________________
આપ્તવાણી-૨
૪૧૧
૪૧૨
આપ્તવાણી-૨
હવે વીતરાગ માર્ગનો ઉદ્ધાર થવા બેઠો છે. વીતરાગ તો પોતે વીતરાગ હતા, પણ એમના માર્ગનો ઉદ્ધાર થાય ને ? બહુ દહાડા, ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે ? સાચો હીરો એક દહાડો બહાર નીકળ્યા વગર રહે છે કાંઇ ? કૃષ્ણ ભગવાને પણ કહ્યું, ‘વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.' કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે !
જગતમાં ક્રાંતિ કાળ વર્તે ! પ્રશ્નકર્તા ઃ આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી, એ વેસ્ટર્ન ડીક્ટશનથી ચાલે છે.
દાદાશ્રી : સંસ્કૃતિનો નાશ કરવા ફરે છે ને તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે; એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું જાણી ગયો છું કે દહાડાનો કે આ લેબર્સ બહારથી આવી રહ્યા છે. જો કે, આપણે એને એન્કરેજ કરવાનું ના હોય, પણ અંદરખાને આપણે સમજી જવું કે, આ તો મફતમાં લેબરર્સ મળી રહ્યા છે ! જૂનું પુરાણું આવી રીતે પડી જશે ત્યારે જ નવું રચાશે !
આ ફોરેનવાળા ને અમેરિકાવાળા કેટલા બધા સુધરી ગયા છે (!) તે એમને વીસ વીસ ગોળી ખાય ત્યારે ઊંઘ આવે ! અલ્યા, તમારી નિદ્રા
ક્યાં ગઇ ? એના કરતાં તો અમારાં અહીનાં કૂતરાં સારાં કે નિરાંતે અહીં ઊંઘી જાય છે. આખા વર્લ્ડનું સોનું અને લક્ષ્મી લઈને બેઠા છો તમે, તમારા અમેરિકા દેશમાં, તો ય વીસ વીસ ગોળી ખાઇને ઊંઘવાનું! આ તમારું શું છે ? એક અમેરિકન સાયન્ટિસ્ટ અમને મળેલો, તેમને અમે આ વાત કરેલી. તેણે પૂછ્યું કે, “આમાં અમારી ભૂલ શામાં રહી છે ?” ત્યારે મેં કહ્યું “આ જે તમારું વિજ્ઞાન છે તે એબોવ નોર્મલનું પોઇઝન થઇ ગયું છે, બધું ઝેરી થઇ ગયું છે. બીલો નોર્મલ ઇઝ ધી પોઇઝન, એબોવ નોર્મલ ઇઝ ધી પોઇઝન; નોર્માલિટી ઇઝ ધી રીયલ લાઇફ.”
વીતરાગ માર્ગ એવું કહે છે કે, જે થાય છે એ વીતરાગ માર્ગના પુષ્ટિનાં કારણો છે. અત્યારે જે બધું થઇ રહ્યું છે એ વીતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે.
પ્રશ્નકર્તા : એ થાય છે, તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે.
દાદાશ્રી : અમને જરાય પણ રાગદ્વેષ થતા નથી. અમને તરત જ સમજાય કે આ શું કરી રહ્યા છે ! આ ઉપાશ્રયમાં શું કરી રહ્યા છે ? વીતરાગની પુષ્ટિ ! વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય ? કે જયાં ચંચળતાનો નાશ થઇ જાય. સાત્વિકતાની હદ હોય છે, સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઇ જવી જોઇએ. એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય છે તે ઇમોશનલ નથી હોતો, મોશનમાં રહે છે. એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલાં વધારે ચંચળતાવાળો માણસ પા કલાકમાં એટલાં બાંધી લે ! એટલે આ બધું વીતરાગ ધર્મનું પોષણ થઇ રહ્યું છે. જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને, એથી વીતરાગ ધર્મનું જ પોષણ થઇ રહ્યું છે, બધું જ !
મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, “અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?” પછી બીજો વિચાર આવ્યો કે, “શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઇ સત્તા છે આપણી પાસે ? કોઇ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે.” એટલે પછી બીજો વિચાર આવ્યો કે, “શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?” તે દહાડે અમને જ્ઞાન નહોતું, જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું, ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઈ અજ્ઞાન કોઇએ લઇ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને ? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, “જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરા ય વિચાર નહીં આવેલા.
આજે વીતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે. એક