કરે !
પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ? દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો.
આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓની અંદર ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં, તેથી આ માર્ગની ખબર ના પડે !
ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એ ય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઇએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઇ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જયારથી
મોક્ષ એટલે શું ? પ્રશ્નકર્તા : જન્મમરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ? દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ, મોક્ષ એટલે પરમાનંદ.