________________
આપ્તવાણી-૨
૪૩૧
૪૩૨
આપ્તવાણી-૨
દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, “મોક્ષ તો પા માઇલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઇએ, એના વગર મોક્ષ નહીં મળે. જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઈ. ના, તું જયાં જઇશ ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી બેટી વધ્યા કરે. એ તો ‘જ્ઞાની પુરુષ'નું જ કામ, જેમ દવા આપવી એ ડૉક્ટરનું કામ તેમ ! આ કરિયાણાવાળાને પૂછીએ કે, ‘હાર્ટએટેક આવ્યો છે, તો દવા આપ.' તો એ શું કહે કે, “જાવ ડૉક્ટર પાસે.” આ તો ભગવાનની વાત સમજયા નહીં ને ચોપડવાની દવા પી ગયા ! પછી થાય શું ? મોક્ષ પોતાની પાસે જ છે, આત્મા પોતે જ મોક્ષ-સ્વરૂપ છે.
આ મન તો જાતજાતનું દેખાડે, એને માત્ર “જોવાનું અને જાણવાનું હોય. મનને તે દેખાડવું એ એનો ધર્મ-મનો ધર્મ છે અને આપણો ધર્મ જોવા-જાણવાનો છે; પણ જો તેની સાથે તન્મયાકાર થાય, શાદી સંબંધ થાય તો હેરાન કરે. મોક્ષ એટલે મન, વચન, કાયાથી મુક્તપણું; ‘પોતાનું સ્વતંત્ર સુખ, કોઇનાં અને પોતાનાં મન, વચન, કાયા અસર ના કરે ! મન, વચન, કાયાનું કેવું છે ? કે ‘આ’ દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે એવું છે !
ભગવાને કહ્યું કે, “મોક્ષ માટેનું ચારિત્ર' તે તો આજે કયાંય જરા ય રહ્યું નથી, દેવગતિ માટેનાં ચારિત્ર છે ખરાં. મોક્ષ માટે તો ‘ભગવાનની આજ્ઞામાં રહે, આત્મજ્ઞાન થાય પછીનું ચારિત્ર, એ ચારિત્ર મોક્ષ આપે!
ખેંચાયા ! પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવું એવું કોણે કહ્યું ? ભગવાને શું કહ્યું કે, “આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી, પણ નવ્વાણું હજાર, નવસો નવાણું રૂપિયા અને નવાણું પૈસા સુધીનો (૯૯,૯૯૯.૯૯) ચેક મળી શકે તેમ છે.' અલ્યા, આ કાળમાં ૯૯,૯૯૯ રૂપિયા ને ૯૯ પૈસા સુધી તો મળે છે ને ? આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા ! તે કેન્ટિનમાં ભજિયાં-બજિયાં ખાવાં હોય, તો ય છૂટા પૈસા ચાલે ને ? અત્યારે તે રૂપિયાનું ચિલ્લર લે તો ય પાંચ પૈસા કમિશન લઇ લે છેને ? અમે આ કાળમાં નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ. આ લોકોને “મોક્ષ નથી’ એટલી ખબર પડી, તો કયાં સુધી માર્ગ ખુલ્લો છે ? એ તો ખોળી કાઢે ! આ વડોદરા સુધી ગાડી જતી નથી, પણ સરહદ સુધી જાય છે, તો તો ગાડીમાં બેસી જવું જ જોઇએ ને ? પણ આ તો ઘેરથી જ નીકળતો નથી તે ઘરના જ દરવાજા વાસી દીધા છે ! આવી અણસમજણ ઊભી થઇ જાય, એમાં કોનો દોષ ? આ તો ‘એક જ પૈસો નથી.’ એટલું જ જ્ઞાની પુરુષ' કહેવા માગે છે.
આ છ આરામાં અસલમાં અસલ, સારામાં સારો કાળ, એ પાંચમો આરો છે, એને તો ‘ભીકાળ’ કહ્યો છે. આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે, તો પછી ગમે તેવું છાણિયું સોનું હોય તો મેં ચોખું સોનું ચોકસી કાઢી આપશે ! છઠ્ઠા આરામાં ચોકસી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે. પાંચમા આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબું શાસન છે. આગળનાં તીર્થંકર ભગવાનના શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતાં અને આ મહાવીરના નિર્વાણ પછીનું ૨૧ હજાર વર્ષ સુધીનું શાસન રહેશે !
આ લોકો કહે છે કે, “મોક્ષ બંધ થઇ ગયો છે.” આવું બોલે છે, તે તેમની દશા શી થશે ? આ તો “મોક્ષ બંધ છે.’ કરીને બીજા કાર્યોમાં પડી ગયા અને મોક્ષમાર્ગ બાજુએ પડી ગયો. આ શાના જેવું છે ? આ સાલ દુકાળ પડયો હોય તે કહે કે, “અલ્યા, હવે ખેતરમાં ઓરશો જ નહીં, બિયારણ નકામું જશે.” વરસાદ આ સાલ ના પડયો તેથી બિયારણ નકામું જશે, એમ કરીને બેસી રહે તેના જેવું છે !
આ કાળમાં મોક્ષ છે ? પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે, તે ખરું છે ?
દાદાશ્રી : ભગવાને કહેલું વાક્ય એ ક્યારે ય પણ ખોટું ના થાય; પણ મહાવીર ભગવાને શું કહેલું કે, ‘આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઇ શકશે નહીં', તે લોકો ઊંધું સમજયા. આમાં કેટલાકે કહ્યું કે, “મોક્ષ નથી.' તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં