________________
આપ્તવાણી-૨
૪૧૩
જગ્યાએ નહીં, આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે, આ બધા વીતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્યા છે અને પોતાનું સત્યાનાશ વાળી રહ્યા છે !
આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે, “આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે.' મેં કહ્યું, ‘સાહેબ, આપના ઘેર બગડી જશે, જો જો કદી પેલી છોડીઓ તમારી રખડતી ના થઇ જાય.” કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટો પડી હોય, તેમાંથી એક સાહેબ લઇને હૈયા એટલે એક શેઠાણી આમ લઇને ઠંડ્યા ને છોડીઓ આમ જશે, ભેલાઇ જશે, તારું ભેલાઈ જશે. આ હિન્દુસ્તાનનો તો ભેલાડનારો કોઈ પાક્યો જ નથી, આ હિન્દુસ્તાન તો વીતરાગનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે, એનું કોઇ નામ દેનારો નથી. જે દેશમાં કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે, જે દેશમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળરામ પાકેલા છે ત્યાં ખોટ શી હોય ?
ક્રમિક માર્ગમાં નકલ ચાલી શકે, પણ ‘આ’ અક્રમ માર્ગ છે ! ઓચિંતો જ દીવો સળગ્યો છે, માટે તું તારો દીવો સળગાવી જા. પછી જેટલી ગાંઠો હોય તે ગાંઠો કેવી રીતે કાઢવી તે હું તને દેખાડું; પણ પહેલાં તું પુરુષ બની જા, પ્રકૃતિરૂપે તારો શક્કરવાર વળે નહીં. મનુષ્યો શા રૂપે છે ? જયાં સુધી “સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપે છે અને જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચે છે અને પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે, “મેં કર્યું.” એનું નામ તે ગર્વ કહેવાય.
ભક્ત - ભક્તિ - ભગવાન
કૃષ્ણ ભગવાને ચાર જાતના ભક્ત કહ્યા : અભક્તોના પ્રકાર તો પાર વગરના છે ! એટલે આપણે અહીં ભક્તોના જ પ્રકાર જોઇએ :
(૧) આર્તભક્ત : દુ:ખ આવે ત્યારે જ ભગવાનને સંભારે, સુખમાં ના સંભારે. પોતાના પગે દુખતું હોય ત્યારે “હે ભગવાન ! હે ભગવાન !' કરે, ‘દયા કરો, દયા કરો’ કહે. ત્યારે ભગવાન સમજી જાય કે, આ તો દુ:ખનો માર્યો મને યાદ કરે છે. આવા ભગતો ઠેર ઠેર જોવા મળે.
(૨) અર્થાર્થી ભક્ત : એ સ્વાર્થી ભક્ત, એટલે મતલબી ભગત, મારે ત્યાં છોકરો આવશે તો આમ કરીશ.’ કહે , ભગવાન પાસે માગે. અર્થાર્થીના અર્થ નથી જાણતા તેથી જ તે કહે છે કે, ‘હું અર્થાથ છું.”
(૩) જિજ્ઞાસુ ભક્ત : ભગવાનનાં દર્શન કરવાં, ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગે, તે જિજ્ઞાસુ ભક્ત.
(૪) જ્ઞાની ભક્ત : તે તો ‘હું જાતે જ એક છું.
ભગવાને કહ્યું કે, “જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે. એ તો પોતાનાં પાપકર્મોનો ગોટો વાળી બાળી મેલે અને સામેવાળાનાં પાપોને પણ પોતે ગોટો વાળી બાળી મેલે ! તેવા “અમે' જાતે ‘જ્ઞાની પુરુષ'