________________
આપ્તવાણી-૨
૪૧૭
૪૧૮
આપ્તવાણી-૨
શેઠ આવ્યા, શેઠ આવ્યા.” તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, “ભાણાભાઇ આવ્યા.’ તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, ‘તમે કોણ ?” તો અમે કહીએ કે, ‘પેસેન્જર છીએ.” અહીં સત્સંગમાં આવીએ ત્યારે ‘જ્ઞાની પુષ'નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરા ય ફેરફાર ના હોય, એક્ઝક્ટ અભિનય હોય. ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની ન્હોય. ગાડીમાં ટિકિટચેકર ટિકિટ માગે તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે, “અમે ‘જ્ઞાની પુરુષ' છીએ, ‘દાદા ભગવાન છીએ ?” ત્યાં તો પેસેન્જર જ. અને જો ટિકિટ પડી ગઇ હોય તો ચેકરને કહેવું પડે કે, “ભાઇ, ટિકિટ લીધી હતી પણ પડી ગઈ, તે તારે જે દંડ કરવાનો હોય તે કર.” ભગતો ધૂની હોય. ધૂન શબ્દ “ધ્યાની' પરથી થયો. ધ્યાનીનું અપભ્રંશ થઇ ગયું તે ધૂની થઈ ગયું ! એક જ બાજુ ધ્યાન તે ધ્યાની. એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય, તે ધૂની થઈ જાય. એક અવસ્થા ઉત્પન્ન થઇ પછી તેમાં ને તેમાં ભમ્યા કરે, તેને ધૂની કહે છે. ધૂની તો “પોતાના સ્વરૂપ'માં થવા જેવું છે, તેથી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એક થાય !
પ્રશ્નકર્તા: આ વિઝિકલ કહે એ ધૂની જ કે ?
દાદાશ્રી : એ ધનીના પીતરાઇ થાય. ધનીને પૈસાની પડેલી ના હોય. અમારી પાસે ધૂની આવે તેનું કામ જ નીકળી જાય. ધૂનીને સંસારમાં લોકો સુખ પડવા ના દે, ગોદા માર માર કરે. ભગતોને બિચારાને સુખ ના મળે, લોકો તેમને ગોદા મારમાર કરે, ભગતોને લોકોનો બહુ માર પડે. કબીરાએ બિચારાએ બહુ વાર લોકોનો માર ખાધેલો. એક વાર દિલ્હીમાં બબલો ને બબલી જોડે ફરે ને બચ્ચે કેડે રાખીને ફરે, તે કબીરાને બહુ દયા આવી કે આ શી રીતે જીવે છે ? એટલે એ એક ઊંચી ટેકરી ઉપર ચઢયો ને મોટે મોટેથી ગાવા માંડયું –
‘ઊંચા ચઢ પુકારીઆ, બુમત મારી બહોત,
ચેતનહારા ચેતજો શીરપે આપી મોત’ માથા પર મોત આવ્યું છે ને આ બાબાને ને બેબીને બગલમાં
ઘાલીને કયાં ઘૂમો છો ? તે બીબી ને બીબીના ધણીએ અને બીજાઓએ ઊભા રહીને જોયું કે, “યહ ગાંડી કયા બોલતા હૈ ?” તે પછી બધાએ એને ખૂબ માર્યો ! કબીર તો સાચા ભક્ત અને ચોખ્ખા માણસ, એટલે મારે ય બહુ ખાધેલો.
ચોખેચોખ્ખું ના બોલાય. વાણી કેવી હોવી જોઇએ ? હિત, મિત, પ્રિય ને સત્ય – આ ચાર ગુણાકારવાળી હોવી જોઇએ. ગમે તેટલી સત્ય વાણી હોય, પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની ? આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું’ હોય જ નહીં, જો ‘પોતાપણું હોય તો તે જ્ઞાની ના હોય.
કબીરો એક દિવસે સાંજે દિલ્હીમાં ફરવા નીકળ્યો. રસ્તામાં બહુ ભીડ હતી તે જોઈને તે ગાવા માંડયો -
માણસ ખોજત મેં હીરા, માણસકા બડા સુકાલ જાકો દેખી દિલ ઠરે, તાકો પરિયો દુકાલ.”
માણસો તો ઘણા છે, પણ દિલ ઠરે એવો ના હોય ને ? દિલ ઠરે એવો માણસ તો સમુદ્રની સપાટી ઉપર હોતો હશે ? એ તો દરિયામાં પાંચ ફૂટ નીચે હોય ! ઉપર ખોળે તો કયાંથી જડે ? ! કબીરો સાચો ભક્ત હતો. સાચા ભક્ત તો કો'ક જ હોય.
એક વખત, એક રાજા બહુ ઉદાર હતા. એક દહાડો મહેલમાંથી બહાર આવ્યા ને તેમણે ઘણા માણસો જોયા. પ્રધાનને પૂછયું કે, “આ લોકો કેમ આવ્યા છે ?' પ્રધાન કહે કે, “આ લોકો ભુખ્યા છે તેથી ખાવાનું માગવા આવ્યા છે.” રાજાએ કહ્યું કે, “તો પછી રોજ આ માણસોને ખાવાનું આપો.' ધીરે ધીરે માણસ માણસે વાત પહોંચતી થઇ ગઇ ને ટોળે ટોળાં રોજ રાજાને ત્યાં જમવા આવવા માંડયા. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે, “આ ફસામણ થઈ. રોજ હજારો માણસો આવે છે, તે શી રીતે પોષાય ?’ તેમણે એક યુક્તિ ખોળી કાઢી ને રાજાની પરવાનગી