________________
૪૩૭
આપ્તવાણી-૨
વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વસંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !
જગતના બધા જ સબ્જેક્ટ જાણે, પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. નિર્અહંકારી જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે અને એ આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે ! બુદ્ધિનું, અહંકારી જ્ઞાન એ પરપ્રકાશક છે, એ લિમિટમાં છે ને અવલંબિત છે. આ તો ભાન નથી, તેથી ‘હું વૈદ્ય છું, હું એન્જિનિયર છું' એવાં અવલંબન પકડયાં છે. બધા મોક્ષને માટે પ્રયત્નો કરે છે, પણ એ માર્ગ જડતો નથી અને ચતુર્ગતિમાં ભટક ભટક કર્યા કરે છે. જ્ઞાની જ સમર્થ પુરુષ છે, એ તર્યા ને બીજાને તારે !
તિયાણાં ને શલ્ય !
અનંત અવતારથી મોક્ષની ઇચ્છા છે ને જયારે મોક્ષ આપનારા મળ્યા ક્રમિક માર્ગમાં ત્યારે નિયાણાં કર્યા, અને તેથી રખડયા ! અને અત્યારે ‘આ’ જ્ઞાન જેને મળ્યું છે એનાથી તો નિયાણાં કરવાં હોય તો ય ના થાય, કારણ કે આ અક્રમ માર્ગ છે ! નિયાણાં કોને ઊભાં થાય ? શલ્યવાળાને ઊભાં થાય. નિઃશલ્ય થયા પછી નિયાણું કેમનું બંધાય ? શલ્ય એટલે મહીં ખૂંચ્યા કરે. આ ગાદી ખૂંચે તો કહે કે, ‘બીજી સારી ગાદી લાવવી છે' તે તેનું નિયાણું કરે. આ નિયાણું કરે એટલે પોતાની પાસે જેટલી પુણ્યની મિલકત હોય તે નિયાણામાં હોડમાં મૂકી દે ! તે પછી જેનું નિયાણું કર્યું હોય તે પ્રાપ્ત થાય.
ભગવાને ત્રણ પ્રકારના શલ્ય કહ્યાં : મિથ્યાત્વ શલ્ય, નિદાન શલ્ય અને માયા શલ્ય; તેના આધારે આ નિયાણાં કરે છે. શલ્ય બધાનામાં હોય, નિઃશલ્ય થાય નહીં. આ ‘અક્રમ માર્ગ’ છે તેથી શલ્ય રહિત થાય!
આ બંધનમાંથી મુક્તિ થઇ શકે છે, વીતરાગો મોક્ષ આપી શકે છે, વીતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન, બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે ! આ તો બીજાને વગોવે છે કે, ‘તું મિથ્યાત્વી છે.’ અલ્યા તું સમકિતી છે તે બીજાને
આપ્તવાણી-૨
મિથ્યાત્વી કહે છે ? અને પોતે જો સમકિતી હોય તો તે બીજાનો તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તો ય પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના
કરે. ‘આ તો મિથ્યાત્વી છે' એમ કહીને જે તિરસ્કાર કરે છે, એ તો ‘ડબલ મિથ્યાત્વી' છે ! મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવા લાયક દર્શન છે. આ દર્શનમાં આવ્યા પછી એને “મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી’ એવું ભાન થાય છે, મોક્ષની ઇચ્છા થાય છે. એની ઇચ્છા તો સમ્યક્ દર્શનની જ છે, પણ મિથ્યા દર્શનમાંથી છૂટયો નથી તેથી રઝળપાટ થાય છે. છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પુદ્ગલનું જોર સંસાર તરફ ખેંચાવાનું હોય તો ય એ બન્નેને જુદા પાડે. આ મુસ્લિમને બન્ને જુદા ના પડે. એ તો કહે, ‘માલિક ઉપર લે જાયેગા !' અલ્લા જન્નતમાં લઇ જશે કે જહન્નમમાં લઇ જશે !! તેથી તો અલ્લા ફસાઇ પડયા છે કે આ તો માથે પડયા !
૪૩૮
સંપૂર્ણ મોક્ષમાર્ગ કયાં હોય ? વ્યવહારને સહેજે ય ખસેડયા વગર હોય તે સંપૂર્ણ મોક્ષમાર્ગ. આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે, સામાને દુ:ખ થાય; ત્યાં મોક્ષમાર્ગ ના હોય. જયાં ફુલ વ્યવહાર અને ફુલ નિશ્ચય હોય ત્યાં મોક્ષમાર્ગ છે ! આપણે અહીં તો વ્યવહારનિશ્ચય બન્ને ય ફુલ છે.
મોક્ષમાર્ગ કયાં છે ? બધી નાતનાં જયાં બેઠા હોય છતાં કોઇને વાણીનો વાંધો ના આવે ત્યાં. વાઘરી બેઠા હોય, ચોર બેઠા હોય કે પછી કોઇ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય, છતાં કોઇને અહીં વાણીનો વાંધો ના આવે ! સહુ કોઇ સાંભળે. આવું તો ક્યાંય બનેલું જ નહીં ! એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે !! ભગવાન નિરાગ્રહી હતા !!!
મોક્ષ પછી આત્માતી સ્થિતિ !
પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ?
દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે.