________________
આપ્તવાણી-૨
૪૩૩
૪૩૪
આપ્તવાણી-૨
નોર્માલિટીથી મોક્ષ ! ‘અમારી’ એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બીલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બીલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ઇઝ નોર્માલિટી ! એબોવ નોર્મલ અને બીલો નોર્મલ બન્ને ય ફીવર છે. આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય ! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઇ ગયા છે !
વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડયા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડયા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડયા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં, ખૂણા વાગ્યા એટલે એનાં ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઇતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઇતી હોય તો ભલે એની પાછળ પડે, મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહવાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો કયાં સુધી ? પછી જયાં જાય ત્યાં કપાળ કૂટો ને કલેશ ઊભો થાય, એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઇ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઇક લઇ જા અહીંથી !
એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ
ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, ‘મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુમન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી એવા ‘મોક્ષદાતા પુરુષ’નું નિમિત્ત જોઇએ.
આ તો અમે કહીએ છીએ કે, “મોક્ષમાર્ગ ખુલ્લો છે.” તો એ બાજુ હિલચાલ ચાલુ થઇ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીને ય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં!
મોક્ષ નથી.’ એવું કહ્યું એટલે છૂટે શી રીતે ? ! અલ્યા, મોક્ષ નથી, પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપેરેન્ટ છે; તેથી, અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મુકયો કે, “મોક્ષ નથી, મોક્ષ નથી.” પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, “આ અમારા દાદાગુરુએ કહ્યું, પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો ‘વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભર્યું.' એના જેવું છે. તે કો'ક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકે કે ‘શું છે ? શું છે ?” ત્યારે બીજો ઠોકાઠોક કરે કે “ચોર દીઠો” ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે !
મહેતત ત્યાં મોક્ષ હોય ? આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય