________________
આપ્તવાણી-૨
૪૧૯
૪૨૦
આપ્તવાણી-૨
લીધી. પછી જાહેર કર્યું કે, “આવતી કાલે રોજ જે ભકતો જમવા આવે છે, રાજા તેમનું ‘ભક્તdલ’ કાઢવાના છે તો બધા જરૂરથી આવજો.’ તે બીજે દહાડે બે જ જણ આવ્યા. પોતાનું તેલ કઢાવવા કોણ આવે ? બે સાચા ભક્ત હતા તે આવ્યા.
બહેન, તમારે મોક્ષ જોઇએ છે કે બીજું કશું જોઇએ છે ? પ્રશ્નકર્તા : મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું.
દાદાશ્રી : તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો, તે ભગવાનને ઓળખો છો ? એ ભગવાન કઈ પોળમાં રહે છે ? કેટલા ઊંચા હશે ? તેમને કેટલાં છોકરાં છે ? તેમની માનું બારમું કર્યું છે કે નહીં, તે તમે જાણો છો ?
પ્રશ્નકર્તા : ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને?
દાદાશ્રી : અનંત અવતારથી તમે છો, કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ?! ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી, તેનાથી કંઈ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે, તે શું ભગવાન ત્યાં બેસી રહ્યા હશે ?
આખું જગત ગૂંચાયેલું છે. બાવા, બાવલી, સાધુ, સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે, તેવાં કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે, કોઇ હિમાલયમાં, તો કોઇ જંગલમાં ભટકે છે, પણ ભગવાન તો ‘જ્ઞાની' પાસે જ છે. બીજે જયાં જશો ત્યાં ડખો, ડખો ને ડખો જ છે. મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે. તમારે જે કંઇ પૂછવું હોય તે પૂછજો, અહીં આ છેલ્લા સ્ટેશનની વાત છે.
મુક્તિ માટે થાય. કોઇ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ. ભગતને ભાગે શું ? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઇ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઈ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઇ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ ‘દાદા'ની ભક્તિ કરે તો ‘દાદા' જેવો થઇ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો? જે રૂપની ભક્તિ કરો તેવો થાય. ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જયાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઇ જાય તે વખતે; જયારે ભક્તિમાં તો કંઇ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો ય ઠેકાણું ના પડે !
આ કોમ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને ! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે. ચડસ સિવાય ભક્તિ જ ના હોય.
ભક્તિ અને મુક્તિ પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?
દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેના સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી
નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય.
પ્રશ્નકર્તા : ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ?
દાદાશ્રી : ભક્તિમાં તું શું સમજ્યો ? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ?
પ્રશ્નકર્તા : ના. આરાધના કરીએ એ ભક્તિ ને ?