________________
આપ્તવાણી-૨
૪૨૧
દાદાશ્રી : પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય.
આરાધના - વિરાધના
પ્રશ્નકર્તા : આરાધના શું કહેવાય ?
દાદાશ્રી : વિરાધના કયાં સુધી કહેવાય છે કે, કોઇનું મન દુભવવું એ, તેનાથી અવળું કરે એ આરાધના કહેવાય. જગતમાં થાય છે, એ તો અપરાધ થાય છે. આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે. આરાધના થઇ એટલે ત્યાં રાધા આવી અને એટલે ત્યાં કૃષ્ણ હોય જ !
પ્રશ્નકર્તા : દાદા નિરંતર યાદ રહે છે એ શું ?
દાદાશ્રી : એ નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસનથી તે રૂપ થાય અને એની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય. આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય.
પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ?
દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય.
પ્રશ્નકર્તા : એ કઇ રીતે થાય, દાદા ?
દાદાશ્રી : તંતે ચઢયો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાને કહેવું પડે કે, ‘ભાઇ, તું તો ગાંડો છે, અમથો પાવર લઇને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં, કેવો છે ?
૪૨૨
આપ્તવાણી-૨
તું તો ચક્કર છે.’ આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જયારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ.
પ્રશ્નકર્તા : અપરાધ થઇ જાય એ શાનાથી ધોવાય ?
દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ' પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય.
પ્રશ્નકર્તા : એ શાને આધીન છે ?
દાદાશ્રી : એ આધીન નહીં જોવાનું, એ બધું નિમિત્તાધીન છે. રડવાથી હલકાપણું આવી જાય.
પ્રશ્નકર્તા : અપરાધ કરતી વખતે જરા ય ખ્યાલ નથી આવતો તે
શાથી ?
દાદાશ્રી : એ બહુ ભારે ધોધ જેવું છે તેથી.
નિયમમાં પોલ ન મરાય !
આ મહારાજો ત્રણ દાંડી મૂકીને માળા ફેરવ ફેરવ કરે છે. કેટલા અવતાર થયા તો ય તમે આ લાકડાની માળા ફેરવો છો ? શું મહીં ચેતનમાળા નથી ? આ તો ‘નાસ મણકા, મણકો આવ્યો, નાસ મણકા, મણકો આવ્યો’ - એવું કર્યા કરે ! અલ્યા, આવું કેમ કરો છો ? ત્યારે તે કહેશે કે, ‘આવું તો અમારા ગુરુ પણ કરતા હતા, તેથી અમે પણ એવું જ કરીએ છીએ.’
આ કોઇ એ નિયમ લીધો હોય કે રોજ ચાલીસ માળા ફેરવવી છે અને ઉતાવળ હોય તો જેની પાસે નિયમ લીધો હોય તેની પાસે માફી માગીને કહેવું કે, “આજે તો પાંત્રીસ જ ફેરવાશે, તો પાંચ માળા માટે માફી આપજો.’ તો એ ચાલે, પણ આ તો ઉતાવળે ઉતાવળે ચાળીસ ગણી