________________
આપ્તવાણી-૨
૪૫
૪૧૬
આપ્તવાણી-૨
છીએ!
પણ જરા સળી કરે તો ક્રોધ, માન, માયા, લોભ ઊભાં થઇ જાય. આ ભગતો કોઇ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો ! આ ગજબનું જ્ઞાન છે ! આ તો સાયન્સ છે ! સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઇ શકો. ભગતોએ ‘તુંહી તુંહી’ ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન ‘હુંહી’નું છે. ‘તુંહી’માં ભગત ને ભગવાન એ ભેદ રહે. ભેદબુદ્ધિ રહે એમાં નવું શું ? અખો ભગત કહી ગયો કે :
‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.’
જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય, અભેદ બુદ્ધિ થાય તો કામ થાય.
આ ચાર ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે. આથી પાંચમો પ્રકાર ભક્તનો નથી. અભક્તો તો ભગવાન હાજર થાય તો તેમનું શાક કરીને ખાય તેવા છે ! કારણ કે બહુ બાધા-આખડી રાખી હોય, તે તેમાંનું એકે ય વળે નહીં એટલે પછી તો ભગવાનનું શાક કરી ખાય તેવા છે !
પ્રશ્નકર્તા : દાદા, આ ભાઇ તો ભગત માણસ છે.
દાદાશ્રી : કયાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઇ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઇ કુસંગ મળી ગયો તો ? કેન્ટિનમાં લઇ જાય; અને એ જ ફસામણ છે !
જયાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? તો કે આત્મજ્ઞાન માટે, પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે 'તુંહી તુંહી’ ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા એક ફેર ‘હું...હી હું હીં' ગાને ! તો ય તારું કલ્યાણ થઇ જાય. ‘તુંહી તુંહી' ગાય તો કયારે પાર આવે ? પણ લોકો ‘તુંહી તુંહી’ શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં ‘તું' હતું તે હવે ‘તારા’ એકમાં એકાગ્ર થયું છે, એવું ‘તું' ગાય છે; પણ આ ‘તુંહી’ ગાવાથી કશું વળે નહીં, ‘હુંહી’નું કામ થાય, ‘તુંહી' માં ‘તું' ને ‘હું'નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જયારે ‘હુંહી’માં અભેદતા રહે, ‘પોતે જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય !
કેટલાક ‘તત્વમસિ' એવું ગાય છે, એટલે ‘તે હું છું’. પણ ‘તે’ કોણ, તે ભગવાન જાણે ! ‘તે’નું સ્વરૂપ જ સમજાયું ના હોય ને ‘તત્વમસિ, તત્વમસિ' ગા, ગા કરે તે કશું ના વળે. બધે જ ‘હું...હી હુંહી” દેખાય ત્યારે કામ થાય !
ભગતોએ કહ્યું કે, ‘બધાંમાં ભગવાન જો, પણ તે સાઇકોલોજિકલ ઇફેક્ટ છે. એવી ટેવ પાડી હોય કે બધાંમાં ભગવાન જોવાના તે દેખાય;
વ્યવહારમાં - ભગત અને જ્ઞાતી ‘તુંહી તુંહી'થી સંસાર છે. મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે, માટે આકુળતા-વ્યાકુળતા રહે; અને “સ્વ'માં રહે તો સ્વસ્થતા હોય, આકુળતા-વ્યાકુળતા ના રહે, નિરાકુળતા રહે. ભગતો ખુશમાં આવે તો ગેલમાં આવી જાય ને દુ:ખમાં ડીપ્રેસ થઇ જાય. આ ભગતો જગતની દ્રષ્ટિએ ગાંડા કહેવાય, કયારે ગાંડું કાઢે એ કહેવાય નહીં. નરસિંહ મહેતાનાં મહેતાણી જવાનાં થયાં ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવા આવ્યા તો તે ગયા, અને આખી રાત કીર્તન, ભક્તિ, ભજનો ગાયાં. એક જણ સવારે આવ્યો ને કહે, ‘મહેતાણી ગયાં.” તો મહેતાએ ગાવા માંડયું,
‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.’
પણ આ લૌકિક ના કરવું પડે ? કરવું જોઇએ, પણ આ તો ગાંડાં કાઢે. જયારે ‘જ્ઞાની પુરુષ’ વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે, લૌકિકમાં ય એકઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં કયાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની ! જયાં, જે વખતે, જે ડામાં કરવાનો હોય તે “અમે’ સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે,